Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 10:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 જે ખાડો ખાદે છે તે જ તેમાં પડશે; અને જે વાડમાં છીંડું પાડે છે તેને સાપ કરડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 ખાડો ખોદનાર જ તેમાં પડે છે અને દીવાલ તોડનારને જ સાપ કરડે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જે ખાડો ખોદે છે તે જ તેમાં પડે છે અને જે વાડમાં છીંડું પાડે છે તેને સાપ કરડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 જે ખાડો ખોદે છે તે જ તેમાં પડે છે! અને જે વાડમાં છીંડુ પાડે છે તેને સાપ કરડે છે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 10:8
13 Iomraidhean Croise  

અને અહિથોફેલે જોયું કે, ‘મારી સલાહ પ્રમાણે કરવામાં આવ્યું નથી, ’ ત્યારે તેણે પોતાના ગધેડા પર જીન બાંધ્યું, ને તે ઊઠીને પોતાના ગધેડા પર જીન બાંધ્યું, ને તે ઊઠીને પોતાના નગરમાં પોતને ઘેર ગયો, ને ઘરની વ્યવસ્થા કરીને ફાંસો ખાઈને મરી ગયો. અને તેને તેના પિતાની કબરમાં દાટવામાં આવ્યો.


પછી યોઆબના શસ્‍ત્રવાહક દશ જુવાન માણસોએ ચારેતરફ વીંટળાઈ વળીને આબ્શાલોમને મારીને તેને ઠાર કર્યો.


એમ જે ફાંસી હામાને મોર્દખાયને માટે તૈયાર કરી હતી, તેના પર તેઓએ હામાનને જ ફાંસી આપી. ત્યાર પછી રાજાનો ક્રોધ શમી ગયો.


તેઓએ મારા પગને ગૂંચવવા માટે જાળ પાથરી છે; મારો આત્મા નમી ગયો છે; તેઓએ મારી આગળ ખાડો ખોદ્યો છે, તેમાં તેઓ પોતે પડી ગયા છે. (સેલાહ)


પ્રામાણિક માણસો પોતાની નેકીથી બચી જશે; પણ કપટ કરનારાઓ તેમની પોતાની જ [યોજનામાં] સપડાઈ જશે.


જે [બીજાને માટે] ખાડો ખોદે તે પોતે તેમાં પડશે; અને જે કોઈ [બીજાની તરફ] પથ્થર ગબડાવે તે તેના પર જ પાછો આવશે.


જે પથ્થર ખસેડશે તેને તે વાગશે; અને લાકડાં ચીરનાર લાકડાંથી જ જોખમમાં પડે છે.


[તે તો] જેમ કોઈ માણસને સિંહ પાસેથી નાસી જતાં રીંછની ભેટ થઈ જાય, અને ઘરમાં ભરાઈ જઈને પોતાનો હાથ ભીંતે ટેકવતાં તેને સાપ કરડે, તેવો છે.


જો તેઓ કાર્મેલના શિખર પર સંતાઈ જાય, તોપણ હું તેઓને ત્યાંથી શોધી કાઢીશ. અને મારી નજર આગળથી તેઓ સમુદ્રને તળિયે સંતાઈ જાય, તોપણ ત્યાં હું સર્પને આજ્ઞા કરીશ, એટલે તે તેઓને કરડશે.


પછી તે ઓફ્રામાં પોતાના પિતાને ઘેર ગયો, ને યરુબાલના દીકરાઓને, એટલે પોતાના સિત્તેર ભાઈઓને, એક શિલા પર મારી નાખ્યા. પણ યરુબાલનો સૌથી નાનો દીકરો યોથામ બચી ગયો, કેમ કે તે સંતાઈ ગયો હતો.


Lean sinn:

Sanasan


Sanasan