Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 4:35 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 એ બધું તને દર્શાવવાનું કારણ એટલું જ કે તું જાણે કે યહોવા તે જ ઈશ્વર છે; અને તે વિના બીજો કોઇ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

35 તમારી નજર સામે જ પ્રભુએ પોતાના પ્રચંડ બાહુબળ વડે આફતો, અજાયબ કાર્યો, ચમત્કારો, યુધ અને ત્રાસદાયક કાર્યો કર્યાં તેમ બીજા કોઈ દેવે કર્યાં છે? એકમાત્ર યાહવે જ ઈશ્વર છે અને તેમના સિવાય અન્ય કોઈ નથી એ તમને પૂરવાર કરી આપવા માટે પ્રભુએ એ દર્શાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 આ બધું તેમણે એટલા માટે કર્યુ કે તમે જાણો કે ઈશ્વર યહોવાહ છે. તેમના વગર બીજા કોઈ ઈશ્વર નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 આ તમાંમ તેમણે એટલા માંટે કર્યુ કે પોતે જ દેવ છે, બીજું કોઈ નથી, એની ખાતરી તમને કરાવી શકાય.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 4:35
33 Iomraidhean Croise  

કેમ કે યહોવા વિના ઈશ્વર કોણ છે? અને અમારા ઈશ્વર વિના ગઢ કોણ છે?


માટે, હે યહોવા ઈશ્વર, તમે મોટા છો; કેમ કે જે બધું અમે અમારે કાને સાંભળ્યું છે, તે પ્રમાણે તમારા જેવો કોઈ નથી, ને તમારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.


કે જેથી પૃથ્વીની સર્વ પ્રજાઓ જાણે કે યહોવા એ જ ઈશ્વર છે, બીજો કોઈ નથી.


તો હવે હે અમારા ઈશ્વર યહોવા, હું તમને કાલાવાલા કરું છું કે, તમે અમને તેના હાથમાંથી બચાવો કે, પૃથ્વીના સર્વ રાજ્યો જાણે કે, તમે, હે યહોવા, એકલા તમે જ, ઈશ્વર છો.”


હે યહોવા, અમારા સાંભળવા પ્રમાણે તમારા જેવા બીજા કોઈ નથી, ને તમારા સિવાય બીજા કોઈ ઈશ્વર નથી.


યહોવા તે જ ઈશ્વર છે, એમ તમે માનો; તેમણે આપણને ઉત્પન્‍ન કર્યાં છે, અને આપણે તેમનાં જ છીએ; આપણે તેમના લોકો તથા તેમના ચારાનાં મેંઢાં છીએ.


માટે લોકો કહેશે, “ન્યાયીને ખચીત બદલો મળે છે; ખરેખર પૃથ્વીમાં ન્યાય કરનાર ઈશ્વર છે.”


જેથી, તેઓ જાણે કે તમે, જેમનું નામ યહોવા છે તે તમે જ આખી પૃથ્વી પર સર્વોચ્ચ ઈશ્વર છો.


હે યહોવા, દેવો મધ્યે તમારા જેવો કોણ છે? તમારા જેવો પવિત્રતામાં મહિમાવાન, સ્તોત્રોમાં ભયયોગ્ય તથા આશ્ચર્યકર્તા [બીજો] કોણ છે?


અને ફારુને કહ્યું, “કાલે કરજે.” અને મૂસાએ કહ્યું, “તમારા કહેવા પ્રમાણે થાઓ. એ માટે કે તમે જાણો કે અમારા ઈશ્વર યહોવાના જેવો કોઈ નથી.


અને હારુને પોતાનો હાથ મિસરનાં પાણી ઉપર લાંબો કર્યો. અને દેડકાંએ નીકળી આવીને મિસર દેશને ઢાંકી દીધો.


કેમ કે આ વખતે મારા બધા અનર્થો હું તારા હ્રદય ઉપર તથા તારા સેવકો ઉપર તથા તારી પ્રજા ઉપર મોકલીશ; એ માટે કે તું જાણે કે આખી પૃથ્વીમાં મારા જેવો કોઈ નથી.


યહોવા કહે છે, “તમે મારા સાક્ષી છો, ને મારા સેવકને મેં પસંદ કર્યો છે કે જેથી તમે મને જાણો, ને મારો ભરોસો કરો, ને સમજો કે હું તે છું; મારા પહેલાં કોઈ ઈશ્વર થયો નથી, ને મારી પાછળ કોઈ થવાનો નથી.


ઇઝરાયલનો રાજા, તેનો ઉદ્ધાર કરનાર, સૈન્યોના [ઈશ્વર] યહોવા એવું કહે છે, “હું આદિ છું, હું અંત છું; મારા વિના બીજો કોઈ ઈશ્વર નથી.


ગભરાશો નહિ, ને બીશો નહિ; શું મેં ક્યારનું સંભળાવીને તને જાહેર કર્યું નથી? તમે મારા સાક્ષી છો. શું મારા વિના બીજો કોઈ ઈશ્વર છે? કોઈ ખડક નથી; હું કોઈને જાણતો નતી.


આકાશો ઉત્પન્ન કરનાર યહોવા તે જ ઈશ્વર છે; પૃથ્વીના બનાવનાર તથા તેના કર્તા તે છે; તેમણે એને સ્થાપન કરી, ઉજજડ રહેવા માટે એને ઉત્પન્ન કરી નથી, તેમણે વસતિને માટે તેને બનાવી; તે એવું કહે છે, “હું યહોવા છું; અને બીજો કોઈ નથી.


હે પૃથ્વીના છેડા સુધીના સર્વ લોકો, મારી તરફ ફરો, ને તારણ પામો; કેમ કે હું ઈશ્વર છું, ને બીજો કોઈ નથી.


હું જ યહોવા છું, ને બીજો કોઈ નથી. મારા સિવાય કોઈ ઈશ્વર નથી; જો કે તેં મને ઓળખ્યો નથી, તોપણ હું તારી કમર બાંધીશ.


ઈસુએ ઉત્તર આપ્યો, “પહેલી એ છે કે, ઓ ઇઝરાયલ સાંભળ; પ્રભુ આપણો ઈશ્વર તે પ્રભુ એક જ છે;


અને શાસ્‍ત્રીએ તેમને કહ્યું, “ખરેખર, ઉપદેશક, તમે ઠીક કહ્યું છે કે, તે એક જ છે અને તે વિના બીજો કોઈ નથી.


મૂર્તિઓનાં નૈવેદ ખાવા વિષે તો આપણે જાણીએ છીએ કે મૂર્તિ જગતમાં [કંઈ જ] નથી, અને એક વિના બીજો કોઈ ઈશ્વર નથી.


તોપણ આપણા તો એક જ ઈશ્વર એટલે પિતા છે, જેનાથી સર્વ છે, અને આપણે તેમને અર્થે છીએ, અને એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેને આશરે સર્વ છે, અને આપણે તેમને આશરે છીએ.


એકલા યહોવાએ તેને ચલાવ્યો, ને તેની સાથે કોઈ પારકો દેવ નહોતો.


હું તેઓનું ઘણું નુકસાન કરીશ; હું તેઓ પર મારાં તીર ખલાસ કરી દઈશ;


હવે જુઓ, એ તો હું, હા, હું જ તે છું, અને મારા વગર કોઈ ઈશ્વર નથી. હું મારું છું, ને હું જીવાડું છું; મેં ઘાયલ કર્યાં છે, ને હું સાજાં કરું છું; અને મારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ નથી.


ઓ યશુરૂન, આપણા ઈશ્વરના જેવો કોઈ નથી, કે જે તારી મદદને માટે આકાશ પર, અને પોતાના ગૌરવમાં અંતરિક્ષ પર સવારી કરે છે.


માટે આજ તું જાણ તથા તારા અંત:કરણમાં ઠસાવ કે, આકાશમાં તથા નીચે પૃથ્વીમાં યહોવા તે જ ઈશ્વર છે. તેમના સિવાય બીજો કોઈ નથી.


હે ઇઝરાયલ, સાંભળ:યહોવા આપણા ઈશ્વર તે એકલા જ યહોવા છે.


એ માટે જાણ કે, યહોવા તારા ઈશ્વર, તે જ ઈશ્વર છે. તે જ વિશ્વાસુ ઈશ્વર છે કે, જે તેમના ઉપર પ્રેમ રાખનારાઓ પ્રત્યે હજારો પેઢીઓ સુધી કરાર [પાળે છે] તથા દયા રાખે છે.


યહોવા જેવા પવિત્ર કોઈ નથી; કેમ કે તમારા સિવાય બીજો કોઈ નથી; વળી અમારા ઈશ્વર જેવો બીજો ખડક નથી.


Lean sinn:

Sanasan


Sanasan