Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 7:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને તેમના પર વેર રાખનારનો સામી છાતીએ બદલો લઈને તેનો નાશ કરે છે. તેમના પર વેર રાખનાર પ્રત્યે તે ઢીલ નહિ કરે, તે સામી છાતીએ બદલો વાળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 પરંતુ તેમનો તિરસ્કાર કરનારાઓ પાસેથી સામી છાતીએ બદલો લઈને તેમનો વિના વિલંબે નાશ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પણ જેઓ તેમનો તિરસ્કાર કરે છે તેમનો સામી છાતીએ બદલો લઈને તે નષ્ટ કરે છે; જે કોઈ તેમનો તિરસ્કાર કરે છે તેમનો બદલો લેવામાં તે વિલંબ નહિ કરે; તે બદલો વાળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 પરંતુ જેઓ તેમનો તિરસ્કાર કરે છે તેઓ જાહેરમાં શિક્ષા ભોગવશે અને નાશ પામશે, જે કોઈ તેમનો તિરસ્કાર કરે છે તેમનો બદલો લેવામાં તે ઘડીનોય વિલંબ નહિ કરે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 7:10
18 Iomraidhean Croise  

તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું, જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી પિતાઓના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર,


હજારો પર કૃપા રાખનાર, અન્યાય તથા ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર; પિતાના અન્યાયને લીધે છોકરાં પર અને છોકરાનાં છોકરાં પર, ત્રીજીચોથી પેઢી સુધી બદલો વાળનાર.”


નેકીવાનોને પૃથ્વી પર બદલો મળશે; તો દુષ્ટ તથા પાપીને બદલો [મળશે] તે કેટલું બધું [ખાતરીભરેલું છે] !


જેવાં તેઓનાં કામ તેવાં જ ફળ તે તેઓને આપશે; અને પોતાના વૈરીઓને કોપ, પોતાના શત્રુઓને દંડ, ને સમુદ્રને કિનારે આવેલા દેશોને તે શિક્ષા કરશે.


તમે હજારો પર કૃપા કરો છો, ને પૂર્વજોના અન્યાયનું ફળ તેઓની પાછળ આવનાર તેઓના પુત્રોના ખોળામાં ભરી આપો છો. તમે મહાન તથા શક્તિમાન ઈશ્વર છો, તમારું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે.


યહોવા આવેશી ઈશ્વર છે ને તે બદલો લેનાર છે. યહોવા બદલો લે છે, તે કોપાયમાન થયા છે. યહોવા પોતાના વૈરીઓને બદલો આપે છે, ને તે પોતાના શત્રુઓને માટે [કોપ] સંઘરી રાખે છે.


અને કોશ ચાલી નીકળતો, ત્યારે એમ થતું કે મૂસા કહેતો, “હે યહોવા ઊઠો, ને તમારા શત્રુઓને વિખેરી નાખો. અને તમારા દ્વેષકો તમારી આગળથી નાસી જાય.”


યહોવા મંદરોષી તથા પુષ્કળ દયાળુ, અન્યાય તથા ઉલ્‍લંઘનની ક્ષમા કરનાર, તથા [દોષિતને] નિર્દોષ કોઈ પણ પ્રકારે નહિ ઠરાવનાર; પિતાના અન્યાયનો બદલો ત્રીજી તથા ચોથી પેઢીનાં છોકરાં પાસેથી લેનાર છે.


ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ [ઈશ્વરના] કોપને માટે માર્ગ મૂકો; કેમ કે લખેલું છે, “પ્રભુ કહે છે કે, વૈર વાળવું એ મારું [કામ] છે; હું બદલો લઈશ.


બહાર તરવાર, અને કોટડીઓમાં ત્રાસ નાશ કરશે. [તે] જુવાનોનો તથા કુંવારીઓનો, ધાવણાનો તેમ જ પાકા કેશી માણસનો [નાશ કરશે].


તેઓનો પગ લપસી જશે તે કાળે, વેર વાળવું તથા બદલો લેવો એ મારું કામ છે; કેમ કે તેઓની વિપત્તિનો દિવસ પાસે છે, અને તેઓ પર જે આવી પડવાનું છે તે જલદી આવશે.’


જો હું મારી ચળકતી તરવાર ઘસીશ, [અને] મારો હાથ ન્યાયદંડ ધારણ કરશે, તો મારા શત્રુઓ પર હું વેર વાળીશ, ને મારા દ્રેષીઓનો બદલો લઈશ.


તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર. કેમ કે હું યહોવા તારો ઈશ્વર આવેશી ઈશ્વર છું:જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી, પિતાના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર;


માટે જે આજ્ઞાઓ તથા વિધિઓ તથા કાનૂનો હું આજે તને ફરમાવું છું તે તું પાળીને અમલમાં મૂક.


એ માટે જાણ કે, યહોવા તારા ઈશ્વર, તે જ ઈશ્વર છે. તે જ વિશ્વાસુ ઈશ્વર છે કે, જે તેમના ઉપર પ્રેમ રાખનારાઓ પ્રત્યે હજારો પેઢીઓ સુધી કરાર [પાળે છે] તથા દયા રાખે છે.


Lean sinn:

Sanasan


Sanasan