Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 4:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 માટે પોતા વિષે ઘણી સંભાળ રાખો. કેમ કે હોરેબમાં યહોવા અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલ્યા તે દિવસે તમે કોઈ પણ પ્રકારનો આકાર જોયો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 “હોરેબ પર્વત પર પ્રભુ અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલ્યા તે દિવસે તમે કોઈ પણ પ્રકારનો આકાર જોયો નહિ. તેથી પોતા વિષે અત્યંત સાવધ રહો કે

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 “માટે પોતાના વિષે સાવધ રહેજો, જે દિવસે તમે હોરેબમાં યહોવાહને અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલતા સાંભળ્યા તે દિવસે તમે કોઈ આકાર જોયો ન હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 “સાવધાન રહેજો. જે દિવસે તમે હોરેબમાં યહોવાને અગ્નિમાંથી તમાંરી સાથે બોલતા સાંભળ્યા તે દિવસે તમે દેવની કોઈ આકૃતિ જોઈ નહોતી,

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 4:15
22 Iomraidhean Croise  

અને ધરતીકંપ પછી અગ્નિ [પ્રગટ્યો] , પણ તે અગ્નિમાં યહોવા નહોતા. અને અગ્નિ પછી એક કોમળ ઝીણો સાદ [સંભળાયો].


જુવાન માણસ પોતાનો જીવનક્રમ શાથી શુદ્ધ કરી શકે? તમારા વચન પ્રમાણે [તેને વિષે] સાવધ રહેવાથી.


ઇઝરાયલીઓ મિસર દેશમાંથી નીકળ્યાને ત્રીજા માસને પહેલે જ દિવસે સિનાઇ અરણ્યમાં આવ્યા.


તું તારે માટે કોઈ કોરેલી મૂર્તિ ન કર. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિની નીચેનાં પાણીમાંની કોઈ પણ ચીજની [પ્રતિમા] ન કર.


પૂર્ણ ખંતથી તારા હ્રદયની સંભાળ રાખ; કેમ કે તેમાંથી જ જીવનનો ઉદભવ છે.


જમણે કે ડાબે હાથે મરડાઈને જતો નહિ; દુષ્ટતાથી તારો પગ દૂર કર.


તો તમે ઈશ્વરને કોની સાથે સરખાવશો? કેવી પ્રતિમા સાથે તેમનો મુકાબલો કરશો?


યહોવા કહે છે, તમે પોતા વિષે સાવધાન રહો, સાબ્બાથને દિવસે કંઈ બોજો ઉપાડો નહિ, ને યરુશાલેમના દરવાજાઓમાં થઈને અંદર લાવો નહિ.


વળી જેનામાં આત્માનો અંશ હતો, તેણે એ પ્રમાણે કર્યું નથી? તે એક જણે શા માટે એમ કર્યું? તે ધાર્મિક સંતાનની ઈચ્છા રાખતો હતો માટે. એ માટે તમારા મન વિષે સાવધાન રહો, ને કોઈ પણ પોતાની જુવાનીની પત્ની સાથે કપટથી ન વર્તો.


અને જે દશ હુકમો યહોવાએ સભાને દિવસે પર્વત ઉપર અગ્નિજ્વાળા મધ્યે તમને કહ્યા, તે તેમણે તે પાટીઓ ઉપર પહેલા લેખ પ્રમાણે લખ્યા. અને યહોવાએ તે મને આપી.


અને યહોવા અગ્નિની મધ્યેથી તમારી સાથે બોલ્યા. તમે શબ્દોનો ઉચ્ચાર સાંભળ્યો ખરો, પણ કોઈ આકૃતિ તમારા જોવામાં આવી નહિ. [તમે] ફક્ત અવાજ [સાંભળ્યો].


અને તે સમયે યહોવાએ તમને વિધિઓ તથા કાનૂનો શીખવવાનું મને ફરમાવ્યું, એ માટે કે પેલી બાજુ જે દેશમાં તમે વતન પ્રાપ્ત કરવા જાઓ છો તેમાં તમે તે પાળો.


તો તમે સંભાળજો, રખેને જે કરાર યહોવા તમારા ઈશ્વરે તમારી સાથે કર્યો છે તે તમે ભૂલી જાઓ, ને કોઈ પણ વસ્તુના આકારની મૂર્તિ જે વિષે યહોવા તારા ઈશ્વરે તને મના કરી છે તે તમે પોતાને કાજે બનાવો.


તે તને બોધ આપે તે માટે તેમણે આકાશમાંથી પોતાની વાણી તને સંભળાવીલ અને પૃથ્વી પર તેમણે તને મોટી આગ દેખાડી, અને તેં તેમના શબ્દો અગ્નિ મધ્યેથી સાંભળ્યા.


માત્ર પોતાના વિષે સાવધાન રહે, ને ખંતથી તારા આત્માની સંભાળ રાખ, રખેને તારી નજરે જોયેલાં કૃત્યો તું ભૂલઈ જાય, ને રખેને તારા આયુષ્યના સર્વ દિવસોભર તારા અંત:કરણમાંથી તે જતાં રહે; પણ તારાં છોકરાને તથા તારાં છોકરાંના છોકરાને એ જણાવ.


યહોવાએ પર્વત પર અગ્નિજ્વાળા મધ્યેથી તમારી સાથે મોઢામોઢ વાત કરી,


તું પોતાને માટે કોરેલી મૂર્તિ ન કર, ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિની નીચેના પાણીમાંની કોઈ પણ ચીજની [પ્રતિમા] ન કર.


અને યહોવાએ મને ઈશ્વરની આંગળીથી લખેલી બે શિલાપાટીઓ સોંપી, અને તે પર જે સર્વ વચનો યહોવા સભાને દિવસે પર્વત પર અગ્નિજ્વાળા મધ્યેથી બોલ્યા હતા તે [લખેલા હતાં].


તે ઈશ્વરના ગૌરવનું તેજ તથા તેમના સત્વની આબેહૂબ પ્રતિમા છે, અને પોતાના પરાક્રમના શબ્દથી સર્વને નિભાવી રાખે છે, તે પાપનું પ્રાયશ્ચિત કરીને મહાન [પિતા] ની જમણી તરફ ઉચ્‍ચસ્થાને બેઠા છે.


તો તમારા ઈશ્વર યહોવા પર પ્રેમ રાખવાની ઘણી કાળજી રાખો.


Lean sinn:

Sanasan


Sanasan