Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 2:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 કોઈ એવો માણસ હોય છે કે જેનું કામ બુદ્ધિથી, જ્ઞાનથી, તથા કૌશલ્યથી કરેલું હોય છે; તોપણ તેમાં જેણે મહેનત નહિ કરી હોય એવા માણસને તે વારસામાં આપી જશે. એ પણ વ્યર્થતા તથા મોટો અનર્થ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 એક માણસ બુદ્ધિ, જ્ઞાન અને કૌશલ્ય વડે પરિશ્રમ કરે છે, પણ તેના ફળ માટે કશો જ પરિશ્રમ ન કરનાર બીજાને માટે તે વારસામાં છોડીને જાય છે. આ પણ મિથ્યા અને વ્યર્થ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 કોઈ એવું મનુષ્ય હોય છે કે જેનું કામ ડહાપણ, જ્ઞાન તથા કુશળતાથી કરેલું હોય છે. તોપણ તેમાં જેણે મહેનત નહિ કરી હોય એવા વ્યક્તિને વારસામાં આપી જશે. આ વ્યર્થતા તથા મોટો અનર્થ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 મનુષ્ય પોતાના જીવનમાં ડાહપણ, જ્ઞાન તથા કુશળતાથી પોતાના કામ કરે, પણ એ સર્વ એક દિવસ એવી વ્યકિતના હાથમાં જશે જેણે તેના માટે કઇ કામ કર્યું નથી. કોઇ પણ જાતની કિંમત ચૂકવ્યાં વિના તે વારસ બને છે.આ વ્યર્થતા છે અને સાથે અન્યાય છે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 2:21
15 Iomraidhean Croise  

તેણે યહોવાની ર્દષ્ટિમાં જે યથાર્થ હતું તે કર્યું, તે પોતાના પૂર્વજ દાઉદને માર્ગે ચાલીને તેની જમણે કે ડાબે પડખે ખસ્યો નહિ.


શમુએલ પ્રબોધકના સમયથી ઇઝરાયલમાં તેના જેવું પાસ્ખાપર્વ એક પણ પાળવામાં આવ્યું નહોતું. તેમ જ જેવું યોશિયાએ, યાજકોએ, લેવીઓએ, યહૂદિયાના લોકોએ, હાજર થયેલા ઇઝરાયલીઓએ તથા યરુશાલેમના રહેવાસીઓએ પાળ્યું, તેવું પાસ્ખાપર્વ ઇઝરાયલના રાજાઓમાંના કોઈએ પણ અગાઉ પાળ્યું નહોતું.


હવે, પ્રભુ, હું શાની વાટ જોઉં? મારી આશા તમારા પર છે.


કેમ કે તે જુએ છે કે બુદ્ધિવંતો મરે છે, મૂર્ખ તથા હેવાન જેવા સાથે નાશ પામે છે, અને પારકાઓને માટે પોતાનું ધન મૂકીને જાય છે.


તેઓનાં અંતરનો વિચાર એવો છે કે અમારાં ઘર સદા [ટકશે] , અમારાં રહેઠાણ પેઢી દરપેઢી [કાયમ રહેશે] ; તેઓ પોતાની જાગીરોને પોતાનાં નામ આપે છે.


તેથી હું ફર્યો, ને પૃથ્વી પર જે સર્વ કામોમાં મેં શ્રમ ઉઠાવ્યો હતો તે વિષે મેં મારા મનને નિરાશ કર્યું.


વળી મેં બધી મહેનત તથા ચતુરાઈનું દરેક કામ જોયું, [ને એ પણ જોયું] કે એને લીધે પડોશી પડોશીની ઈર્ષા કરે છે. એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.


માણસ એકલું હોય, ને તેને બીજું કોઈ [સગુંવહાલું] ન હોય; હા, તેને દીકરો પણ ન હોય તેમ ભાઈયે ન હોય; તે છતાં તેને મહેનતનો પાર નથી, અને દ્રવ્યથી તેની આંખો તૃપ્ત થતી નથી, [તે વિચારતો નથી કે,] હું તે કોને માટે મહેનત ઉઠાવું છું, ને મારા જીવને દુ:ખી કરું છું? એ પણ વ્યર્થતા છે, હા, દારુણ દુ:ખ છે.


યુદ્ધશસ્ત્રો કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે; પણ એક પાપી માણસ ઘણી ઉત્તમતાનો નાશ કરે છે.


તું એરેજકાષ્ટના [મહેલો બાંધીને] પ્રખ્યાતિ મેળવવા ઇચ્છે છે, એથી શું તારું રાજ્ય ટકશે? શું તારા પિતાએ ખાધુંપીધું નહોતું, ને નીતિ તથા ન્યાયથી વર્ત્યો નહોતો? અને ત્યારે જ તેને સુખ હતું.


પણ લૂંટી લેવું તથા નિર્દોષ રક્ત પાડવું, તથા જુલમ અને બલાત્કાર ગુજારવો, એ સિવાય બીજા કશા પર તારી આંખો તથા તારું હ્રદય લાગેલાં નથી.”


Lean sinn:

Sanasan


Sanasan