Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 11:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તારું અન્ન પાણી પર નાખ, કેમ કે ઘણા દિવસો પછી તે તને [પાછું] મળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 દરિયાપારના દેશો સાથેના વેપારમાં તારાં નાણાં રોક અને એક દિવસ તને સારો લાભ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 તારું અન્ન પાણી પર નાખ, કેમ કે ઘણાં દિવસો પછી તે તને પાછું મળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 તારી રોટલી પાણી પર નાખ, કારણ કે ઘણા દિવસો પછી તે તને પાછી મળશે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 11:1
21 Iomraidhean Croise  

મધ, માખણ, ઘેટાં તથા ગાયનું પનીર દાઉદને તથા તેની સાથેના લોકને ખાવા માટે લાવ્યા; કેમ કે તેઓએ કહ્યું, “આ લોકો રાનમાં ભૂખ્યા, થાકેલા તથા તરસ્યા છે.”


દુષ્ટની કમાણી ઠગારી છે; પણ નેકીનું બીજ વાવનારને ખચીત બદલો [મળે છે].


ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે, તે તેને તેના સુકૃત્યનો બદલો આપશે.


ઉદાર દષ્ટિના માણસ પર આશીર્વાદ ઊતરશે; કેમ કે તે પોતાના અન્‍નમાંથી દરિદ્રીને આપે છે.


સવારમાં બી વાવ, ને સાંજે તારો હાથ પાછો ખેંચી ન રાખ; કેમ કે આ સફળ થશે કે, તે સફળ થશે તે તું જાણતો નથી.


શોધવાનો સમય અને ખોવાનો સમય; રાખવાનો સમય અને નાખી દેવાનો સમય;


તમે જેઓ સર્વ પાણીની પાસે વાવો છો, ને બળદ તથા ગધેડાને [છૂટથી ફરવા] મોકલો છો, તે તમને ધન્ય છે.


પણ ઉદાર ઉદારતા યોજે છે; અને ઉદારપણામાં તે સ્થિર રહેશે.


અને પાંચમે વર્ષે તમારે તેનું ફળ ખાવું, એ માટે કે તે તમને વધારે ફળ આપે; હું યહોવા તમારો ઈશ્વર છું.


અને જો તે ઘર યોગ્ય હોય તો તમારી કુશળતા તેના પર આવશે, પણ જો તે યોગ્ય નહિ હોય તો તમારી કુશળતા તમારા પર પાછી આવશે.


અને હું તમને ખચીત કહું છું કે શિષ્ય તરીકે જે કોઈ આ નાનામાંના એકને માત્ર ઠંડા પાણીનું પ્યાલું પીવાને આપે, તે તેનું ફળ પામ્યા વિના રહેશે જ નહિ.”


તેમ જ જેને બે, તે પણ બીજા બે કમાયો.


ત્યારે રાજા તેઓને ઉત્તર આપશે, હું તમને ખચીત કહું છું, આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું.’


તેથી તમે ધન્ય થશો; કેમ કે તમને બદલો આપવાને તેઓની પાસે કંઈ નથી; પણ ન્યાયીઓના પુનરુત્થાનમાં તમને બદલો આપવામાં આવશે.”


પણ આટલું [તો ખરું છે] કે, જે કૃપણતાથી વાવે છે તે લણશે પણ કૃપણતાથી; અને જે ઉદારતાથી વાવે છે, તે લણશે પણ ઉદારતાથી.


કેમ કે ઈશ્વર તમારા કામને તથા તેમના નામ પ્રત્યે તમે જે પ્રેમ બતાવ્યો છે, અને સંતોની જે સેવા કરી છે, અને હજુ કરો છો, તેને વીસરે એવા અન્યાયી નથી.


Lean sinn:

Sanasan


Sanasan