Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 12:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 [કેમ કે પછી] સૂર્ય તથા પ્રકાશ, ચંદ્ર તથા તારા અંધકારમાં જતા રહેશે, અને વરસાદ પછી વાદળાં પાછાં આવશે:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 કારણ, તે પછી તો સૂર્ય અને પ્રકાશ, ચંદ્ર અને તારા અંધકારમાં જતા રહેશે અને વાદળાં વરસી વરસીને પાછાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પછી ચંદ્ર, સૂર્ય અને તારાઓ અંધકારમાં જતા રહેશે, અને વરસાદ પછી વાદળાં પાછાં ફરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 જ્યારે તારી આંખો ચંદ્ર, સૂરજ અને તારાઓ જોવા ખૂબજ નિર્બળ બનશે, અને જ્યારે વાદળો વરસાદ લઇ પાછા ફરશે ત્યારે તું તેમને યાદ કરી શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 12:2
15 Iomraidhean Croise  

અને એમ થયું કે ઇસહાક વૃધ્ધ થયો, ને તેની આંખનું તેજ એટલું બધું ફાટી ગયું કે તે દેખી શકતો ન હતો, ત્યારે તેણે પોતાના મોટા દિકરા એસાવને બોલાવીને કહ્યું, “મારા દિકરા એસાવને બોલાવીને કહ્યું, “મારા દિકરા;” અને તેણે કહ્યું; હું આ રહ્યો.”


હવે ઇઝરાયલની આંખો ઘડપણને લીધે ઝાંખી પડી હતી, તેને સૂઝતું નહોતું. અને યૂસફ તેઓને તેની પાસે લાવ્યો; અને યાકૂબે તેઓને ચૂમ્યા, ને તેઓને ગળે વળગ્યો.


તમારા ધોધના અવાજથી ઊંડાણને ઊંડાણ હાંક મારે છે; તમારાં સર્વ મોજાં તથા છોળો મારા પર ફરી વળ્યાં છે.


તમે અમને ખેદજનક ઘણાં સંકટો દેખાડ્યાં છે, તમે અમોને ફરીથી સજીવ કરશો, અને પૃથ્વીનાં ઊંડાણોથી તમે અમને પાછા કાઢી લાવશો.


હે ઈશ્વર, પાણીએ તમને જોયા; પાણી તમને જોઈને બીધું; ઊંડાણો પણ ધ્રુજ્યાં.


અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય, તોપણ તેઓનો ગર્વ શ્રમ તથા દુ:ખમાત્ર છે; કેમ કે તે વહેલી થઈ રહે છે, અને અમે ઊડી જઈએ છીએ.


આકાશના તારાઓ તથા નક્ષત્રો પ્રકાશ આપશે નહિ; સૂર્ય ઊગતાં જ અંધરાશે, ને ચંદ્રનો પ્રકાશ પડશે નહિ.


ને દિવસે તેના પર તે સમુદ્રના ઘુઘવાટની જેમ ઘૂરકશે; અને જો કોઈ તે દેશને ધારીને જોશે, તો જ્યાં જુઓ ત્યાં અંધકાર તથા વિપત્તિ દેખાશે, ને આકાશમાં પ્રકાશને સ્થાને અંધકાર દેખાશે.


સૂર્ય તથા ચંદ્ર અંધરાય છે, તારાઓનો પ્રકાશ ઝાંખો પડ્યો છે.


અને તે દિવસોની વિપત્તિ પછી સૂરજ તરત અંધકારરૂપ થઈ જશે, ને ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે, ને આકાશથી તારા ખરશે, ને આકાશનાં પરાક્રમો હલાવાશે.


એ અરસામાં એમ બન્યું કે એલી પોતાની જગાએ સૂતો હતો, [હવે તેની આંખો ઝાંખી થવા લાગવાથી તેને સૂઝતું નહોતું.]


હવે એલી તો અઠ્ઠાણું વર્ષની વયનો હતો. તેની આંખો એટલી ઝાંખી પડી ગઈ હતી કે તેને સૂઝતું નહોતું.


અને એમ થયું કે જ્યારે તેણે ઈશ્વરના કોશનું નામ દીધું ત્યારે [એલી] દરવાજાની બાજુ પાસેના આસન પરથી‍ ચત્તોપાટ પડી ગયો, તેની ગરદન ભાંગી ગઈ, ને તે મરણ પામ્યો; કેમ કે તે વૃદ્ધ તથા શરીરે ભારે હતો. તેણે ચાળીસ વર્ષ સુધી ઇઝરાયલીઓનો ન્યાય કર્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan