Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 7:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 યહોવાએ તમારા પર પ્રેમ રાખ્યો તથા તમને પસંદ કર્યા એનું કારણ એ ન હતું કે બીજી કોઈ પ્રજા કરતાં તમે સંખ્યામાં વિશેષ હતા. કેમ કે તમે તો બીજી બધી પ્રજાઓ કરતાં થોડા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તમે બીજી બધી પ્રજાઓ કરતાં સંખ્યામાં વિશેષ હતા તે માટે પ્રભુએ તમારા પર પ્રેમ દાખવ્યો નહોતો કે તમને પસંદ કર્યા નહોતા. હકીક્તમાં, તમે તો સંખ્યામાં નાનામાં નાની પ્રજા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તમે બીજા લોકો કરતા સંખ્યામાં વધારે હતા તેને કારણે યહોવાહે તમારા પર પ્રેમ રાખ્યો અને તમને પસંદ કર્યા છે એવું નથી; કેમ કે તમે તો બધા લોકો કરતાં સૌથી ઓછા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તમે અન્ય કોઈ પણ પ્રજા કરતાં સંખ્યાંબળમાં વધારે હતા માંટે યહોવાએ તમને પસંદ કર્યા નથી, તમે બધાં રાષ્ટ્રોમાંનાં સૌથી નાના હતા.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 7:7
22 Iomraidhean Croise  

તે વખતે તમે સંખ્યામાં થોડાં જ, હા, છેક થોડાં જ, ને વળી તેમાં મુસાફર હતાં;


તે વખતે તેઓ સંખ્યામાં થોડાં હતાં; છેક થોડાં, અને વળી તેમાં તેઓ મુસાફર હતાં!


તેમના સેવક ઇબ્રાહિમનાં સંતાન, યાકૂબના પુત્રો, તેમના પસંદ કરેલા [તેમને તમે યાદ રાખો].


હે યહોવા, અમોને નહિ, અમોને નહિ, પણ તમારી કૃપા તથા તમારી સત્યતાને લીધે તમારા નામનો મહિમા થાય, એમ કરો.


કેમ કે તેઓએ પોતાની તરવાર વડે દેશને કબજે કર્યો નહોતો, વળી તેઓએ પોતાના ભુજ વડે પોતાનો બચાવ કર્યો નહોતો; પણ તમારા જમણા હાથે, તમારા ભુજે તથા તમારા મુખના પ્રકાશે તેમને બચાવ્યા હતા, કેમ કે તમે તેઓ પર પ્રસન્ન હતા.


તમારા પિતા ઇબ્રાહિમને ને તમારી જનેતા સારાને નિહાળો! તે એકલો જ હતો ત્યારે મેં તેને બોલાવ્યો, અને તેને આશીર્વાદ આપીને તેની વૃદ્ધિ કરી.


તેમનાં સર્વ દુ:ખોમાં તે દુ:ખી થયા, ને તેમની હજૂરના દૂતે તેઓનો ઉદ્ધાર કર્યો; તેમણે જ પોતાના પ્રેમથી તથા પોતાની દયાથી તેમનો ઉદ્ધાર કર્યો. પુરાતન કાળના સર્વ દિવસોમાં તેમણે તેઓને ઊંચકીને ફેરવ્યા.


અને તેઓને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, જે દિવસે મેં ઇઝરાયલને પસંદ કર્યો છે, ને યાકૂબના સંતાનોની આગળ સમ ખાધા, ને હું મિસર દેશમાં તેમની આગળ પ્રગટ થયો, જ્યારે મેં તેઓની આગળ સમ ખાધા કે, હું યહોવા તમારો ઈશ્વર છું;


એ માટે ઇઝરાયલ લોકોને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, હે ઇઝરાયલના વંશજો, હું [એ] તમારી ખાતર [નથી કરતો] , પણ મારા પવિત્ર નામની ખાતર કરું છું. જો કે જે પ્રજાઓમાં તમે ગયા તેઓમાં તમે [મારા નામને] બટ્ટો લગાડ્યો છે.


કેમ કે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, ને તેનું બારણું નાનું છે. અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.


ઓ નાની ટોળી, ગભરાશો નહિ; કેમ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે.


પણ જો એ કૃપાથી થયું, તો તે કરણીઓથી થયું નથી; નહિ તો કૃપા તે કૃપા કહેવાય જ નહિ.


માટે ચાહે તેના પર તે દયા કરે છે, અને ચાહે તેને તે હઠીલો કરે છે.


શું કુંભારને એકનાએક ગારાના એક ભાગનું ઉત્તમ કાર્યને માટે તથા બીજાનું હલકા કામને માટે પાત્ર ઘડવાને ગારા ઉપર અધિકાર નથી?


યહોવા તમારા ઈશ્વરે તમારો વિસ્તાર વધાર્યો છે, ને જુઓ, આજે તમારી સંખ્યા આકાશના તારઓના જેટલી છે.


તારા પિતૃઓ બધા મળીને સિત્તેર મનુષ્યો મિસરમાં ગયા હતા, અને હાલ યહોવા તારા ઈશ્વરે તારી સંખ્યા આકાશના તારાઓ જેટલી વધારી દીધી છે.


કેમ કે તું યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા છે, ને પૃથ્વીની સપાટી પરની સર્વ દેશજાતિઓમાંથી તને યહોવાએ પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યો છે.


અને તારા પિતૃઓ ઉપર તેમનો પ્રેમ હતો તે માટે તેમણે તેમની પાછળ તેમના વંશજોને પસંદ કર્યા, ને પોતે હાજર થઈને પોતાના મોટા સામર્થ્ય વડે તને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા.


જુઓ, પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ રાખ્યો છે કે આપણે ઈશ્વરનાં છોકરાં કહેવાઈએ! અને ખરેખર આપણે તેમનાં છોકરાં છીએ. તેથી જગત આપણને ઓળખતું નથી, કેમ કે તેણે તેમને ઓળખ્યા નહિ.


આપણે ઈશ્વર પર પ્રેમ રાખ્યો, એમાં પ્રેમ નહિ, પણ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણાં પાપનું પ્રાયશ્વિત થવા માટે મોકલ્યા, એમાં પ્રેમ છે.


Lean sinn:

Sanasan


Sanasan