Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 8:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 કેમ કે યહોવા તારા ઈશ્વર તને એક ઉત્તમ દેશમાં લઈ જાય છે, એટલે પાણીનાં વહેળિયાંવાળા દેશમાં;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 “તમારા ઈશ્વર પ્રભુ તમને જે ઉત્તમ દેશમાં લઈ જાય છે તે આવો છે: ત્યાં નદીનાળાં તથા ખીણો અને પહાડોમાં ફૂટી નીકળતા ભૂગર્ભ ઝરાઓ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 કેમ કે યહોવાહ તમારા ઈશ્વર તમને એક સમૃદ્વ દેશમાં લઈ જાય છે એટલે પાણીનાં વહેણવાળા તથા ખીણોમાં અને ઉચ્ચપ્રદેશમાં ફૂટી નીકળતા ઝરણાં તથા જળનિધિઓવાળા દેશમાં;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 કારણ કે તમાંરા દેવ યહોવા તમને એક સમૃદ્વ ભૂમિમાં લઈ જઈ રહ્યા છે, જયાં પુષ્કળ નદીઓ અને અનેક ઝરણાં ફૂટી નીકળીને પર્વતોમાં અને ખીણમાં વહે છે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 8:7
17 Iomraidhean Croise  

તેણે પોતાનો વછેરો દ્રાક્ષાવેલે બાંધીને, પોતાની ગધેડીનું બચ્ચું ઉત્તમ દ્રાક્ષાવેલે બાંધીને, પોતનાં વસ્‍ત્ર દ્રાક્ષારસમાં ધોયાં છે; અને પોતાનો પોષાક દ્રાક્ષોના [રસરૂપી] રક્તમાં ધોયો છે.


ત્યાં સુધી તમે દરેક પોતપોતાના દ્રાક્ષાવેલાનું ને પોતપોતાની અંજીરીનું ફળ ખાજો, ને પોતપોતાના ટાંકામાંથી પાણી પીજો. જ્યારે હિઝકિયા તમને સમજાવે, ‘યહોવા આપણને છોડાવશે, ’ ત્યારે તમે તેનું સાંભળશો નહિ.


તે ખીણોમાં ઝરા ફોડે છે; તેઓ ડુંગરોની વચ્ચે વહે છે;


તેઓએ તે મનોહર દેશને તુચ્છ ગણ્યો, તેઓએ તેની વાતનો વિશ્વાસ કર્યો નહિ;


અને મિસરીઓના હાથમાંથી તેઓને છોડાવવા માટે, તે દેશમાંથી તોએને કાઢીને, એક સારો તથા વિશાળ દેશ, બલ્કે દૂધમધની રેલછેલવાળો દેશ જ્યાં કનાની તથા હિત્તી તથા અમોરી તથા પરીઝી તથા હિવ્વી તથા યબૂસી લોકો રહે છે, ત્યાં તેમને લઈ જવા માટે હું ઊતર્યો છું.


અને જ્યાં સુધી હું આવીને જે દેશ તમારા દેશના જેવો, ધાન્ય તથા દ્રાક્ષારસનો, રોટલી તથા દ્રાક્ષાવાડીનો દેશ, તેમાં તમને લઈ જાઉં નહિ ત્યાં સુધી તમે પોતપોતાના દ્રાક્ષાવેલાનું, પોતપોતાની અંજીરીનું [ફળ] ખાજો, અને પોતપોતાના ટાંકાનું પાણી પીજો.


હું તો મારા સ્નેહી વિષે, તેની દ્રાક્ષાવાડી સંબંધી મારા સ્નેહીનું ગીત ગાઉં. “મારા વહાલા મિત્રને રસાળ ટેકરી પર એક દ્રાક્ષાવાડી હતી.


હું તમને ફળદ્રુપ ભૂમિમાં તેનું ફળ તથા તેની ઊપજ ખાવા માટે લાવ્યો; પણ તમે તેમાં દાખલ થઈને મારી ભૂમિને અશુદ્ધ કરી, તથા મારા વારસાને તિરસ્કારપાત્ર કરી નાખ્યો.


વળી તેણે તે દેશનું બી લઈને તેણે ફળદ્રુપ જમીનમાં મોટા જળાશય પાસે [ઉગેલા] વૃક્ષની જેમ રોપ્યું.


તે દિવસે મેં તેઓની આગળ સમ ખાધા કે હું તેઓને મિસર દેશમાંથી કાઢીને એવા દૂધમધની રેલછેલવાળા એક દેશમાં લાવું કે જે મેં આગળથી તેમને માટે પસંદ કરી રાખ્યો હતો, ને જે સર્વ દેશોની શોભા છે.


અને તારે યહોવા તારા ઈશ્વરના માર્ગમાં ચાલીને ને તેમનો ડર રાખીને તેમની આજ્ઞાઓ પાળવી.


ઘઉં તથા જવ, અને દ્રાક્ષો તથા અંજીરીઓ તથા દાડમોના દેશમાં; જૈતતેલ તથા મધના દેશમાં;


તમે જશો, ત્યારે લોકો નિશ્ચિતપણે રહેતા જોવમાં આવશે. તે દેશ વિશાળ છે; કેમ કે ઈશ્વરે તે તમારા હાથમાં સોંપી દીધો છે. પૃથ્વી પરની કોઈ પણ વસ્તુની ખોટ ન પડે એવું તે સ્થળ છે.”


Lean sinn:

Sanasan


Sanasan