Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 8:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 જેમણે અરણ્યમાં માન્‍ના કે જે તારા પિતૃઓએ કદી નહોતું જોયું તેથી જે તારા પિતૃઓએ કદી નહોતું જોયું તેથી તારું પોષણ કર્યું, એ માટે કે તે તને નમાવે ને આખરે તારું ભલું કરવા માટે તે તારું પારખું કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 તમે કે તમારા પૂર્વજો જે વિષે જાણતા નહોતા તે માન્‍નાથી તમને રણપ્રદેશમાં પોષ્યા છે; અને છેવટે તમારું હિત થાય તે માટે તમારી પરખ કરવા હાડમારીઓથી તમને શિસ્તમાં રાખ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 યહોવાહે અરણ્યમાં તમને માન્ના કે જે તમારા પિતૃઓએ કદી નહોતું જોયું તેનાથી તમારું પોષણ કર્યું, એ માટે યહોવાહ તમને નમ્ર કરે અને આખરે તમારું સારું કરવા માટે તે તમારી કસોટી કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 અને તમાંરા પિતૃઓએ કદીય જોયું ન્હોતું એવું માંન્ના તમને અરણ્યમાં ખાવા આપ્યું; આમ તમાંરી કસોટી કરીને તમાંરું અભિમાંન ઉતારીને અંતે તો તમાંરું ભલું જ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 8:16
21 Iomraidhean Croise  

એ વાતો પછી એમ થયું કે, ઈશ્વરે ઇબ્રાહિમની પરીક્ષા કરી, ને કહ્યું, “ઇબ્રાહિમ.” અને તેણે કહ્યું, “હું આ રહ્યો.”


દેશમાં જે ચમત્કાર થયો હતો તે વિષે તજવીજ કરવા માટે બાબિલના સરદારોને તેની પાસે એલચીઓ મોકલ્યા હતા. તેની કસોટી થાય, ને તેના અંત:કરણમાં જે કંઈ હતું તે બધું જાણવામાં આવે માટે ઈશ્વરે તેને સ્વતંત્ર મૂક્યો.


એમ યહોવાએ અયૂબના આગલા સમય કરતાં પાછલા સમયને વધારે સમૃદ્ધિવાન કર્યો. તેની પાસે ચૌદ હજાર ઘેટાં, છ હજાર ઊંટ, એક હજાર જોડ બળદ, અને એક હજાર ગધેડીઓ થયાં.


તમે ઉત્તમ છો અને ઉત્તમ જ કરો છો; તમારા વિધિઓ મને શીખવો.


અને તેણે યહોવાની પ્રાર્થના કરી; અને યહોવાએ તેને એક વૃક્ષ બતાવ્યું, તે તેણે પાણીમાં નાખ્યું, એટલે પાણી મીઠાં થઈ ગયાં. ત્યાં યહોવાએ તેઓને માટે એક વિધિ તથા એક નિયમ ઠરાવ્યો, ને ત્યાં તેમણે તેમની પરીક્ષા કરી.


અને ઇઝરાયલી લોકોએ તે જોઇને એકબીજાને પૂછયું, “એ શું છે?” કેમ કે તેઓ જાણતા નહોતા કે એ શું હશે. અને મૂસાએ તેઓને કહ્યું, “એ તો યહોવાએ તમને ખાવા માટે આપેલું અન્‍ન છે.


અને ઇઝરાયલી લોકોએ તેનું નામ માન્‍ના પાડયું:તે ધાણાના દાણા જેવું શ્વેત હતું. અને તેનો સ્વાદ મધ લગાડેલી પોળીના જેવો હતો.


ત્યારે યહોવાએ મૂસાને કહ્યું, ‘જો, હું તમારે માટે આકાશમાંથી ખોરાકની વૃષ્ટિ કરીશ. અને લોકો દરરોજ બહાર નીકળીને તે દિવસનો હિસ્‍સો ભેગો કરે, એ માટે કે તેઓ મારા નિયમ પ્રમાણે ચાલશે કે નહિ તે વિષે હું તેઓનિ પરીક્ષા કરું.


અને મૂસાએ લોકોને કહ્યું, “બીશો નહિ; કેમ કે ઈશ્વર એ માટે આવ્યા છે કે તે તમારી પરીક્ષા કરે, ને તેમનું ભય તમારી સમક્ષ રહે કે તમે પાપ ન કરો, ”


રૂપાને ગાળવા માટે કુલડી હોય છે, અને સોનાને માટે ભઠ્ઠી હોય છે; પણ અંત:કરણને પારખનાર યહોવા છે.


સુજ્ઞોમાંના કેટલાક તેઓને પવિત્ર કરવા માટે તથા શુદ્ધ કરવા માટે તથા તેમને શ્વેત કરવા માટે, છેક અંતના સમય સુધી પ્રયત્ન કરતાં નાશ પામશે; કેમ કે ઠરાવેલો વખત હજુ આવનાર છે.


વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે છે.


કેમ કે અમારી થોડીક તથા ક્ષણિક વિપત્તિ અમારે માટે અત્યંત વધારે સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્‍ન કરે છે;


તોપણ તું તે પ્રબોધકના શબ્દોને કે સ્વપ્નખોરને ગણકારતો નહિ; કેમ કે યહોવા તમારા ઈશ્વર તમારી પરીક્ષા કરે છે કે તમે તમારા ખરા અંત:કરણથી ને ખરા જીવથી યહોવા તમારા ઈશ્વર પર પ્રેમ કરો છો કે નહિ તે જણાય.


અને તને નમાવવાને તથા તેની આજ્ઞાઓ પાળવાની તારી ઇચ્છા છે કે નહિ તે જાણવા માટે તારું પારખું કરવાને યહોવા તારા ઈશ્વરે આ ચાળીસ વર્ષ સુધી જે આખે રસ્તે તને ચલાવ્યો છે તે તું યાદ રાખ.


અને તેમણે તને નમાવ્યો, ને તને ભૂખ્યો રહેવા દીધો, ને તું નહોતો જાણતો તેમજ તારા પિતૃઓએ પણ નહોતું જાણ્યું એવા માન્‍નાથી તને પોષ્યો, એ માટે કે તે તને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જ જીવતું નથી, પણ યહોવાના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી માણસ જીવે છે.


જે માણસ પરીક્ષણમાં પાર ઊતરે છે તેને ધન્ય છે, કેમ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાને કબૂલ કર્યું છે તે તેને મળશે.


જેથી તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં બહુ મૂલ્યવાન છે તે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાને સમયે સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય:


Lean sinn:

Sanasan


Sanasan