Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 1:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પૃથ્વી ઉપર જે કાર્યો બને છે તે સર્વની જ્ઞાનથી શોધ કરવાને તથા તેમનું રહસ્ય સમજવાને મેં મારું મન લગાડયું. એ કષ્ટમય શ્રમ ઈશ્વરે માણસોને કેળવવાના સાધન તરીકે આપ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 પૃથ્વી પર કરાતાં કાર્યોનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરવા અને તેમનું રહસ્ય સમજવા મેં મારું મન લગાડયું છે. ઈશ્વરે મનુષ્યોને કાર્યરત રાખવા કષ્ટદાયક બોજ આપ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પૃથ્વી પર જે કંઈ બને છે તેની શોધ કરવા અને સમજવા મેં મારા ડહાપણને લગાડ્યું તો એ સમજાયું કે કષ્ટમય શ્રમ ઈશ્વરે માણસને કેળવવાના સાધન તરીકે આપ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 વિશ્વમાં જે કાંઇ બને છે તેની શોધ કરવા અને સમજવા મે મારા ડહાપણને રોકી રાખ્યું. દેવે મનુષ્યને કરવા માટે એ કષ્ટમય શ્રમ આપ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 1:13
22 Iomraidhean Croise  

તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે, કેમ કે તું તેમાંથી લેવાયો હતો; અને તું ધૂળ છે, ને પાછો ધૂળમાં મળી જશે.”


[માણસ] અંધકારને સીમા ઠરાવે છે, અને ગાઢ અંધકારના તથા મૃત્યુછાયાના પથ્થરો છેક છેડા સુધી શોધી કાઢે છે.


યહોવાનાં કૃત્યો મહાન છે, તેથી આનંદ માનનારાઓ તેઓને શોધી કાઢે છે.


જે જુદો પડે છે તે પોતાની ઇચ્છા સાધવા મથે છે, તે રીસથી સર્વ સુજ્ઞાનની વિરુદ્ધ થાય છે.


ડાહ્યાનું હ્રદય ડહાપણ પ્રાપ્ત કરે છે; અને જ્ઞાની જ્ઞાન સાંભળવા મથે છે.


મારા દીકરા, તારું અંત:કરણ મને સોંપી દે, અને તારી આંખો મારા માર્ગોમાં મગ્ન રહો.


કોઈ બાબત ગુપ્ત રાખવી એમાં ઈશ્વરનો મહિમા છે; પણ કોઈ વાતનો પત્તો ખોળી કાઢવો એમાં રાજાનું ગૌરવ છે.


જ્ઞાન એ જ મુખ્ય વસ્તુ છે; તેથી તે પ્રાપ્ત કર; તારી બધી કમાણી ઉપરાંત બુદ્ધિ પ્રાપ્ત કર.


વળી મેં મારું મન જ્ઞાન સમજવામાં અને ઘેલાપણું તથા મૂર્ખાઈ સમજવામાં લગાડયું; તો મને માલૂમ પડયું કે એ પણ પવનમાં બાચકા ભરવા જેવું છે.


વાયુની ગતિ શી છે, તથા ગર્ભવતીના ઉદરમાં હાડકાં કેવી રીતે [વધે છે] તે જેમ તું નથી જાણતો, તેમ જ ઈશ્વર જે કંઈ કાર્ય કરે છે તે બધું તું જાણતો નથી.


વળી મારા દીકરા, શિખામણ માન:ઘણાં પુસ્તકો રચવાનો કંઈ પાર નથી; અને અતિ વિદ્યાભ્યાસથી શરીર થાકી જાય છે.


કેમ કે તેના સર્વ દિવસો શોકમય તથા તેનો પરિશ્રમ દુ:ખરૂપ છે! રાત્રે પણ તેનું મન વિશ્રાંતિ ભોગવતું નથી, એ પણ વ્યર્થતા છે.


કેમ કે જે માણસ પર [ઈશ્વર] પ્રસન્ન છે તેને [તે] બુદ્ધિ, જ્ઞાન તથા આનંદ આપે છે; પણ પાપીને તે [ફોકટ] પરિશ્રમ આપે છે, જેથી ઈશ્વરને રાજી કરનારને આપવા માટે તેઓ ઢગલેઢગલા સંગ્રહ કરીને આપે. એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.


જે કષ્ટમય શ્રમ ઈશ્વરે મનુષ્યોને કેળવવાના સાધન તરીકે આપ્યો છે તે મેં જોયો છે.


ઈશ્વરે દરેક વસ્તુને તેને સમયે સુંદર બનાવી છે! વળી ઈશ્વરે માણસોનાં હ્રદયમાં સનાતનપણું એવી રીતે મૂક્યું છે કે આદિથી તે અંત સુધી ઈશ્વરે જે કંઈ કર્યું છે તેનો માણસ પાર પામી શકે નહિ.


વળી મેં બધી મહેનત તથા ચતુરાઈનું દરેક કામ જોયું, [ને એ પણ જોયું] કે એને લીધે પડોશી પડોશીની ઈર્ષા કરે છે. એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.


માણસ એકલું હોય, ને તેને બીજું કોઈ [સગુંવહાલું] ન હોય; હા, તેને દીકરો પણ ન હોય તેમ ભાઈયે ન હોય; તે છતાં તેને મહેનતનો પાર નથી, અને દ્રવ્યથી તેની આંખો તૃપ્ત થતી નથી, [તે વિચારતો નથી કે,] હું તે કોને માટે મહેનત ઉઠાવું છું, ને મારા જીવને દુ:ખી કરું છું? એ પણ વ્યર્થતા છે, હા, દારુણ દુ:ખ છે.


હું ફર્યો, અને જ્ઞાન મેળવવાને, તેને ખોળી કાઢવાને તથા તેના મૂળ કારણની શોધ કરવાને અને દુષ્ટતા તે જ મૂર્ખાઈ છે, તથા મૂર્ખાઈ તે જ ગાંડપણ છે, એ જાણવા માટે મેં મારું મન [લગાડયું] ;


આ બધું મેં જોયું છે, અને પૃથ્વી પર જે દરેક કામ થાય છે તે પર મેં મારું અંત:કરણ લગાડયું છે; એવો એક વખત આવે છે કે જેમાં કોઈ માણસ બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે.


એ વાતોની ખંત રાખજે. તેઓમાં તલ્‍લીન રહેજે કે, તારી પ્રગતિ સર્વના જાણવામાં આવે.


Lean sinn:

Sanasan


Sanasan