Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 1:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 સર્વ વસ્તુઓ પૂરો કંટાળો આપનારી છે; મનુષ્ય તેનું વર્ણન કરવાને અશક્ત છે; જોવાથી આંખ તૃપ્ત થતી નથી, અને સાંભળવાથી કાન ધરાતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 સર્વ વસ્તુઓ શબ્દોમાં વર્ણવી ન શકાય તેટલી કંટાળાજનક છે. આંખ જોઈ જોઈને પણ ધરાતી નથી અને કાન સાંભળી સાંભળીને પણ ધરાતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 બધી જ વસ્તુઓ કંટાળાજનક છે તેનું પૂરું વર્ણન મનુષ્ય કરી શકે તેમ નથી. ગમે તેટલું જોવાથી આંખો થાકતી નથી અને સાંભળવાથી કાન સંતુષ્ટ થતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 બધી જ વસ્તુઓ કંટાળાજનક છે; તેનું પૂરું વર્ણન મનુષ્ય કરી શકે તેમ નથી. ગમે તેટલું જોવાથી આંખો થાકતી નથી અને કાન પૂરેપૂરું સાંભળતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 1:8
16 Iomraidhean Croise  

મારા બિછાના પર તમે મને યાદ આવો છો, અને હું રાતને પહોરે તમારું ધ્યાન ધરું છું ત્યારે,


જેમ શેઓલ અને વિનાશ કદી તૃપ્ત થતાં નથી; તેમ માણસની આંખો કદી તૃપ્ત થતી નથી.


સર્વ નદીઓ વહીને સમુદ્રમાં પડે છે, તોપણ સમુદ્ર ભરાઈ જતો નથી; જે જગાએ નદીઓ જાય છે ત્યાંથી તેઓ પાછી આવે છે.


ત્યારે જે બધાં કામો મેં મારે હાથે કર્યાં હતાં તે પર, અને જે મહેનત કરવાનો શ્રમ મેં ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી; તો એ સર્વ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું દેખાયું અને પૃથ્વી ઉતર મેન કંઈ લાભ જણાયો નહિ.


કેમ કે જે માણસ પર [ઈશ્વર] પ્રસન્ન છે તેને [તે] બુદ્ધિ, જ્ઞાન તથા આનંદ આપે છે; પણ પાપીને તે [ફોકટ] પરિશ્રમ આપે છે, જેથી ઈશ્વરને રાજી કરનારને આપવા માટે તેઓ ઢગલેઢગલા સંગ્રહ કરીને આપે. એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.


માણસ એકલું હોય, ને તેને બીજું કોઈ [સગુંવહાલું] ન હોય; હા, તેને દીકરો પણ ન હોય તેમ ભાઈયે ન હોય; તે છતાં તેને મહેનતનો પાર નથી, અને દ્રવ્યથી તેની આંખો તૃપ્ત થતી નથી, [તે વિચારતો નથી કે,] હું તે કોને માટે મહેનત ઉઠાવું છું, ને મારા જીવને દુ:ખી કરું છું? એ પણ વ્યર્થતા છે, હા, દારુણ દુ:ખ છે.


મનુષ્યની બધી મહેનત તેના પેટને માટે છે, તથાપિ તેની ક્ષુધા તૃપ્ત થતી નથી.


“તમે ઘણાની આશા રાખતા હતા, પણ જુઓ, પરિણામે થોડું જ મળ્યું, અને જ્યારે તમે તેને ઘેર લાવ્યા, ત્યારે મેં તેને ફૂંક મારીને ઉડાવી દીધું, એનું કારણ શું?” એવું સૈન્યોના [ઈશ્વર] યહોવા પૂછે છે. “કારણ તો એ છે કે, તમે સર્વ પોતપોતાને ઘેર દોડતા જાઓ છો, ને તે દરમિયાન મારું ઘર તો ઉજ્જડ પડી રહ્યું છે.


ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સર્વ મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ.


જેઓને ‍ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે.


Lean sinn:

Sanasan


Sanasan