Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 2:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 પૃથ્વી ઉપર જે બધાં કામ મેં શ્રમ વેઠીને ઉઠાવ્યાં, તેથી મને ધિક્કાર ઊપજયો, કેમ કે મારા પછી થનાર માણસને માટે મારે તે મૂકી જવું પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 પૃથ્વી ઉપર કરેલાં પરિશ્રમયુક્ત કાર્યો પ્રત્યે મને તિરસ્કાર ઉપજ્યો. કારણ, મારે તેનાં ફળ મારા વારસદાર માટે છોડી જવાં પડશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તેથી પૃથ્વી પર જે સર્વ કામ મેં શ્રમ વેઠીને ઉપાડ્યાં તેથી મને ધિક્કાર ઊપજ્યો. કેમ કે મારા પછી થનાર માણસને માટે તે સર્વ મૂકીને જવું પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 જે પરિશ્રમ મેં દુનિયા પર કર્યો તેના પર મને ધિક્કાર ઉપજ્યો; કારણ કે મારા પછી થનાર વારસ માટે મારે તે મૂકી જવું પડશે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 2:18
19 Iomraidhean Croise  

હે યહોવા, તમારા હાથ વડે માણસોથી, કે જેઓનો ભાગ આ જિંદગીમાં છે તેવાં આ જગતનાં માણસોથી મારા જીવને બચાવો, જેઓનું પેટ તમે તમારા દ્રવ્યથી ભરો છો; અને તેઓ છોકરાં વડે સંતુષ્ટ થાય છે, અને પોતાની બાકી રહેલી મિલકતનો વારસો પોતાનાં બાળકોને માટે મૂકી પણ જાય છે.


નિશ્ચે દરેક માણસ આભાસરૂપે હાલેચાલે છે; નિશ્ચે તે મિથ્યા ગભરાય છે; તે સંગ્રહ કરે છે, અને તે કોણ ભોગવશે એ તે જાણતો નથી.


કેમ કે તે જુએ છે કે બુદ્ધિવંતો મરે છે, મૂર્ખ તથા હેવાન જેવા સાથે નાશ પામે છે, અને પારકાઓને માટે પોતાનું ધન મૂકીને જાય છે.


પૃથ્વી ઉપર જે કાર્યો બને છે તે સર્વની જ્ઞાનથી શોધ કરવાને તથા તેમનું રહસ્ય સમજવાને મેં મારું મન લગાડયું. એ કષ્ટમય શ્રમ ઈશ્વરે માણસોને કેળવવાના સાધન તરીકે આપ્યો છે.


જે બધો શ્રમ મનુષ્ય પૃથ્વી પર ઉઠાવે છે, તેથી તેને શો લાભ છે?


ત્યારે જે બધાં કામો મેં મારે હાથે કર્યાં હતાં તે પર, અને જે મહેનત કરવાનો શ્રમ મેં ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી; તો એ સર્વ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું દેખાયું અને પૃથ્વી ઉતર મેન કંઈ લાભ જણાયો નહિ.


કોઈ એવો માણસ હોય છે કે જેનું કામ બુદ્ધિથી, જ્ઞાનથી, તથા કૌશલ્યથી કરેલું હોય છે; તોપણ તેમાં જેણે મહેનત નહિ કરી હોય એવા માણસને તે વારસામાં આપી જશે. એ પણ વ્યર્થતા તથા મોટો અનર્થ છે.


કેમ કે જે માણસ પર [ઈશ્વર] પ્રસન્ન છે તેને [તે] બુદ્ધિ, જ્ઞાન તથા આનંદ આપે છે; પણ પાપીને તે [ફોકટ] પરિશ્રમ આપે છે, જેથી ઈશ્વરને રાજી કરનારને આપવા માટે તેઓ ઢગલેઢગલા સંગ્રહ કરીને આપે. એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.


એ માટે મેં જોયું કે, માણસે પોતાનાં કામોમાં મગ્ન રહેવું તે કરતાં તેને માટે વધારે સારું બીજું કંઈ નથી; કેમ કે એ જ તેનો હિસ્સો છે; કેમ કે તેની પાછળ જે થશે તે તેને કોણ બતાવશે?


તે બન્ને કરતાં જે હજી સુધી હયાતીમાં આવ્યો નથી, ને જેણે પૃથ્વી પર થતાં ભૂંડાં કૃત્યો જોયાં નથી, તેને હું વધારે [સુખી] ગણું છું.


જુઓ, મનુષ્યને માટે જે સારું ને શોભીતું મેં જોયું છે તે એ છે કે, ઈશ્વરે તેને આપેલા આયુષ્યના સર્વ દિવસોમાં ખાવું ને પીવું, અને પૃથ્વી પર જે બધી મહેનત તે ઉઠાવે છે તેમાં મોજમઝા માણવી; કેમ કે એ જ તેનો હિસ્‍સો છે.


પૃથ્વી પર જે વ્યર્થ જિંદગી ઈશ્વરે તને આપી છે તેમાં તારી પત્ની, જેના પર તું પ્રેમ રાખે છે, તેની સાથે તારા વ્યર્થતાના સર્વ દિવસો સુધી આનંદમાં રહે; કેમ કે આ તારી જિંદગીમાં તથા પૃથ્વી પર જે શ્રમ તું ઉઠાવે છે તેમાં એ તારો હિસ્સો છે.


પણ ઈશ્વરે તેને કહ્યું, “ઓ મૂર્ખ, આજે રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે; ત્યારે જે વસ્તુઓ તેં તૈયાર કરી છે તે કોની થશે?’


ઈશ્વરની મારા પર થયેલી કૃપા પ્રમાણે કુશળ મિસ્‍ત્રી તરીકે મેં પાયો નાખ્યો છે, અને તેના પર બીજો બાંધે છે. પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે. તે વિષે દરેકે સાવધ રહેવું.


Lean sinn:

Sanasan


Sanasan