Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 9:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 એ માટે નક્કી જાણ કે તારા ન્યાયીપણાને લીધે યહોવા તારા ઈશ્વર આ ઉત્તમ દેશ તને નથી આપતા. કેમ કે તું તો હઠીલી પ્રજા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 આટલું તો સમજો કે તમારી નેકીને લીધે તમારા ઈશ્વર પ્રભુ તમને એ ફળદ્રુપ દેશનો કબજો લેવા દેતા નથી. કારણ, તમે તો હઠીલી પ્રજા છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 એ માટે નક્કી જાણ કે તારા ન્યાયીપણાને લીધે યહોવાહ તારા ઈશ્વર આ ઉતમ દેશ તને નથી આપતા કેમ કે તમે તો હઠીલી પ્રજા છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તમે સમજી લેજો કે તમાંરા કોઈ પુણ્યને લીધે યહોવા તમને આ સમૃદ્ધ ભૂમિનો કબજો આપતો નથી, કારણ, તમે તો હઠીલી પ્રજા છો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 9:6
19 Iomraidhean Croise  

તમારા પિતૃઓની જેમ તમે હઠીલા ન થાઓ; પણ યહોવાને આધીન થાઓ, ને તેમનું પવિત્રસ્થાન જે તેમણે સદાને માટે પવિત્ર કર્યું છે, તેમાં પ્રવેશ કરીને તમારા ઈશ્વર યહોવાની સેવા કરો કે, જેથી તેમનો ઉગ્ર કોપ તમારા પરથી દૂર થાય.


નબૂખાદનેસ્સાર રાજાએ તેને ઈશ્વરના સોગન ખવડાવ્યા હતા, તોપણ તેની સામે તેણે બળવો કર્યો; તેણે પોતાની ગરદન અક્કડ કરીને ઇઝરાયલના ઈશ્વર યહોવાની ઉપાસના નહિ કરવાને પોતાનું અંત:કરણ કઠણ કર્યું.


વળી પોતાના પિતૃઓના જેવી હઠીલી તથા ફિતૂરી પેઢી કે, જે ઓએ પોતાનાં હ્રદય તૈયાર રાખ્યાં નહિ, અને પોતાનો આત્મા ઈશ્વર પર દઢ રાખ્યો નહિ. [તેમના જેવા] તેઓ ન થાય.


અને યહોવાએ મૂસાને કહ્યું, “મેં આ લોકોને જોયા છે ને જો, તે તો હઠીલા લોકો છે.


એટલે દૂધ તથા મધની રેલમછેલવાળા દેશમાં જા. તું તો હઠીલી પ્રજા છે, માટે હું તારી મધ્યે ચાલીશ નહિ, રખેને હું રસ્તામાં તારો સંહાર કરું.”


અને તેણે કહ્યું, “હે યહોવા, જો હું તમારી દષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરીને યહોવા અમારી મધ્યે ચાલે; કેમ કે આ લોક તો હઠીલા છે. અને અમારો અન્યાય તથા અમારું પાપ માફ કરો, ને અમોને તમારો વારસો કરી લો.”


એ પુત્રો ઉદ્ધતને કઠણ હ્રદયના છે; હું તને તેમની પાસે મોકલું છું. તારે તેઓને કહેવું, ‘પ્રભુ યહોવા આમ કહે છે.’


પ્રભુ યહોવા કહે છે કે, હે ઇઝરાયલ લોકો, જ્યારે મારા નામની ખાતર હું તમને તમારાં ભૂંડાં આચરણ પ્રમાણે તેમ જ તમારાં ભ્રષ્ટ કૃત્યો પ્રમાણે [શિક્ષા] નહિ કરું, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.”


એ માટે ઇઝરાયલ લોકોને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, હે ઇઝરાયલના વંશજો, હું [એ] તમારી ખાતર [નથી કરતો] , પણ મારા પવિત્ર નામની ખાતર કરું છું. જો કે જે પ્રજાઓમાં તમે ગયા તેઓમાં તમે [મારા નામને] બટ્ટો લગાડ્યો છે.


ઓ હઠીલાઓ અને બેસુન્‍નત મન તથા કાનવાળાઓ તમે સદા પવિત્ર આત્માની સામા થાઓ છો. જેમ તમારા પૂર્વજોએ કર્યું તેમ જ તમે પણ કરો છો.


માટે તમે તમારા હ્રદયની સુન્‍નત કરો, અને આજથી હઠીલાપણું છોડી દો.


અને મેં તે સમયે તમને એવી આજ્ઞા આપી, કે યહોવા તમારા ઈશ્વરે તમને આ દેશ વતન કરી લેવા માટે આપ્યો છે, તમે સર્વ શૂરવીર પુરુષો શસ્‍ત્રસજ્જિત થઈને તમારા ભાઈઓની એટલે [બાકીના] ઇઝરાયલીઓની આગળ પેલી બાજુ જાઓ,


કેમ કે હું તારું બંડ તથા તારી હઠીલાઈ જાણું છું. જેઓ, હું આજે હજી તો જીવતો તથા તમારી મધ્યે હયાત છું, તેમ છતાં તમે યહોવાની સામે બંડખોર થયા છો, તો મારા મરણ પછી કેલા વિશે થશો!


વળી યહોવાએ મને કહ્યું, ‘મેં આ પ્રજાને જોઈ લીધી છે, ને જો, એ તો હઠીલી પ્રજા છે.


જ્યારથી મારે તમારી સાથે ઓળખાણ થઈ ત્યારથી યહોવાની સામે તમે બંડખોર ઠરી ચૂક્યા છો.


Lean sinn:

Sanasan


Sanasan