Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 5:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 કેમ કે સર્વ દેહધારીઓમાં એવો કોણ છે કે જીવતા ઈશ્વરની વાણી હવે અમે સાંભળી છે તેમ અગ્નિજ્વાળા મધ્યેથી બોલતી સાંભળીને જીવતો રહ્યો હોય?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 કારણ, અમે બચી ગયા તેમ જીવતા ઈશ્વરની વાણી અગ્નિ મધ્યેથી સાંભળીને કયો માણસ જીવતો બચ્યો છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 પૃથ્વી પર એવો કયો માણસ છે કે જેણે જીવતા ઈશ્વરની વાણી અગ્નિ મધ્યેથી આપણી જેમ બોલતી સાંભળી હોય અને જીવતો રહ્યો હોય?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 પૃથ્વી પર એવી કોઈ વ્યકિત નથી જેણે, જીવતા દેવને અગ્નિમાંથી બોલતા સાંભળ્યા હોય આપણી જેમ, અને હજી જીવતું હોય.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 5:26
19 Iomraidhean Croise  

અને પનીએલની પાર જતાં તેના પર સૂર્ય ઊગ્યો, ને તે જાંઘે લંગડાતો લંગડાતો ચાલ્યો.


અને ઈશ્વરે પૃથ્વી પર જોયું, તો જુઓ, તે દુષ્ટ હતી, કેમ કે સર્વ માણસે પૃથ્વી પર પોતાની ચાલ દુષ્ટ કરી હતી.


ઈશ્વર, હા, જીવતા ઈશ્વરને માટે મારો આત્મા તલપે છે. હું ક્યારે ઈશ્વરની આગળ હાજર થઈશ?


મારાં આંસુ રાતદિવસ ‍ મારો આહાર થયાં છે; તેઓ આખો દિવસ મને કહે છે, “તારો ઈશ્વર ક્યાં છે?”


મારો આત્મા યહોવાનાં આંગણાંની અભિલાષા રાખે છે, હા, [તેમને માટે] ક્ષીણ થાય છે; જીવતાજાગતા ઈશ્વરની આગળ મારું હ્રદય તથા મારો દેહ હર્ષનાદ કરે છે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “ઇઝરાયલી લોકોને એમ કહે કેમ ‘તમે પોતે જોયું છે કે મેં આકાશમાંથી તમારી સાથે વાત કરી છે.


“પોકાર, ” એવું કોઈ કહે છે. મેં પૂછયું, “શું પોકારું?” જવાબ મળ્યો, “સર્વ મનુષ્ય ઘાસ જ છે, ને તેમનુમ સર્વ સૌંદર્ય ખેતરના ફૂલ જેવું છે:


પણ યહોવા સત્ય ઈશ્વર છે; તે જ જીવંત ઈશ્વર તથા સનાતન રાજા છે. તેમના કોપથી પૃથ્વી કંપે છે, ને તેમનો ક્રોધ વિદેશીઓથી સહન થઈ શકતો નથી.


હું એવો હુકમ કરું છું કે, મારા આખા રાજ્યમાં લોકોએ દાનિયેલના ઈશ્વરથી કાંપવું તથા બીવું; કેમ કે તે જ જીવતા તથા તથા અચળ ઈશ્વર છે. તેમનું રાજ્ય અવિનાશી છે, ને તેમની સત્તા છેક અનંતકાળ સુધી રહેશે.


પણ ઈસુ છાના રહ્યા. ત્યારે પ્રમુખ યાજકે તેમને કહ્યું, “હું તને જીવતા ઈશ્વરના સમ દઉં છું કે, ઈશ્વરનો દીકરો જે ખ્રિસ્ત તે જ તું છે કે નહિ, એ અમને કહે.”


સદગૃહસ્થો, તમે આવું કામ શા માટે કરો છો? અમે પણ તમારા જેવી પ્રકૃતિના માણસ છીએ, અને આ મિથ્યા વાતો તજી દઈને આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા તેઓમાંનાં બધાંને ઉત્પન્‍ન કરનાર જીવતા ઈશ્વરની તરફ તમે ફરો, માટે અમે તમને સુવાર્તા પ્રગટ કરીએ છીએ.


કેમ કે તેમની સમક્ષ કોઈપણ માણસ નિયમ [શાસ્‍ત્ર પ્રમાણે] ની કરણીઓથી ન્યાયી ઠરશે નહિ, કારણ કે નિયમ દ્વારા પાપ વિષે જ્ઞાન થાય છે.


ઈશ્વરના મંદિરને મૂર્તિઓની સાથે શો મેળ હોય? કેમ કે જેમ ઈશ્વરે ક્હ્યું છે, “હું તેઓમાં રહીશ તથા તેઓની સાથે ચાલીશ; હું તેઓનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા લોકો થશે.” તેમ આપણે જીવતા ઈશ્વરનું મંદિર છીએ.


જેમ તેં ઈશ્વરની વાણી સાંભળી છે એમ અગ્નિ મધ્યેથી બોલતી સાંભળીને કદી કોઈ લોક જીવતા રહ્યા છે શું?


તું પાસે જઈને યહોવા આપણા ઈશ્વર જે બોલે તે બધું સાંભળ. અને યહોવા આપણા ઈશ્વર જે તને કહે તે બધું તું અમને કહેજે. અને અમે તે સાંભળીને તેનો અમલ કરીશું.’


કેમ કે તમારામાં અમારો પ્રવેશ કઈ રીતે થયો, અને તમે જીવતા તથા ખરા ઈશ્વરની સેવા કરવાને,


અને યહોશુઆએ કહ્યું, “આ ઉપરથી તમે જાણશો કે જીવતા ઈશ્વર તમારી મધ્યે છે, ને કનાનીઓ તથા હિત્તીઓ તથા હિવ્વીઓ તથા પરિઝીઓ તથા ગિર્ગાશીઓ તથા અમોરીઓ તથા યબૂસીઓને તે નક્કી તમારી આગળથી હાંકી કાઢશે.


પછી માનોઆએ પોતાની પત્નીને કહ્યું, “આપણે ઈશ્વરને જોયા છે તેથી આપણે નિશ્વય મરી જઈશું.”


અને દાઉદે પાસે ઊભેલા માણસોને પૂછ્યું, “જે માણસ આ પલિસ્તીને મારી નાખે, ને ઇઝરાયલનું મહેણું દૂર કરે, તેને શું મળશે? કેમ કે આ બેસુન્‍નત પલિસ્તી કોણ કે તે જીવતા ઈશ્વરનાં સૈન્યનો તિરસ્કાર કરે?”


Lean sinn:

Sanasan


Sanasan