Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 2:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 મેં મારે પોતાને માટે તળાવ ખોદાવ્યાં, જેથી વનમાં ઊછરતાં વૃક્ષોને પાણી પવાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 મેં તેમને પાણી પાવા માટે જળાશયો ખોદાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 મેં મારાં માટે જળાશયો ખોદાવ્યાં જેનાથી વનમાં ઊછરતાં વૃક્ષોને પણ પાણી સિંચી શકાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 મેં મારાં વૃક્ષોને પાણી પીવડાવવાં માટે જળાશયો અને નહેરો બંધાવ્યા જેનાથી વનમાં ઊછરતાં વૃક્ષોને પણ પાણી સિંચાય.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 2:6
7 Iomraidhean Croise  

પછી ત્યાંથી આગળ ચાલીને કારંજાના દરવાજા સુધી તથા રાજાના તળાવ સુધી ગયો. પણ મારા જનાવરને ચાલવાની જગા ન હતી.


વળી રાજાના વનરક્ષક આસાફ પર પણ એવો એક પત્ર [અપાવજો] કે ઘરના કિલ્લાના દરવાજાઓના મોભ બનાવવા માટે, નગરના કોટને માટે, તથા જે ઘરમાં હું રહું તેને માટે તે મને લાકડાં આપે.” મારા પર મારા ઈશ્વરની કૃપા હોવાથી રાજાએ મારી અરજ માન્ય કરી.


કારંજાના દરવાજાની મરામત કોલહોઝેનો પુત્ર શાલ્લૂન, જે મિસ્પાના જિલ્લાનો અધિકારી હતો, તે કરતો હતો; તેણે તે બાંધીને તેને ઢાંકી, અને તેના કમાડો ચઢાવ્યાં, તેમને મિજાગરાં જડ્યાં અને ભૂંગળો બેસાડી. રાજાના બગીચા પાસેના શેલાના તળાવનો કોટ પણ છેક દાઉદનગરમાંથી ઊતરવાની સીડી સુધી [બાંધ્યો].


તેના પછી આઝબૂકનો પુત્ર નહેમ્યા, જે બેથ-સૂરના અર્ધા જિલ્લાનો અધીકારી હતો, તે દાઉદની કબરની સામેની જગા સુધી, તથા ખોદેલા તળાવ સુધી તથા શાસ્ત્રાલય સુધી મરામત કરતો હતો.


વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, અને જેનાં પાંદડાં કદી પણ ચીમળાતાં નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે.


તારી ડોકી જાણે હાથીદાંતનો મિનાર જોઈ લો; તારી આંખો હેશ્બોનમાં બાથ- રાબ્બીમના દરવાજા પાસેના કુંડ જેવી છે; તારું નાક દમસ્કસ તરફ ઢળતા લબાનોનના બૂરજ સરખું છે.


તે પાણીની પાસે રોપેલા વૃક્ષના જેવો થશે, જે નદીની પાસે પોતાનાં મૂળ ફેલાવે છે, ને ગરમીનો વખત આવશે ત્યારે તેને કંઈ ડર રહેશે નહિ, પણ તેનાં પાંદડાં લીલાં રહેશે. અને સુકવણાના વર્ષમાં તે ચિંતાતુર થશે નહિ, ને ફળ આપ્યા વિના રહેશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan