Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 2:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 વળી જે કંઈ મારી નજરમાં પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તેથી હું પાછો હઠયો નહિ; મેં મારા મનને કોઈ પણ આનંદથી રોકયું નહિ, કેમ કે મારી સર્વ મહેનત [નું ફળ] જોઈને મારું મન આનંદ પામ્યું; અને મારી સર્વ મહેનતનું ફળ મને એ મળ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 મારી આંખોને જે કંઈ પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તે મેં પ્રાપ્ત કર્યું. કોઈપણ પ્રકારના આનંદપ્રમોદથી મેં મારી જાતને વંચિત રાખી નહિ. મારા પરિશ્રમનાં સર્વ કાર્યોનો એ મારો પુરસ્કાર હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 મને જે કંઈ મારી નજરમાં પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તેનાથી હું પાછો પડયો નહિ. મેં મારા હ્રદયને કોઈ પણ પ્રકારના આનંદથી રોક્યું નહિ, કેમ કે મારી સર્વ મહેનતનું ફળ જોઈને મારું મન પ્રસન્નતા પામ્યું, મારા સઘળા પરિશ્રમનો એ બદલો હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 મને જે પસંદ હતું તે મેં પ્રાપ્ત કર્યું. અને કોઇ પણ પ્રકારનાં આનંદથી મેં મારી જાતને રોકી નહિ. સખત પરિશ્રમમાં પણ મેં મારી જાતને રોકી નહિ. સખત પરિશ્રમમાં પણ મેં ઘણો આનંદ મેળવ્યો. આ આનંદ મારા સઘળા પરિશ્રમનો કેવળ બદલો હતો.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 2:10
21 Iomraidhean Croise  

અને તે વૃક્ષનું ફળ ખાવાને માટે સારું, ને જોવામાં સુંદર, ને જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ એવું એ વૃક્ષ છે, તે જોઈને સ્‍ત્રીએ ફળ તોડીને ખાધું; અને તેની સાથે પોતાનો પતિ હતો તેને પણ આપ્યું, ને તેણે ખાધું.


ઈશ્વરના દિકરાઓએ માણસોની દીકરીઓ જોઈ કે, તેઓ સુંદર છે. અને જે સર્વને તેઓએ પસંદ કરી તેઓમાંથી તેઓએ પત્નીઓ કરી.


મેં મારી આંખો સાથે કરાર કર્યો છે; મારે કુમારિકા પર નજર શા માટે કરવી જોઈએ?


વ્યર્થતામાંથી મારી દષ્ટિ ફેરવો; તમારા માર્ગ વિષે મને આતુર કરો.


તું તારે હાથે મહેનત કરીને ખાશે; તું સુખી થશે, અને તારું કલ્યાણ થશે.


જે કંઈ વિસાતનું નથી તે પર તું તારી દષ્ટિ ચોંટાડશે? કેમ કે દ્રવ્ય ગગનમાં ઊડી જનાર ગરૂડ પક્ષીના જેવી પાંખો નિશ્ચે ધારણ કરે છે.


હે જુવાન માણસ, તારી જુવાનીમાં તું આનંદ કર; અને તારી જુવાનીના દિવસોમાં તારું હ્રદય તને ખુશ રાખે. તારા હ્રદયના માર્ગોમાં તથા તારી આંખોની દષ્ટિ પ્રમાણે તું ચાલ; પણ તારે નકકી જાણવું કે, આ બધી બાબતો વિષે ઈશ્વર તારો ન્યાય કરશે.


મેં મારા મનમાં કહ્યું, “ચાલ ત્યારે, મોજથી હું તારી પરીક્ષા કરીશ; માટે મોજશોખ કરી લે.” આ પણ વ્યર્થતા હતી.


પોતાનું સર્વ કામ કરવામાં તથા પોતાના અંત:કરણનું મંથન કરવામાં માણસ પૃથ્વી ઉપર શ્રમ ઉઠાવે છે તેથી તેને શું ફળ મળે છે?


ખાવું, પીવું તથા પોતાના કામમાં પોતાના જીવને મોજ કરાવવી, એ કરતાં માણસને માટે બીજું કશું શ્રેષ્ઠ નથી. વળી મને માલૂમ પડયું કે એ ઈશ્વરના હાથથી જ મળે છે.


એ માટે મેં જોયું કે, માણસે પોતાનાં કામોમાં મગ્ન રહેવું તે કરતાં તેને માટે વધારે સારું બીજું કંઈ નથી; કેમ કે એ જ તેનો હિસ્સો છે; કેમ કે તેની પાછળ જે થશે તે તેને કોણ બતાવશે?


રૂપાનો લોભી રૂપાથી તૃપ્ત થશે નહિ; અને સમૃદ્ધિનો ચાહક સમૃદ્ધિથી સંતોષ પામશે નહિ. આ પણ વ્યર્થતા છે.


વળી તેનું આખું આયુષ્ય અંધકારમાં જાય છે, અને શોક, રોગ અને ક્રોધથી તે હેરાન થાય છે.


જુઓ, મનુષ્યને માટે જે સારું ને શોભીતું મેં જોયું છે તે એ છે કે, ઈશ્વરે તેને આપેલા આયુષ્યના સર્વ દિવસોમાં ખાવું ને પીવું, અને પૃથ્વી પર જે બધી મહેનત તે ઉઠાવે છે તેમાં મોજમઝા માણવી; કેમ કે એ જ તેનો હિસ્‍સો છે.


એટલે જેને પરમેશ્વર એટલું બધું દ્રવ્ય, સંપત્તિ તથા માન આપે છે કે તે જે કંઈ ઇચ્છે છે તે સર્વમાં તેના મનને કશી ખોટ રહે નહિ, તોપણ તેનો ઉપભોગ કરવાની શક્તિ પરમેશ્વર તેને આપતા નથી, પણ કોઈ પારકો માણસ તેનો ઉપભોગ કરે છે. આ પણ વ્યર્થતા તથા ભૂંડો રોગ છે.


ભટકતી ઇચ્છાઓ કરતાં આંખે જોવું તે વધારે સારું છે; એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.


તે ઉપરથી મેં વિનોદ કરવાની ભલામણ કરી, કેમ કે ખાવુંપીવું તથા મોજમઝા કરવી તેના કરતાં માણસને માટે પૃથ્વી કંઈ શ્રેષ્ઠ નથી; કેમ કે ઈશ્વરે તેને પૃથ્વી ઉપર જે આયુષ્ય આપ્યું છે તેના સર્વ દિવસોની મહેનત [ના ફળ] માંથી તેને એટલું જ મળશે.


તેમનો પ્રેમ તેમ જ તેમનાં દ્વેષ તથા ઈર્ષા હવે નષ્ટ થયાં છે; અને જે કંઈ કામ પૃથ્વી ઉપર થાય છે તેમાં હવે પછી કોઈ પણ કાળે તેઓને કંઈ હિસ્સો મળવાનો નથી.


પૃથ્વી પર જે વ્યર્થ જિંદગી ઈશ્વરે તને આપી છે તેમાં તારી પત્ની, જેના પર તું પ્રેમ રાખે છે, તેની સાથે તારા વ્યર્થતાના સર્વ દિવસો સુધી આનંદમાં રહે; કેમ કે આ તારી જિંદગીમાં તથા પૃથ્વી પર જે શ્રમ તું ઉઠાવે છે તેમાં એ તારો હિસ્સો છે.


કેમ કે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે.


તેણે આવીને પોતાનાં માતાપિતાને કહ્યું, “તિમ્નામાં પલિસ્તીઓની દીકરીઓમાં એક સ્‍ત્રી મેં જોઈ છે. તો હવે તેને મારી સાથે પરણાવો.”


Lean sinn:

Sanasan


Sanasan