Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 9:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તે લોક કદાવર તથા બળવાન છે, તે અનાકીઓનાં ફરજંદ છે કે, જેઓને તું સારી રીતે ઓળખે છે, ને તેઓ વિષેની અફવા પણ તેં સાંભળી છે કે, અનાકપુત્રોની સામે કોણ ટકી શકે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 ત્યાંનાં લોકો ઊંચા અને કદાવર છે. તેઓ અનાક નામની રાક્ષસી જાતિના વંશજો છે. તમે તેમને વિષે જાણો છો અને તમે તેમને વિષે સાંભળ્યું છે કે ‘અનાકી લોકો સામે કોણ ટક્કર લઈ શકે?’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 એ લોકો કદાવર અને બળવાન છે. તેઓ અનાકીઓના દીકરાઓ છે. જેઓને તું સારી રીતે ઓળખે છે. તેઓ વિશેની અફવા પણ તેં સાંભળી છે કે અનાકપુત્રોની સામે કોણ ટકી શકે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 એ લોકો પોતે મહાકાય અને બળવાન છે. તેઓ રાક્ષસ જેવા છે, એ તમે જાણો છો. અને તમે પેલી કહેવત સાંભળી છે કે, ‘રાક્ષસો સામે કોણ ટક્કર ઝીલી શકે?’

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 9:2
16 Iomraidhean Croise  

જો તે [કોઈને] પકડીને [કેદમાં] પૂરે, અને ન્યાયાસન આગળ બોલાવે, તો તેમને કોણ રોકી શકે?


અને જાદુગરો ગૂમડાંના કારણથી મૂસાની આગળ ઊભા રહી શક્યા નહિ. કેમ કે જાદુગરોને તેમ જ સર્વ મિસરીઓને ગૂમડાં થયાં હતાં.


પણ તેની સામે આવનાર પોતાની મરજી પ્રમાણે કરશે, ને તેની સામે કોઈ ટકશે નહિ. અને તે એ રળિયામણા દેશમાં ઊભો રહેશે, ને તે તેના હાથમાં આવશે.


મેં તે મેંઢાને પશ્ચિમ તરફ, ઉત્તર તરફ તથા દક્ષિણ તરફ માથાં મારતો જોયો. અને કોઈ પણ જાનવર તેની આગળ ટકી શકતું નહોતું, ને તેના હાથમાંથી છોડાવી શકે એવું કોઈ પણ નહોતું; તે પોતાની મરજી પ્રમાણે કરતો હતો, ને બડાઈ મારતો હતો.


તોપણ અમોરીઓ જેઓની ઊંચાઈ એરેજવૃક્ષોની ઊંચાઈ જેટલી હતી, ને જે ઓકવૃક્ષના જેવા મજબૂત હતા, તેઓનો મેં તેઓની આગળથી નાશ કર્યો, હા, મેં ઉપરથી તેનાં ફળનો, ને નીચેથી તેનાં મૂળોનો નાશ કર્યો.


પ્રભુના રોષ આગળ કોણ ઊભું રહી શકે? અને તેમના કોપના આવેશ સમયે કોણ ટકી શકે? તેમનો ઉગ્ર ક્રોધ અગ્નિની જેમ રેડાય છે, ને તેનાથી ખડકો તૂટીને તેમના કકડા થઈ જાય છે.


અને તેઓ નેગેબ થઈને ગયા ને હેબ્રોન પાસે પહોંચ્યા. ત્યાં અનાકપુત્રો અહીમાન, શેશાઈ તથા તાલ્માઈ હતા (હેબ્રોન તો મિસરમાંના સોઆનથી સાત વર્ષ અગાઉ બાંધેલું હતું.)


તોપણ જે લોક તે દેશમાં રહે છે તેઓ જોરાવર છે, ને નગરોની આસપાસ કોટ છે, ને તેઓ બહુ મોટાં છે. અને વળી અમે ત્યાં અનાકપુત્રોને પણ જોયા.


અને ત્યાં રાક્ષસોથી જન્મેલા રાક્ષસોને, એટલે અનાકના પુત્રોને, અમે જોયાં અને અમે પોતાની દષ્ટિમાં પણ અમે એવા જ હતા.”


અમે આગળ ક્યાં જઈએ? તે લોકો આપણા કરતાં કદાવર તથા ઊંચા છે; તે નગરો મોટાં છે, ને તેમના કોટ આકાશ જેટલા ઊંચા છે, અને વળી ત્યાં અનાકપુત્રો પણ અમારા જોવામાં આવ્યા છે, એમ કહીને અમારા ભાઈઓએ અમારાં ગાત્ર શિથિલ કરી નાખ્યા છે.


તે લોક અનાકીઓની જેમ બળવાન તથા કદાવર હતા, ને તેઓની સંખ્યા ઘણી હતી; પણ યહોવાએ એમની આગળથી તેમનો વિનાશ કર્યો. અને તેઓ તેમના વતનમાં દાખલ થઈને તેમની જગ્યાએ વસ્યા.


અને તે તેઓના રાજાઓને તારા હાથમાં સોંપી દેશે, ને તું તેઓનું નામ આકાશ નીચેથી નાશ કરશે; ને તું તેઓનો વિનાશ કરી રહેશે નહિ ત્યાં સુધી કોઈ માણસ તારી આગળ ટકી શકશે નહિ.


અને તે વખતે યહોશુઆએ જઈને પહાડી પ્રદેશમાંના, હેબ્રોનમાંના, દબીરમાંના, અનાબમાંના, ને યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાંના, ને ઇઝરાયલના આખા પહાડી પ્રદેશમાંના અનાકીઓનો સંહાર કર્યો. યહોશુઆએ તેઓનો તથા તેઓનાં નગરોનો પૂરો નાશ કર્યો.


ઇઝરાયલી લોકોના દેશમાં એકે અનાકીને તેઓએ રહેવા દીધો નહિ. માત્ર ગાઝામાં, ગાથમાં ને આશ્દોદમાં કેટલાક રહ્યા.


અને કાલેબે અનાકના ત્રણ દીકરા શેશાય તથા અહીમાન તથા તાલ્માયને, એટલે અનાકપુત્રોને ત્યાંથી હાંકી કાઢ્યા.


Lean sinn:

Sanasan


Sanasan