Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 8:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને તારે એમ સમજવું કે, જેમ માણસ પોતાના દીકરાને શિક્ષા કરે છે, તેમ યહોવા તારા ઈશ્વર તને શિક્ષા કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તેથી ધ્યાનમાં લો કે જેમ પિતા પોતાના પુત્રને શિસ્તમાં રાખે છે તે પ્રમાણે તમારા ઈશ્વર પ્રભુ તમને શિસ્તમાં રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 એટલે આ વાત તમે સમજો કે જે રીતે પિતા પોતાના પુત્રને શિક્ષા કરે છે તેમ યહોવાહ તમારા ઈશ્વર તમને શિક્ષા કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 એટલે આ વાત તમે હૃદયમાં કોતરી રાખજો કે જે રીતે પિતા પોતાના પુત્રને શિસ્તમાં રાખવા શિક્ષા કરીને કેળવે છે તેમ તમાંરા દેવ યહોવા તમને શિસ્તમાં રાખી કેળવતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 8:5
19 Iomraidhean Croise  

હું તેનો પિતા થઈશ, ને તે મારો પુત્ર થશે. જો તે ભૂંડાઈ કરશે, તો હું મનુષ્યની સોટી વડે તથા મનુષ્યપુત્રોના સાટકા વડે તેને શિક્ષા કરીશ;


તો હું સોટીથી તેઓનાં ઉલ્લંઘનોને, અને ફટકાથી તેઓના અન્યાયને જોઈ લઈશ.


હે યાહ, જેને તમે શિક્ષા કરો છો, અને જેને તમે તમારા નિયમશાસ્‍ત્રમાંથી શીખવો છો તે પુરુષને ધન્ય છે;


જે સોટી મારતો નથી, તે પોતાના દીકરાનો વૈરી છે; પણ તેના પર પ્રેમ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે.


મારા દીકરા, યહોવાની શિક્ષાને તુચ્છ ન ગણ; અને તેમના ઠપકાથી કંટાળી ન જા;


કેમ કે જેમ પિતા પોતાના માનીતા પુત્રને ઠપકો [આપે છે] તેમ યહોવા જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો આપે છે.


ઉન્નતિને સમયે મગ્ન થા, ને આપત્કાળે વિચાર કર. ઈશ્વરે એ બન્નેને એકબીજાના સાથી બનાવ્યા છે, જેથી પોતાની પાછળ શું થશે તેમાંનું કશુંયે મનુષ્ય ખોળી કાઢી શકે નહિ.


બળદ પોતાના માલિકને ઓળખે છે, ને ગધેડો પોતાના ધણીની ગભાણ જાણે છે; [પણ] ઇઝરાયલ જાણતો નથી, મારા લોક વિચાર કરતા નથી.”


એથી, હે મનુષ્યપુત્ર, તું પોતાને માટે પરદેશ જવા માટે સામાન તૈયાર કર, ને તેમના દેખતાં દિવસે નિકળ. અને તેમના દેખતાં તું તારી જગાએથી બીજી જગાએ જા. અને જો કે તેઓ બંડખોર લોકો છે તોપણ તેઓ કદાચ વિચાર કરે.


એ વિચાર કરીને પોતે કરેલા સર્વ અપરાધોમાંથી પાછો ફરે છે તેને લીધે તે નકકી જીવશે, તે માર્યો નહિ જ જશે.


પણ આપણો ન્યાય કરવામાં આવે છે ત્યારે પ્રભુથી શિક્ષા પામીએ છીએ, જેથી જગતની સાથે આપણને શિક્ષા ન થાય.


તેમ જ અરણ્યમાં પણ તમે જેમ જોયું કે તમે આ જગાએ આવ્યા ત્યાં સુધી જે આખે રસ્તે તમે ચાલ્યા તેમાં જેમ પિતા પોતાના પુત્રને કેડે તેડે તેમ યહોવા તારા ઈશ્વરે તને કેડે તેડી લીધો છે, તે પ્રમાણે.


તો તમે સંભાળજો, રખેને જે કરાર યહોવા તમારા ઈશ્વરે તમારી સાથે કર્યો છે તે તમે ભૂલી જાઓ, ને કોઈ પણ વસ્તુના આકારની મૂર્તિ જે વિષે યહોવા તારા ઈશ્વરે તને મના કરી છે તે તમે પોતાને કાજે બનાવો.


તે તને બોધ આપે તે માટે તેમણે આકાશમાંથી પોતાની વાણી તને સંભળાવીલ અને પૃથ્વી પર તેમણે તને મોટી આગ દેખાડી, અને તેં તેમના શબ્દો અગ્નિ મધ્યેથી સાંભળ્યા.


માત્ર પોતાના વિષે સાવધાન રહે, ને ખંતથી તારા આત્માની સંભાળ રાખ, રખેને તારી નજરે જોયેલાં કૃત્યો તું ભૂલઈ જાય, ને રખેને તારા આયુષ્યના સર્વ દિવસોભર તારા અંત:કરણમાંથી તે જતાં રહે; પણ તારાં છોકરાને તથા તારાં છોકરાંના છોકરાને એ જણાવ.


અને તારે યહોવા તારા ઈશ્વરના માર્ગમાં ચાલીને ને તેમનો ડર રાખીને તેમની આજ્ઞાઓ પાળવી.


હું જેટલા પર પ્રેમ રાખું છું, તે સર્વને ઠપકો આપું છું તથા શિક્ષા કરું છું, માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર.


Lean sinn:

Sanasan


Sanasan