Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 5:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને તું યાદ રાખ કે તું મિસર દેશમાં દાસ હતો, ને તારા ઈશ્વર યહોવા તને ત્યાંથી પરાક્રમી હાથ વડે તથા લંબાવેલા ભુજ વડે કાઢી લાવ્યા. તે માટે યહોવા તારા ઈશ્વરે તને સાબ્બાથ દિવસ પાળવાની આજ્ઞા આપી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 તમે પણ ઇજિપ્ત દેશમાં ગુલામ હતા અને તમારા ઈશ્વર પ્રભુએ પોતાનો હાથ લંબાવીને પ્રચંડ બાહુબળથી તમને ત્યાંથી મુક્ત કર્યા એ યાદ રાખો. તેથી મેં, તમારા ઈશ્વર પ્રભુએ તમને સાબ્બાથદિન પાળવાની આજ્ઞા આપી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 યાદ રાખ કે મિસર દેશમાં તું દાસ હતો, ઈશ્વર તારા યહોવાહ તેમના પરાક્રમી હાથ વડે તથા અદ્દભુત શક્તિ વડે તને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા. તે માટે ઈશ્વર તારા યહોવાહે તને વિશ્રામવાર પાળવાની આજ્ઞા આપી છે તે તારે પાળવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તમાંરે વિશ્રામ દિવસનું પાલન કરવાનું છે. યહોવા તમને આ આજ્ઞા આપે છે કે જેથી તમે યાદ રાખો કે તમે મિસરમાં ગુલામો હતાં, અને યહોવા તમાંરા દેવે તેની મહાન હાથ વડે તમને ગુલામીમાંથી મુકત કર્યા અને તમને મિસરમાંથી બહાર લાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 5:15
23 Iomraidhean Croise  

અને યહોવાએ ઇબ્રામને કહ્યું, “તું ખચીત જાણ કે, તારો વંશ પરદેશમાં ભટકશે, ને ત્યાંના લોકોની સેવઅ કરશે; અને ચારસો વર્ષ સુધી તેઓને દુ:ખ આપવમાં આવશે;


પણ તે વિલંબ કરતો હતો; ત્યારે યહોવા તેના પર કૃપાળુ હતા માટે, તે પુરુષોએ તેનો હાથ તથા તેની પત્નીનો હાથ તથા તેની બે દીકરીઓના હાથ પકડયા; અને તેઓએ તેને કાઢીને નગરની બહાર પહોંચાડયો.


હે યહોવા, ખરેખર, હું તમારો દાસ છું; તમારો જ દાસ, તમારી દાસીનો દીકરો છું; તમે મારાં બંધન છોડ્યાં છે.


બળવાન બાહુ તથા લાંબા કરેલા હાથ વડે તેઓને છોડાવી લાવનારની [સ્તુતિ કરો] , કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.


અને જ્યારે ભવિષ્યકાળમાં તારો પુત્ર તને પૂછે કે, આનો શો અર્થ છે? ત્યારે તું તેને કહે કે, યહોવા પોતાના હાથના પરાક્રમ વડે મિસરમાંથી એટલે બંદીખાનામાંથી અમને કાઢી લાવ્યા.”


અને તે તારા હાથ પર ચિહ્નરૂપ તથા તારી આંખોની વચમાં ચાંદરૂપ થશે, કેમ કે યહોવા પરાક્રમથી અમને મિસરમાંથી કાઢી લાવ્યા.”


અને મૂસાએ લોકોને કહ્યું, “આ જે દિવસે તમે મિસરમાંથી એટલે ગુલામીના દેશમાંથી નીકળી આવ્યા, તેની યાદગીરી રાખો; કેમ કે યહોવા પોતાના હાથના પરાક્રમ વડે તમને ત્યાંથી કાઢી લાવ્યા; ખમીરવાળી રોટલી ખાવી નહિ;


અને એ તારા હાથ પર ચિહ્ન જેવું ને તારી આંખોની વચમાં યાદગીરી જેવું થશે, એ માટે કે યહોવાનો નિયમ તારે મોઢે રહે; કેમ કે યહોવા તને બળવાન હાથે મિસરમાંથી કાઢી લાવ્યા છે.


કેમ કે છ દિવસમાં યહોવાએ આકાશ તથા પૃથ્વી, સમદ્ર તથા તેઓમાંના સર્વ ઉત્પન્‍ન કર્યા, ને સાતમે દિવસે તે સ્વસ્થ રહ્યા; એ માટે યહોવાએ સાબ્બાથ દિનને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો.


એ માટે ઇઝરાયલીઓને કહે, ‘હું યહોવા છું. ને મિસરીઓની વેઠ નીચેથી હું તમને કાઢીશ, ને હું તેમની ગુલામીમાંથી તમને મુક્ત કરીશ, ને લંબવેલા હાથ વડે તથા મહાન ન્યાયકૃત્યો વડે હું તમને છોડાવીશ.


તેમનાં સર્વ દુ:ખોમાં તે દુ:ખી થયા, ને તેમની હજૂરના દૂતે તેઓનો ઉદ્ધાર કર્યો; તેમણે જ પોતાના પ્રેમથી તથા પોતાની દયાથી તેમનો ઉદ્ધાર કર્યો. પુરાતન કાળના સર્વ દિવસોમાં તેમણે તેઓને ઊંચકીને ફેરવ્યા.


હવે, હે પ્રભુ, પોતાના લોકોને પરાક્રમી હાથે મિસર દેશમાંથી કાઢી લાવીને આજની જેમ મહિમા મેળવનાર અમારા ઈશ્વર, અમે પાપ કર્યું છે, અમે દુષ્ટતા કરી છે.


અને તારે યાદ રાખવું કે મિસર દેશમાં તું પણ દાસ હતો, ને યહોવા તારા ઈશ્વરે તને છોડાવ્યો; એમાટે આ આજ્ઞા હું આજે તને આપું છું.


અને યાદ રાખ કે તું પણ મિસરમાં દાસ હતો. અને તું આ વિધિઓ પાળ તથા તેમને અમલમાં મૂક.


અને યહોવા બળવાન હાથે, ને લાંબા કરેલા બાહુ વડે, ને બહુ ભયંકર રીતે ને ચિહ્નોથી તથા ચમત્કારોથી અમને મિસરમાંથી કાઢી લાવ્યા.


‘મિસર દેશમાંથી એટલે ગુલામીના ઘરમાંથી તને કાઢી લાવનાર હું યહોવા તારો ઈશ્વર છું.


અને યહોવાએ મને કહ્યું, ‘ઊઠ, અહીંથી જલદી નીચે ઊતર, કેમ કે જે તારા લોકોને તું મિસરમાંથી કાઢી લાવ્યો છે તેઓ ભ્રષ્ટ થઈ ગયા છે. જે માર્ગ મેં તેમને ફરમાવ્યો હતો તેમાંથી તેઓ જલદી ભટકી ગયા છે. તેઓએ પોતાને માટે ઢાળેલું પૂતળું બનાવ્યું છે.’


તેમણે આપણે માટે પોતાનું સ્વાર્પણ કર્યું, જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને માટે ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોકો તૈયાર કરે.


Lean sinn:

Sanasan


Sanasan