Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 2:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 કેમ કે તેના સર્વ દિવસો શોકમય તથા તેનો પરિશ્રમ દુ:ખરૂપ છે! રાત્રે પણ તેનું મન વિશ્રાંતિ ભોગવતું નથી, એ પણ વ્યર્થતા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 કારણ, તેના સર્વ દિવસો દુ:ખમય તથા તેનો પરિશ્રમ સંતાપજનક છે; રાત્રે તેના મનને ચેન પડતું નથી. આ પણ મિથ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 કેમ કે તેના બધા દિવસો શોકમય તથા તેનો સઘળો પરિશ્રમ દુ:ખરૂપ છે, રાત્રે પણ તેનું મન વિશ્રાંતિ ભોગવતું નથી. એ પણ વ્યર્થતા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 કારણ કે તેના બધા દિવસો શોકમય તથા તેનો સઘળો પરિશ્રમ દુ:ખરૂપ છે; રાત્રે પણ તેનું મન ચિંતાગ્રસ્ત હોવાથી વિશ્રાંતિ ભોગવતું નથી. એ પણ વ્યર્થતા છે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 2:23
20 Iomraidhean Croise  

અને આદમને તેમણે કહ્યું, “તેં તારી પત્નીની વાત માની, ને જે સંબંધી મેં તને આજ્ઞા આપી કે, તારે ન ખાવું, તે વૃક્ષનું ફળ તેં ખાધું, એ માટે તારે લીધે ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યના સર્વ દિવસોમાં દુ:ખે ખાશે.


અને યાકૂબે ફારુનને કહ્યું, “મારા પ્રવાસના દિવસ એકસો ત્રીસ વર્ષ થયા છે. મારી વયના દિવસ જેટલા નથી થયા.”


તે રાત્રે રાજાને ઊંઘ આવી નહિ; તેથી તેણે કાળવૃત્તાંતોની નોંધનું પુસ્તક લાવવાની આજ્ઞા કરી, ને રાજાની આગળ તે વાંચવામાં આવ્યું.


સ્ત્રીજન્ય મનુષ્ય અલ્પાયુ, અને સંકટથી ભરપૂર છે.


પણ જેમ ચિનગારીઓ ઊંચી ઊડે છે, તેમ માણસ તો સંકટને માટે સૃજાયેલું છે.


તમારું વહેલું ઊઠવું અને મોડું સૂવું તથા કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે; કેમ કે તે પોતાના વહાલાઓ ઊંઘતા [હોય તોપણ] તેમને આપે છે.


કેમ કે રાતદિવસ મારા ઉપર તમારો હાથ ભારે હતો. મારો રસ [જાણે કે] ઉનાળાની ગરમીથી સુકાઈ ગયો. (સેલાહ)


જે દિવસોમાં તમે અમને દુ:ખી કર્યા છે, અને જે વર્ષોમાં અમે પીડા ભોગવી છે, તે પ્રમાણે અમને આનંદ પમાડો.


પૃથ્વી ઉપર જે કાર્યો બને છે તે સર્વની જ્ઞાનથી શોધ કરવાને તથા તેમનું રહસ્ય સમજવાને મેં મારું મન લગાડયું. એ કષ્ટમય શ્રમ ઈશ્વરે માણસોને કેળવવાના સાધન તરીકે આપ્યો છે.


કેમ કે અધિક જ્ઞાનથી અધિક શોક થાય છે; અને વિદ્યા વધારનાર શોક વધારે છે.


ત્યારે જે બધાં કામો મેં મારે હાથે કર્યાં હતાં તે પર, અને જે મહેનત કરવાનો શ્રમ મેં ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી; તો એ સર્વ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું દેખાયું અને પૃથ્વી ઉતર મેન કંઈ લાભ જણાયો નહિ.


મજૂર ગમે તો થોડું અથવા વધારે ખાય, તોપણ તેની ઊંઘ મીઠી હોય છે, પણ દ્રવ્યવાનની સમૃદ્ધિ તેને ઊંઘવા દેતી નથી.


વળી તેનું આખું આયુષ્ય અંધકારમાં જાય છે, અને શોક, રોગ અને ક્રોધથી તે હેરાન થાય છે.


જ્યારે મેં બુદ્ધિ સંપાદન કરવામાં, તથા પૃથ્વી પર થતાં કામો જોવામાં મારું અંત:કરણ લગાડયું; (કેમ કે [એવાં પણ માણસો] હોય છે કે જેઓની આંખોને દિવસે કે રાત્રે ઊંઘવાનું મળતું નથી;)


પછી રાજા પોતાને મહેલે ગયો, ને તે રાત્રે તેણે કંઈ પણ ખાધું નહિ, વાજિંત્રો પણ તેની આગળ લાવવામાં આવ્યાં નહિ; અને તેની ઊંઘ જતી રહી.


તેઓએ શિષ્યોનાં મન દઢ કરતાં તેઓને વિશ્વાસમાં ટકી રહેવાને સુબોધ કર્યો, અને [કહ્યું કે,] “આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવું પડે છે.”


Lean sinn:

Sanasan


Sanasan