Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 7:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 વળી તારે તેમની સાથે લગ્નવ્યવહાર રાખવો નહિ. તારે તારી દીકરી તેના દીકરાને ન આપવી, તેમજ તેની દીકરી તારા દીકરાની સાથે પરણાવવી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તમારે તેમની સાથે લગ્નવ્યવહાર રાખવો નહિ; તમારી પુત્રીઓ તેમના પુત્રો સાથે પરણાવશો નહિ કે તેમની પુત્રીઓ તમારા પુત્રો સાથે પરણાવશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તારે તેઓની સાથે લગ્ન વ્યવહાર રાખવો નહિ; તેમ જ તારે તારી દીકરીઓનાં લગ્ન તેઓના દીકરાઓ સાથે અને તારા દીકરાઓના લગ્ન તેઓની દીકરીઓ સાથે કરાવવાં નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તમે તેઓની સાથે લગ્નવ્યવહાર ન રાખો. તમાંરા પુત્રોને તેઓની પુત્રીઓ સાથે કે તમાંરી પુત્રીઓને તેઓના પુત્રો સાથે પરણાવશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 7:3
14 Iomraidhean Croise  

અને યહોવા જે આકાશના તથા પૃથ્વીના ઈશ્વર છે, તેમના હું તને સોગન દૂં છું કે કનાનીઓ, જેઓમાં હું રહું છું, તેઓની દીકરીઓમાંથી મારા દિકરાને માટે તું પત્ની લઈશ નહિ.


એટલે જે પ્રજાઓ વિષે યહોવાએ ઇઝરાયલી લોકોને કહ્યું હતું, “તમારે તેઓની અંદર જવું નહિ, તેમ તેઓ તમારી અંદર આવે નહિ; કેમ કે જરુર તેઓ તમારું હ્રદય તેઓના દેવની તરફ ફેરવી નાખશે, ” તે [પ્રજાઓમાં] ની એ સ્ત્રીઓ હતી. પ્યારને લીધે સુલેમાન એ સ્ત્રીઓને વળગી રહ્યો.


અને એમ થયું કે નબાટના દીકરા યરોબામનાં પાપને માર્ગે ચાલવું એ તો જાણે તેને માટે એક નજીવી બાબત હોય તેમ તે સિદોનીઓના રાજા એથ્બાલની દીકરી ઇઝબેલ સાથે પરણ્યો, ને તેણે જઈને બાલની સેવા કરીને તેની ભક્તિ કરી.


મારા મુરબ્બીની, તથા જેઓ આપણા ઈશ્વરની આજ્ઞાથી કંપે છે તેઓની સલાહ પ્રમાણે એ સર્વ સ્ત્રીઓને તથા તેમનાંથી જન્મેલાં બાળકોને છોડી દેવાને આપણે આપણા ઈશ્વરની સાથે કોલકરાર કરીએ. નિયમશાસ્ત્ર પ્રમાણે એમ જ થવું જોઈએ.


હવે તમારે તમારી પુત્રીઓ તેઓના પુત્રોને ન આપવી, તેમ જ તેઓની પુત્રીઓ તમારા પુત્રોને માટે ન લેવી, તેઓની શાંતિ કે તેઓની આબાદી માટે તમારે યત્ન ન કરવો; કે જેથી તમે બળવાન થાઓ, દેશની ઉત્તમ ઊપજ ખાઓ અને તમારા વંશજોને સદા વારસાને માટે તે આપતા જાઓ.’


અમારે પોતાની પુત્રીઓ દેશના લોકોને પરણાવવી નહિ, ને તેઓની પુત્રીઓ અમારા પુત્રોને પરણાવવી નહિ.


ત્યારે તેનાં માતાપિતાએ તેને કહ્યું, “તારા ભાઈઓની દીકરીઓમાં અથવા મારા સર્વ લોકોમાં શું કોઈ સ્‍ત્રી નથી કે, તું બેસુન્‍નત પલિસ્તીઓમાં સ્‍ત્રી લેવા જાય છે?” સામસૂને પોતાના પિતાને કહ્યું, “મારા માટે તેને લાવો કેમ કે તે મને બહુ ગમે છે.”


Lean sinn:

Sanasan


Sanasan