Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 9:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 માટે આજે જાણ કે ખાઈ નાખનાર અગ્નિની જેમ તારી આગળ પેલી બાજુ જનાર તે યહોવા તારા ઈશ્વર છે. તે તેઓનો નાશ કરશે, ને તે તેઓને તારી આગળ નીચા પાડશે, અને તેથી જેમ યહોવાએ તને કહ્યું છે તેમ તું મને હાંકી કાઢશે, ને જલદી તેઓનો નાશ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 પરંતુ આજે તમને ખબર પડશે કે તમારા ઈશ્વર પ્રભુ પોતે ભસ્મ કરી નાખનાર અગ્નિની જેમ તમારી આગળ આગળ જશે. જેમ જેમ તમે આગેકૂચ કરશો તેમ તેમ ઈશ્વર પોતાના વચન પ્રમાણે તે પ્રજાઓનો પરાજય કરશે અને તેમને નમાવશે, જેથી તમે તેમને હાંકી કાઢીને તેમનો સત્વરે વિનાશ કરશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 માટે આજે જાણ કે ખાઈ નાખનાર અગ્નિરૂપે તમારી આગળ પેલે પાર જનાર તો યહોવાહ તમારા ઈશ્વર છે. તે એ લોકોનો નાશ કરશે. અને તે તેઓને નીચા પાડશે; અને યહોવાહના વચન અનુસાર તમે તેઓને કાઢી મૂકશો તેમ જ જલ્દી તેઓનો નાશ કરશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેથી તમે સમજી લેજો કે આજે તમાંરા દેવ યહોવા સ્વયં સર્વભક્ષી અગ્નિરૂપે તમાંરા સૌની આગળ રહીને જશે. અને તે એ લોકોનો વિનાશ કરશે. અને યહોવાના વચન અનુસાર તમે તેઓને હાંકી કાઢવા તેમજ તરત હરાવવા સમર્થ બનશો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 9:3
34 Iomraidhean Croise  

કેમ કે મારો દૂત તારી આગળ ચાલશે, ને અમોરી તથા હિત્તી તથા પરીઝી તથા કનાની, હિવ્વી તથા યબૂસી લોકની પાસે તે તને લઈ જશે; અને હું તેઓને નષ્ટ કરીશ.


અને ઇઝરાયલીઓની દષ્ટિમાં યહોવાના ગૌરવનો દેખાવ પર્વતના શિખર ઉપર ખાઈ જનાર અગ્નિ જેવો હતો.


મારામાં ક્રોધ નથી; યુદ્ધમાં ઝાંખરાં તથા કાંટા મારી સામે હોત તો કેવું સારું! તો તેમની સામે કૂચ કરીને હું તેઓને એકત્ર બાળી નાખત.


જુઓ, યહોવા પોતે બળતા રોષ તથા ગોટેગોટા ઊડતા ધુમાડા સાથે દૂરથી આવે છે! તેમના હોઠો કોપથી ભરેલા છે, ને તેમની જીભ બળતા અગ્નિ સરખી છે.


યહોવા પોતાની વિજયી ગર્જના સંભળાવશે, ને ઉગ્ર કોપથી, બળતા અગ્નિની જ્વાળાથી, આંધીથી, મુશળધાર વરસાદથી તથા કરાથી તે પોતાના ભુજનું ઊતરી પડવું દેખાડશે.


કેમ કે પૂર્વકાળથી દફનસ્થાન તૈયાર કરી રાખેલું છે; હા, તે રાજાને માટે તૈયાર કરેલું છે; તેણે તેને ઊંડું તથા પહોળું કર્યું છે; એની ચિતામાં અગ્નિ તથા પુષ્કળ લાકડાં છે! યહોવાનો શ્વાસ ગંધકના પ્રવાહની જેમ તેને સળગાવે છે.


સિયોનમાં પાપીઓ ભયભીત થયા છે; અધર્મિઓને ધ્રૂજારી ચઢી છે. “આપણામાંનો કોણ બાળી નાખનાર અગ્નિ સાથે વાસો કરશે? આપણામાંનો કોણ સદા બળતી આગ સાથે વાસો કરશે?


છીડું પાડનાર તેઓની આગળ નીકળી ગયો છે. તેઓ ધસારાબંધ દરવાજા સુધી ચાલી જઈને તેમાં થઈને બહાર નીકળ્યા છે. તેઓનો રાજા તેઓની આગળ ચાલ્યો ગયો છે, ને યહોવા તેમનો આગેવાન છે.


પછી તેમણે લોકોને પાસે બોલાવીને કહ્યું, “સાંભળો તથા સમજો.


અને લોકોને પોતાની પાસે ફરી બોલાવીને તેમણે તેઓને કહ્યું, “તમે સહુ મારું સાંભળો તથા સમજો.


