Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 7:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 જો તું તારા મનમાં એમ ધારે કે આ પ્રજા મારા કરતાં મોટી છે; હું કેવી રીતે તેઓનું વતન તેમની પાસેથી છીનવી લઈ શકું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 “તમારા મનમાં એમ ન ધારશો કે આ પ્રજાઓ અમારા કરતાં સંખ્યામાં વિશાળ છે અને અમે તેમને હાંકી કાઢી શકીશું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 જો તું તારા મનમાં એમ કહેશે કે, “આ જાતિઓ મારા કરતાં સંખ્યામાં વધારે છે; હું કેવી રીતે તેઓને પરાજિત કરી શકું?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 “કદાચ તમને એવો વિચાર આવે કે, ‘આ પ્રજાઓ તો અમાંરા કરતાં ઘણી તાકતવર છે; અમે તેમને શી રીતે કાઢી શકીએ?’

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 7:17
14 Iomraidhean Croise  

તેં તારા હ્રદયમાં કહ્યું હતું, “હું આકાશો પર ચઢીશ, ને હું ઈશ્વરના તારાઓ કરતાં મારું રાજ્યાસન ઊંચું રાખીશ. હું છેક ઉત્તરના છેડાના, સભાના પર્વત પર બેસીશ.


હવે, હે વિલાસિની, નિશ્ચિંત બેસી રહેનારી, હું જ છું, ને બીજું કોઈ નથી, હું વિધવા થઈને બેસીશ નહિ, હું પુત્રહાનિ જાણીશ નહિ, એમ પોતાના મનમાં કહેનારી, તું આ સાંભળ:


ત્યારે તું તારા મનમાં કહેશે, ‘મારે માટે તેઓને કોણે જન્મ આપ્યો છે? કેમ કે હું પુત્રહીન ને વાંઝણી છું, બંદીવાન તથા આમતેમ ભટકનારી છું. તેઓને કોણે ઉછેર્યા છે? હું એકલી રહેતી હતી. તેઓ ક્યાં હતા?’”


જો તું તારા હ્રદયમાં પૂછે કે, ‘મારી એવી સ્થિતિ કેમ થઈ છે?’ તો તારા ઘણા અન્યાયને લીધે તારાં વસ્ત્રો ઊંચા કરવામાં આવ્યા છે, અને તારી એડીઓને ઈજા થઈ છે.


અને જે દેશની જાસૂસી તેઓએ કરી હતી, તે વિષે ઇઝરાયલી પ્રજા પાસે તેઓ માઠો સંદેશો લાવ્યા, ને એમ કહ્યું, “જે દેશમાં તેની જાસૂસી કરવા માટે અમે ફરી આવ્યા છીએ તે પોતાની વસતીને ખાઈ જનાર દેશ છે. અને જે સર્વ લોકોને અમે તેમાં જોયા, તેઓ કદાવર માણસો છે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “તેનાથી બીતો ના; કેમ કે મેં તેને તથા તેના સર્વ લોકને તથા તેના દેશને તારા હાથમાં સોંપ્યાં છે. અને તેં હેશ્બોનમાં રહેનાર અમોરીઓના રાજા સીહોનને કર્યું, તેમ તું તેને કર.”


અને દેશને કબજે કરીને તેમાં વસો; કેમ કે વતનને માટે મેં તે દેશ તમને આપ્યો છે.


પણ ઈસુએ તેઓના મનના વિચાર જાણીને એક બાળકને લઈને પોતાની પાસે ઊભું રાખ્યું.


અમે આગળ ક્યાં જઈએ? તે લોકો આપણા કરતાં કદાવર તથા ઊંચા છે; તે નગરો મોટાં છે, ને તેમના કોટ આકાશ જેટલા ઊંચા છે, અને વળી ત્યાં અનાકપુત્રો પણ અમારા જોવામાં આવ્યા છે, એમ કહીને અમારા ભાઈઓએ અમારાં ગાત્ર શિથિલ કરી નાખ્યા છે.


સાવચેત રહે, રખેને તારા મનમાં એવો હલકો વિચાર આવે કે સાતમું વર્ષ એટલે છૂટકાનું વર્ષ પાસે છે; અને તારી દાનત તારા દરિદ્રી ભાઈની વિરુદ્ધ બગડે, અને તું તેને કંઈ ન આપે. અને તે યહોવાની આગળ તારી વિરુદ્ધ બગડે, અને તું તેને કંઈ ન આપે. અને તે યહોવાની આગળ તારી વિરુદ્ધ પોકાર કરે, ને એમ તું દોષિત ઠરે.


અને જો તું તારા હ્રદયમાં એમ કહે, ‘યહોવા જે વાત બોલ્યા નથી તે અમે શી રીતે જાણીએ?


અને રખેને તું મનમાં એમ ધારે કે મારી પોતાની શક્તિથી ને મારા હાથના સામર્થ્યથી મેં આ સર્વ સંપતિ મેળવી છે.


અને તમારા ઈશ્વર યહોવાએ તમારે માટે આ સર્વ દેશજાતિઓને જે જે કર્યું, તે સર્વ તમે જોયું છે; કેમ કે તમારા ઈશ્વર યહોવાએ પોતે જ તમારે માટે યુદ્ધ કર્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan