પુનર્નિયમ 6:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હવે જે આજ્ઞા, વિધિઓ તથા કાનૂનો યહોવા તમારા ઈશ્વરે તમને શીખવવાને મને ફરમાવ્યું છે, એ માટે કે જે દેશનું વતન પામવા માટે તમે [યર્દન] ઊતરીને પ્રવેશ કરો છો, તેમાં તમે તે પાળો, તે આ છે: Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 “આ સર્વ આજ્ઞાઓ, નિયમો અને આદેશો તમને શીખવવા મને તમારા ઈશ્વર પ્રભુએ ફરમાવ્યું છે; જેથી જે દેશમાં પ્રવેશ કરીને તમે તેનો કબજો લેવાના છો તેમાં તમે તેમનું પાલન કરો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હવે જે આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો ઈશ્વર તમારા યહોવાહે તમને શીખવવા માટે મને કહ્યું છે એ સારુ કે જે દેશનું વતન પામવા માટે તમે યર્દન ઊતરીને પ્રવેશ કરો છો, તેમાં તમે તે પાળો. તે આ છે: Faic an caibideilપવિત્ર બાઈબલ1 “તમે જે દેશનો કબજો લેવાને જઈ રહ્યા છો, ત્યાં જે આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો પાળવાનું તમને શીખવવા માંટેની આજ્ઞા તમાંરા દેવ યહોવાએ મને કહી હતી તે આ છે. Faic an caibideil |