પુનર્નિયમ 9:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને યહોવાની નજરમાં ભૂંડું કરવાથી જે પાપો કરીને તમે તેમને કોપાયમાન કર્યા હતા તે સર્વને લીધે હું યહોવાની સમક્ષ આગળની જેમ ચાળીસ રાત દિવસ [ઊંધો] પડી રહ્યો, અને મેં અન્ન ન ખાધું તેમજ પાણી પણ ન પીધું Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 પ્રભુની દૃષ્ટિમાં ઘૃણાસ્પદ મૂર્તિ બનાવવાનું મોટું પાપ કરવાને લીધે તે તમારા પર કોપાયમાન થયા હતા; તેથી હું પ્રભુ આગળ ઝૂકી પડયો અને ફરીથી તેમના સાંનિધ્યમાં ચાલીસ દિવસ અને ચાલીસ રાત નતમસ્તકે પડી રહ્યો; મેં ન તો કંઈ ખોરાક ખાધો કે ન તો કંઈ પાણી પીધું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 યહોવાહની નજરમાં ખોટું કરવાથી જે પાપ કરીને તમે તેમને ગુસ્સો કરવા માટે ઉશ્કેર્યા હતા તે બધાને લીધે હું ફરીથી યહોવાહની આગળ ચાળીસ દિવસ અને ચાળીસ રાત ઊંધો પડી રહ્યો; મેં રોટલી ખાધી નહિ તેમ જ પાણી પણ પીધું નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ18 પછી પાછો બીજા ચાળીસ દિવસ અને ચાળીસ રાત હું યહોવાની હાજરીમાં જમીન ઉપર ચહેરો નમાંવી કંઇ ખાધા-પીધા વીના રહ્યો. કારણ તમે પાપ કર્યું હતું જે યહોવાની દ્રષ્ટિએ દુષ્ટ હતું અને તેને ખૂબ ગુસ્સે કર્યા હતા. Faic an caibideil |