Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 6:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને આપણા હમેશના હિતને માટે આ બધા વિધિઓ પાળવાની તથા યહોવા આપણા ઈશ્વરનો ડર રાખવાની યહોવાએ અમને આજ્ઞા આપી કે, જેમ આજ છીએ તેમ, તે આપણને બચાવી રાખે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 ત્યારે આપણા ઈશ્વર પ્રભુએ આપણા કલ્યાણ માટે આ બધી આજ્ઞાઓનું પાલન કરવાનું અને તેમનો આદર રાખવાનું ફરમાવ્યું હતું; જેથી જેમ આજ સુધી આપણને રાખ્યા છે તેમ હંમેશને માટે સંભાળી રાખે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 આપણા ભલાને માટે હંમેશા આ બધા નિયમો પાળવાની તથા ઈશ્વરનો ભય રાખવાની તેમણે આપણને આજ્ઞા આપી કે, જેથી તેઓ આપણને જીવતા રાખે, જેમ આજે જીવતા છીએ તેમ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 તે વખતે યહોવાએ આ બધા નિયમોનું પાલન કરવાની આજ્ઞા કરી હતી, જેથી આપણે તેનો ભય રાખીને ચાલીએ અને તેથી આજ સધી આપણે જેમ સુખસમુદ્વિમાં રહેતા આવ્યા છીએ તેમ સદાને માંટે રહેવા પામીએ.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 6:24
20 Iomraidhean Croise  

યહોવા તેનું રક્ષણ કરશે તથા તેને જીવતો રાખશે. તે પૃથ્વી પર સુખી થશે. પ્રભુ, તેને તમે તેના શત્રુઓની ઇચ્છાને સ્વાધીન ન કરશો.


બીમારીના બિછાના પર યહોવા તેનો આધાર થશે; તેની માંદગીમાં આખી પથારી તમે બિછાવો છો.


તે આપણા આત્માને જીવનમાં [સહીસલામત] રાખે છે, અને આપણા પગને લપસી જવા દેતા નથી.


અને મૂસાએ લોકોને કહ્યું, “બીશો નહિ; કેમ કે ઈશ્વર એ માટે આવ્યા છે કે તે તમારી પરીક્ષા કરે, ને તેમનું ભય તમારી સમક્ષ રહે કે તમે પાપ ન કરો, ”


ધન, આબરૂ તથા જીવન એ નમ્રતાનાં અને યહોવાના ભયનાં ફળ છે.


જો તું જ્ઞાની હોય, તો તારે પોતાને માટે તું જ્ઞાની છે; અને જો તું તિરસ્કાર કરતો હોય, તો તારે એકલાને જ તે [નું ફળ] ભોગવવું પડશે.


ન્યાયીને ધન્ય છે, તેનું કલ્યાણ થશે; તેઓ પોતાની કરણીનું ફળ ભોગવશે.


તેઓ પોતાના પુત્રોના હિતને માટે મારો ડર સર્વકાળ રાખે, તે માટે હું તેઓને એક જ હ્રદય આપીશ, તથ એક જ માર્ગમાં તેમને ચલાવીશ.


પણ તમે પહેલા તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે.


તેમણે તેને કહ્યું, “તેં ઠીક ઉત્તર આપ્યો છે. એમ કર, એટલે તું જીવશે.”


કેમ કે મૂસા લખે છે, “જે માણસ નિયમશાસ્‍ત્ર પ્રમાણેના ન્યાયીપણાનાં કામ કરે છે, તે તે વડે જીવશે.”


અને હવે, હે ઇઝરાયલ, જે વિધિઓ તથા કાનૂનો હું તમને શીખવું છું તે પર લક્ષ દઈને તેમનો અમલ કરો. એ માટે કે તમે જીવતા રહો, ને જે દેશ યહોવા તમારા પિતૃઓના ઈશ્વર તમને આપે છે તેમાં પ્રવેશ કરીને તેનું વતન પામો.


પણ તમે જે યહોવા તમારા ઈશ્વરને વળગી રહ્યા તે સર્વ આજે જીવતા રહ્યા છો.


એ માટે કે તું તથા તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો તારા આખા આયુષ્યભર યહોવા તારા ઈશ્વરનો ડર રાખીને તેમનાં સર્વ વિધિઓ તથા આજ્ઞાઓ જે હું તમને ફરમાવું છું તે પાળો; અને તારી આવરદા લાંબી થાય.


અને તે અમને ત્યાંથી કાઢી લાવ્યા, એ માટે કે જે દેશ તેમણે આપણા પિતૃઓને [આપવાની] પ્રતિજ્ઞા લીધી હતી તે આપવા માટે તે અમને તેમાં લઈ જાય.


જે સર્વ આજ્ઞાઓ આજે હું તને ફરમાવું છું તે તમે કાળજી રાખીને પાળો કે, તમે જીવતા રહો, ને વૃદ્ધિ પામે ને જે દેશ [આપવાની] યહોવાએ તમારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા કરી તેમાં જઈને તેનું વતન પામો.


અને તેમણે તને નમાવ્યો, ને તને ભૂખ્યો રહેવા દીધો, ને તું નહોતો જાણતો તેમજ તારા પિતૃઓએ પણ નહોતું જાણ્યું એવા માન્‍નાથી તને પોષ્યો, એ માટે કે તે તને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જ જીવતું નથી, પણ યહોવાના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી માણસ જીવે છે.


Lean sinn:

Sanasan


Sanasan