Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 4:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 વળી યહોવા તમારે લીધે મારા પર કોપાયમાન થયા, ને તેમણે એવી પ્રતિજ્ઞા લીધી, કે તું યર્દનની પેલી બાજુ જવા પામશે નહિ ને યહોવા તારા ઈશ્વર જે ઉત્તમ દેશનો વારસો તને આપે છે, તેમાં તું પ્રવેશ કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 “તમારે લીધે પ્રભુ મારા પર ક્રોધાયમાન થયા હતા અને તેમણે મને સોગંદપૂર્વક કહ્યું હતું કે, તમારા ઈશ્વર પ્રભુ તમને વારસા તરીકે જે ફળદ્રુપ દેશ આપવાના છે તેમાં યર્દન નદી ઓળંગીને હું પ્રવેશ કરીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 વળી તમારે કારણે યહોવાહ મારા પર શબ્દો વડે કોપાયમાન થયા; અને તેમણે એવા સમ ખાધા કે, “તું યર્દનની પેલે પાર જવા પામશે નહિ. અને ઈશ્વર જે ઉતમ દેશનો વારસો તમને આપે છે તેમાં તું પ્રવેશ પામશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 “પરંતુ તમાંરે કારણે યહોવા માંરા પર રોષે ભરાયા હતા અને તેમણે સમ પૂર્વક જણાવ્યું હતું કે, તું યર્દન નદી ઓળંગી હું જે સમૃદ્વ ભૂમિનો કબજો તમાંરા લોકોને સોંપી રહ્યો છું તેમાં પ્રવેશ પામશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 4:21
13 Iomraidhean Croise  

અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું, “મારા પર વિશ્વાસ ન કરતાં ઇઝરાયલી લોકોની દષ્ટિમાં તમે મને પવિત્ર મનાવ્યો નહિ, માટે જે દેશ મેં આ મંડળીને આપ્યો છે, તેમાં તમે તેઓને પહોંચાડશો નહિ.”


વળી તમારે લીધે મારા પર પણ યહોવાએ કોપાયમાન થઈને કહ્યું કે, ‘તું પણ તેમાં પ્રવેશ કરશે નહિ.


કેમ કે જે વિશ્રામ તથા વારસો યહોવા તારા ઈશ્વર તને આપવાના છે તેમાં તમે હજી સુધી પહોંચ્યા નથી.


તોપણ તારી મધ્યે કોઈ દરીદ્રી નહિ હોય; [કેમ કે યહોવા તારા ઈશ્વર તને જે દેશના વતનનો વારસો આપે છે, તેમાં યહોવા તને નક્કી આશીર્વાદ આપશે.]


કે જે દેશ યહોવા તારા ઈશ્વર વારસાને માટે તને આપે છે, તેમાં નિર્દોષ લોહી વહેવડાવવામાં ન આવે, ને એમ તને લોહીનો દોષ ન લાગે.


તું તારે માટે માર્ગ તૈયાર કર, અને યહોવા તારા ઈશ્વર જે દેશનો તને વારસો પમાડે છે તેની સીમોના ત્રણ ભાગ કર, એ માટે કે હરેક મનુષ્યઘાતક ત્યાં નાસી જાય.


પણ આ લોકોનાં જે નગરો યહોવા તારા ઈશ્વર તને વારસા તરીકે આપે છે તેઓમાંના કોઈ પણ પ્રાણીને તારે જીવતું રહેવા દેવું નહિ.


તો તેની લાસ આખી રાત ઝાડ પર ન રહે પણ તે જ દિવસે તારે તેને જરૂર દાટવી; કેમ કે લટકાવેલો [દરેક] પુરુષ ઈશ્વરથીઇ શાપિત છે. એ માટે કે તારો દેશ યહોવા તારા ઈશ્વર તને વારસા તરીકે આપે છે તે તારાથી અશુદ્ધ ન થાય.


તો તેના પહેલા પતિએ તેને કાઢી મૂકી હતી તે તેને અશુદ્ધ થયા પછી ફરીથી પોતાની પત્ની કરી ન લે, કેમ કે યહોવાની દષ્ટિમાં તે અમંગળપણું છે. અને જે દેશ યહોવા તારા ઈશ્વર તને વારસા તરીકે આપે છે તેના પર તું દોષ ન લાવ.


અને યહોવા તારા ઈશ્વર જે દેશ તને વતનને માટે આપે છે તેમાં તું આવે ને તેનો વારસો લઈને તેમાં વસે ત્યારે એમ થાય કે,


પણ તમારે લીધે મારા પર કોપાયમાન હોવાથી યહોવાએ મારી વિનંતી સાંભળી નહિ. અને યહોવાએ મને કહ્યું કે, ‘તું આટલામાં જ સંતોષ માન, આ બાબત વિષે હવે પછી કદી મારી આગળ બોલીશ નહિ.


અને તેણે તેઓને કહ્યું, “હું આજે એકસો વીસ વર્ષની ઉંમરનો થયો છું. હું હવે પછી બહાર કે અંદર આવજા કરી શક્તો નથી. અને યહોવાએ મને કહ્યું છે કે, તું યર્દનને પાર જવા પામશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan