Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 12:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે, અને ઈશ્વરે જે આત્મા આપ્યો તે તેની પાસે પાછો જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 ત્યારે આપણું શરીર માટીમાં મળી જશે અને ઈશ્વરે આપેલો આત્મા તેની પાસે પાછો જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે, અને ઈશ્વરે જે આત્મા આપેલો હશે તે તેમની પાસે પાછો જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 અને તારી કાયા જેમ અગાઉ હતી તેવી જ પાછી ધૂળ થઇ જશે, અને દેવે તને જે આપેલો તે આત્મા તેમની પાસે પાછો જશે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 12:7
23 Iomraidhean Croise  

અને ઇબ્રાહિમ બોલ્યો, “જો હવે હું ધૂળ તથા રાખ છતાં પ્રભુની આગળ બોલવાની હિંમત ધરું છું:


અને યહોવા ઈશ્વરે ભૂમિની માટીનું માણસ બનાવ્યું, ને તેનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ ફૂંક્યો; અને માણસ સજીવ પ્રાણી થયું.


તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે, કેમ કે તું તેમાંથી લેવાયો હતો; અને તું ધૂળ છે, ને પાછો ધૂળમાં મળી જશે.”


તેનામાં જુવાનીનું જોર છે, પણ તે તેની સાથે ધૂળમાં મળી જશે.


અને તમે મારા અપરાધોની ક્ષમા કેમ કરતા નથી, અને મારો અન્યાય દૂર કરતા નથી? હવે હું ધૂળ ભેગો થઈશ; તમે મને ખંતથી શોધશો, પણ હું હોઈશ જ નહિ.”


કેમ કે તે આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળના છીએ એવું તે સંભારે છે.


તમે તમારું મુખ સંતાડો છો ત્યારે તેઓ ગભરાઈ જાય છે; તેઓનો પ્રાણ તમે લઈ લો છો, એટલે તેઓ મરે છે, અને પાછાં ધૂળમાં મળી જાય છે.


તેનો પ્રાણ નીકળી જાય છે, [તેનું શરીર] ભૂમિમાં પાછું મળી જાય છે; તે જ દિવસે તેની ધારણાઓનો નાશ થાય છે.


મિથ્યા વાત પર લક્ષ આપનારાઓને હું ધિક્કારું છું; પણ હું યહોવા પર ભરોસો રાખું છું.


તમે માણસને ધૂળમાં પાછું મેળવી દો છો; અને કહો છો, “હે મનુષ્યપુત્રો પાછા ફરો.”


કેમ કે હું સદા વિવાદ કરનાર નથી, ને સર્વકાળ રોષ રાખનાર નથી; રખેને મેં જે આત્માને તથા જે જીવોને પેદા કર્યા છે, તેઓ મારી આગળ નિર્ગત થઈ જાય.


તે માટે સિદકિયા રાજાએ યર્મિયાને ગુપ્ત રીતે કહ્યું, “આપણો આ જીવ ઉત્પન્ન કરનાર જીવતા યહોવાના સમ કે, હું તને મારી નાખીશ નહિ, ને જે માણસો તારો જીવ લેવા શોધે છે તેઓના હાથમાં તને સોંપીશ નહિ.”


અને જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે તેઓમાંના ઘણા જાગી ઊઠશે, કેટલાક અનંતજીવનમાં [દાખલ થશે] અને કેટલાક અનંતકાળ સુધી લજ્જિત અને ધિક્કારપાત્ર થશે.


ઈઝરાયલ વિષે યહોવાના વચનરૂપી ઈશ્વરવાણી. આકાશોને વિસ્તારનાર, પૃથ્વીનો પાયો નાખનાર તથા મનુષ્યોની અંદરના આત્માના સરજનહાર યહોવા કહે છે,


અને તેઓએ ઊંધા પડીને કહ્યું, “હે ઈશ્વર, સર્વ દેહના આત્માઓના ઈશ્વર, શું એક માણસ પાપ કરે, તેથી તમે સમગ્ર પ્રજા પર કોપાયમાન થશો?”


“યહોવા, જે સર્વ દેહધારીઓના આત્માઓનો ઈશ્વર, તે લોકો ઉપર એક માણસને ઠરાવે,


ઈસુએ મોટી બૂમ પાડીને કહ્યું, “ઓ પિતા, હું મારો આત્મા તમારા હાથમાં સોંપું છું;” એમ કહીને તેમણે પ્રાણ છોડ્યો.


તેઓ સ્તેફનને પથરા મારતા હતા ત્યારે તેણે [પ્રભુની] પ્રાર્થના કરીને કહ્યું, “ઓ પ્રભુ, ઈસુ, મારા આત્માનો અંગીકાર કરો.”


પ્રથમ જન્મેલા જેઓનાં નામ આકાશમાં લખેલાં છે તેઓની સાર્વજનિક સભા તથા મંડળીની પાસે, અને સહુનો ન્યાય કરનાર ઈશ્વરની પાસે, અને સંપૂર્ણ થયેલા ન્યાયીઓના આત્માઓની પાસે,


વળી આપણાં શરીરોના પિતાઓ આપણને શિક્ષા કરતા હતા, અને આપણે તેઓનું માન રાખતા હતા, તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેમને આધીન ન રહીએ અને જીવીએ?


Lean sinn:

Sanasan


Sanasan