તો એ વાતો પરથી આપણે શું અનુમાન કરીએ? જો ઈશ્વર આપણા પક્ષના છે તો આપણી સામો કોણ?


એ માટે અણસમજુ ન થાઓ, પણ પ્રભુની ઇચ્છા શી છે તે સમજો.


યહોવા તમારા ઈશ્વર જે તમારી આગળ ચાલે છે, તે તમારા માટે યુદ્ધ કરશે. મિસરમાં જે બધાં કૃત્યો તેમણે તમારી આંખો આગળ કર્યાં તે પ્રમાણે [તે કરશે].


જ્યારે તું તારા શત્રુઓની સામે લડવા જાય, ને ઘોડાઓને તથા રથોને તથા તારા કરતાં વધારે લોકોને જુએ, ત્યારે તેઓથી તું બીશ નહિ; કેમ કે યહોવા તારા ઈશ્વર જે તને મિસર દેશમાંથી કાઢી લાવ્યા, તે તારી સાથે છે.


કેમ કે તમને બચાવવાને તમારે પક્ષે રહીને તમારા શત્રુઓની સામે લડવાને તમારી સાથે જે જાય છે તે તો યહોવા તમારા ઈશ્વર છે.


કેમ કે યહોવા તમારા ઈશ્વર ભસ્મકારક અગ્નિરૂપ [તથા] આવેશી ઈશ્વર છે.


અને જે સર્વ પ્રજાઓને યહોવા તારા ઈશ્વર તારે સ્વાધીન કરશે તેઓનો તારે સંહાર કરવો. તારી આંખ તેઓ ઉપર દયા ન લાવે. અને તારે તેઓનાં દેવદેવીઓની સેવા પણ ન કરવી. કેમ કે એ તને ફંદારૂપ થઈ પડશે.


અને યહોવા તારા ઈશ્વર તે પ્રજાઓને તારી આગળથી ધીમે ધીમે હાંકી કાઢશે. તું એકદમ તેઓનો સંહાર કરીશ નહિ, રખેને વન પશુઓ વધી જઈને તને હેરાન કરે.


એ માટે નક્કી જાણ કે તારા ન્યાયીપણાને લીધે યહોવા તારા ઈશ્વર આ ઉત્તમ દેશ તને નથી આપતા. કેમ કે તું તો હઠીલી પ્રજા છે.


તે સમયે જેઓ ઈશ્વરને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી, તેઓને તે સજા કરશે.


કેમ કે આપણા ઈશ્વર ભસ્મ કરી નાખનાર અગ્નિ છે.


અને યહોશુઆએ તે રાજાઓને સર્વ નગરો તથા તેઓનઅ સર્વ રાજાઓને કબજે કર્યા, ને જેમ યહોવાના સેવક મૂસાએ આજ્ઞા આપી હતી તેમ તેણે તેઓને તરવારથી મારીને તેઓનો વિનાશ કર્યો.


અને યહોવાએ તેઓને ઇઝરાયલના હાથમાં સોંપ્યા ને તેઓએ તેઓને માર્યા. ને મોટા સિદોન સુધી ને મિસ્રેફોથ-માઈમ સુધી, ને પૂર્વગમ મિસ્પાની ખીણ સુધી તેઓને નસાડ્યા; અને તેઓએ તેઓને એટલે સુધી માર્યા કે તેઓમાંના એકેને તેઓએ જીવતો રહેવા દીધો નહિ.


તો હવે આ પર્વત કે જે વિષે યહોવાએ તે દિવસે કહ્યું હતું, તે મને આપ; કેમ કે તે દિવસે તેં પોતે સાંભળ્યું કે ત્યાં અનાકી, ને તેમનાં મોટાં તથા કોટવાળાં નગરો છે. કદાચ યહોવા મારી સાથે હશે, ને યહોવાએ કહ્યું તેમ તેઓને હું હાંકી કાઢીશ.”


જુઓ, આખી પૃથ્વીના પ્રભુનો કરારકોશ તમારી આગળ યર્દન ઊતરે છે.


અને એમ થયું કે, લોક યર્દન ઊતરવા માટે તેમના તંબુઓમાંથી નીકળ્યા, ને કરારકોશ ઊંચકનારા યાજકો લોકોની આગળ ચાલતા હતા.


અને દબોરાએ બારાકને કહ્યું, “ઊઠ, કેમ કે આજે યહોવાએ સીસરાને તારા હાથમઆં સોંપી દીધો છે. યહોવા તારી આગળ ગયા નથી શું?” તેથી બારાક તાબોર પર્વત પરથી ઊતર્યો, ને તેની સરદારી નીચે દશ હજાર માણસ [ઊતર્યા].


Lean sinn:

Sanasan


Sanasan