Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 5:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 માટે યહોવા તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે તે પ્રમાણે તમારે કાળજી રાખીને વર્તવું. તમારે ડાબે કે જમણે હાથે વળવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

32 “તેથી હે ઇઝરાયલીઓ, તમારા ઈશ્વર પ્રભુએ ફરમાવેલી સર્વ આજ્ઞાઓનું કાળજીપૂર્વક પાલન કરો; તેમાંથી જરાય ચલિત થશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 માટે ઈશ્વર તમારા યહોવાહે તમને જે આજ્ઞાઓ આપી છે તેનું કાળજી રાખીને તેનું પાલન કરવું અને તમારે તેમાંથી ડાબે કે જમણે હાથે વળવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 “પછી મૂસાએ લોકોને કહ્યું. “તમાંરા દેવ યહોવાએ તમને જે આજ્ઞાઓ કરી છે તેનું કાળજી રાખીને પાલન કરજો. અને તમે જે માંગેર્ ચાલી રહ્યાં છો તેમાંથી વળતા નહિ.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 5:32
26 Iomraidhean Croise  

વળી જે વિધિઓ, કાનૂનો નિયમ તથા આજ્ઞા તેમણે તમારે માટે લખ્યાં, તે પાળીને તેનો અમલ તમારે સર્વકાળ કરવો. અને તમારે અન્ય દેવોની બીક રાખવી નહિ.


અને જે સર્વ આજ્ઞા મેં તેઓને આપી છે, ને જે નિયમશાસ્ત્ર મારા સેવક મૂસાએ તેમને ફરમાવ્યું તે પ્રમાણે વર્તીને તેઓ તે પાળશે, તો હે દેશ મેં ઇઝરાયલના પિતૃઓને આપ્યો છે, તેમાંથી તેઓના પગને હું હવે પછી કદી રખડાવીશ નહિ.”


તેણે યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તે બધી વાતે પોતાના પિતૃ દાઉદને માર્ગે ચાલ્યો, તે ડાબે કે જમણે હાથે ફર્યો નહિ.


જેઓ પોતાને આડેઅવળે માર્ગે વળે છે, તેઓને યહોવા દુષ્ટોની સાથે લઈ જશે. ઇઝરાયલ ઉપર શાંતિ થાઓ.


પોતાની ભૂલો કોણ જાણી શકે? છાનાં પાપમાંથી તમે મને મુક્ત કરો.


હે સૈન્યોના ઈશ્વર યહોવા, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ પાડો, એટલે અમે બચી જઈશું.


કેમ કે તે તને દીર્ઘાયુષ્ય, આવરદાનાં વર્ષો તથા શાંતિની વૃદ્ધિ આપશે;


જમણે કે ડાબે હાથે મરડાઈને જતો નહિ; દુષ્ટતાથી તારો પગ દૂર કર.


જ્યારે તમે જમણી તરફ કે ડાબી તરફ ફરો, ત્યારે તમારા કાનો તમારી પાછળથી એવી વાત આવતી સાંભળશે, “માર્ગ આ છે, તે પર તમે ચાલો.”


હું યહોવા તમારો ઈશ્વર છું. મારા વિધિઓ પ્રમાણે ચાલો, ને મારી આજ્ઞાઓ પાળો, ને તેમનો અમલ કરો.


મારો સેવક દાઉદ તેઓને શિર રાજા થશે. તે સર્વનો એક પાળક થશે. વળી તેઓ મારી આજ્ઞાઓ પ્રમાણે ચાલશે, મારા વિધિઓ પાળશે, ને તેમનો અમલ કરશે.


અને જે સર્વ વિધિઓ તથા કાનૂનો હું આજે તમારી આગળ મૂકું છું તે તમે ચોક્કસાઈથી પાળો.


જે જે વિષે હું તમને આજ્ઞા આપું છું તે તે તમારે કાળજી રાખીને કરવું. તારે તેમાં કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ


જે નિયમ તેઓ તને શીખવે તેની મતલબ પ્રમાણે, ને જે ચુકાદો તેઓ તને કરી બતાવે તે પ્રમાણે તારે કરવું. જે ફેંસલો તેઓ તને કરી બતાવે તેનાથી તું ડાબે કે જમણે મરાડીશ નહિ.


એ માટે કે તેનું હ્રદય તેના ભાઈઓ પ્રત્યે ગર્વિષ્ટ ન થઈ જાય, ને તે આ થી તે ડાબે કે જમણે ભટકી ન જાય. એ માટે કે ઇઝરાયલ મધ્યે તેના રાજ્યમાં તેની તથા તેનાં ફરજંદની આવરદા વધે.


કોઢ રોગ વિષે તું સાવચેત થઈને લેવી યાજકો તને જે કંઈ શીખવે તે સર્વ તું ખંતથી પાળીને બજાવ. જેમ મેં તમને આજ્ઞા કરી તેમ તમે સાંભળીને કરો.


અને જે વચનો આજે હું તને ફરમાવું છું તેઓમાંના કોઈથી જો તું જમણે કે ડાબે ફરી જઈને અન્ય દેવાની સેવા કરવા તેઓની પાછળ નહિ જાય, તો [એમ થશે].


અને આપણે તેઓનો દેશ લઈ લઈને રુબેનીઓને તથા ગાદીઓને તથા મનાશ્શાના અર્ધાકુળને વતન તરીકે આપ્યો.


યહોવા તમારા ઈશ્વરની જે આજ્ઞાઓ તથા કરારો તથા વિધિઓ તેમણે તને ફરમાવ્યાં છે તે તમે ખંતથી પાળો.


અને યહોવા આપણા ઈશ્વરે આપણને ફરમાવ્યું છે તે પ્રમાણે જો આપણે આ સર્વ આજ્ઞાઓ તેમની પ્રત્યે કાળજીથી પાળીએ, તો તે આપણા લાભમાં ન્યાયીપણાને અર્થે ગણાશે.


માટે, હે ઇઝરાયલ, સાંભળ, ને કાળજી રાખીને તે પાળ; એ માટે કે જેમ યહોવા તારા પિતૃઓના ઈશ્વરે તને વચન આપ્યું છે તેમ દૂધમધની રેલમછેલવાળા દેશમાં તારું ભલું થાય ને તમે બહુ જ વૃદ્ધિ પામો.


જે સર્વ આજ્ઞાઓ આજે હું તને ફરમાવું છું તે તમે કાળજી રાખીને પાળો કે, તમે જીવતા રહો, ને વૃદ્ધિ પામે ને જે દેશ [આપવાની] યહોવાએ તમારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા કરી તેમાં જઈને તેનું વતન પામો.


પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા માટે બળવાન તથા બહુ હિમ્મતવાન થા. તેમાંથી જમણી કે ડાબી તરફ ફરતો ના, એ માટે કે જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતેહ પામે.


માટે મૂસાના નિયમશાસ્‍ત્રના પુસ્તકમં જે જે લખેલું છે, તે સર્વ પાળવાને તથા અમલમાં લાવવાને ઘણા હિમ્મતવાન થાઓ કે, તમે તેમાંથી જમણે કે ડાબે હાથે ફરો નહિ;


કારણ કે એક વાર ન્યાયીપણાનો માર્ગ જાણ્યા પછી તેઓને જે પવિત્ર આજ્ઞા આપવામાં આવી તેથી પાછા ફરવું, એ કરતાં તેઓ તે [માર્ગ] વિષે અજાણ્યા રહ્યા હોત તો સારું હોત.


Lean sinn:

Sanasan


Sanasan