Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 33:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને યહુદાને માટે આ [આશીર્વાદ] છે: અને તેણે કહ્યું, “હે યહોવા, યહુદાની વાણી સાંભળો, અને તેને તેના લોકમાં પાછો લાવો; તેણે પોતાને માટે લડાઈ કરી, અને તેના શત્રુઓની વિરુદ્ધ તમે તેને સહાય કરશો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તેણે યહૂદાના કૂળ વિષે કહ્યું: “હે પ્રભુ યહૂદાનો પોકાર સાંભળો, તેમને બીજાં કુળો સાથે જોડી દો: તે પોતાને માટે યુધ કરે, ત્યારે તેમના શત્રુઓ વિરુધ તેમને સહાય કરો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 મૂસાએ કહ્યું, યહૂદા માટે આ આશીર્વાદ છે: હે યહોવાહ, યહૂદાની વાણી સાંભળો, અને તેને તેના લોકો પાસે પાછા લાવો, તેને માટે લડાઈ કરીને; અને તેના દુશ્મનોનો સામનો કરવામાં તમે તેને સહાય કરજો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 યહૂદા માંટે મૂસાએ કહ્યું, “હે યહોવા, યહૂદાનો પોકાર સાંભળજે, અને તેને તેના લોકો પાસે લાવ, તેને બળ આપજો અને એમના દુશ્મનોનો સામનો કરવામાં એમને સહાય કરજો.”

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 33:7
28 Iomraidhean Croise  

હવે શાઉલના કુટુંબ તથા દાઉદના કુટુંબની વચ્ચે લાંબી મુદત સુધી વિગ્રહ ચાલ્યો; અને દાઉદ અધિકાધિક બળવાન થતો ગયો, પણ શાઉલનું કુટુંબ તો વધારે ને વધારે નબળું થતું ગયું.


ત્યાર પછી ઇઝરાયલનાં સર્વ કુળો દાઉદ પાસે હેબ્રોન આવ્યાં. તેઓએ કહ્યું, “જુઓ, અમે તમારા હાડકાના તથા તમારા માંસના છીએ.


અને યહોવાએ તેને કહ્યું, “ચઢાઈ કર, કેમ કે હું નક્‍કી પલિસ્તીઓને તારા હાથમાં સોંપી દઈશ.


અને શેતૂર વૃક્ષોની ટોચોમાં કૂચ કરવાનો ખડખડાટ તું સાંભળે ત્યારે એમ થાય કે તારે હિલચાલ કરવી, કેમ કે ત્યારે યહોવા પલિસ્તીઓના સૈન્યને મારવાને મારી આગળ ગયા છે [એમ સમજવું] ”


તે સમયે રોજ રોજ દાઉદને સહાય કરવા માટે લોકો તેની પાસે આવતા ગયા, તેથી તેનું સૈન્ય છેવટે ઇશ્વરના સૈન્ય જેવું મોટું થયું.


જેની સહાય યાકૂબનો ઈશ્વર છે, જેની આશા પોતાના ઈશ્વર યહોવા પર છે, તેને ધન્ય છે.


પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલો, અને સિયોનમાંથી તને બળ આપો.


હે યહોવા, તમારા સામર્થ્યથી રાજા હર્ષ પામશે; અને તમારા તારણથી તે કેટલો બધો આનંદ કરશે!


તારા સર્વ શત્રુઓ તારા હાથમાં આવશે; તારો જમણો હાથ તારા દ્વેષીઓને શોધી કાઢશે.


પણ તેમણે યહૂદાના કુળને, એટલે પોતાના વહાલા સિયોન પર્વતને, પસંદ કર્યો.


તેમણે ઘેટાંના વાડાઓમાંથી પોતાના સેવક દાઉદને પસંદ કરીને લીધો;


પણ તેની સાથે મારું વિશ્વાસુપણું તથા મારી કૃપા ચાલુ રહેશે; મારે નામે તેનું શિંગ ઊંચું કરવામાં આવશે.


માટે પ્રભુ તેમના જુવાનોથી હરખાશે નહિ. અને તેઓના અનાથો પર, તથા તેમની વિધવાઓ પર દયા રાખશે નહિ; કેમ કે તેઓ સર્વ અધર્મી, ને પાપ કરનારા છે, ને સર્વ મુખો મૂર્ખાઈની વાતો બોલે છે. એ સર્વ છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી, ને તેમનો હાથ હજી ઉગામેલો છે.


પણ હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું એટલું નાનું છે કે યહૂદાનાં ગોત્રોમાં તારી કંઈ ગણતરી નથી, તોપણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્‍ન થશે કે જે ઇઝરાયલમાં અધિકારી થવાનો છે, જેનો પ્રારંભ પુરાતન કાળથી, હા, અનાદિકાળથી છે.


“જુઓ, હું મારા દૂતને મોકલું છું, ને તે મારી આગળ માર્ગ તૈયાર કરશે. અને જે પ્રભુને તમે શોધો છો, તે પોતાના મંદિરમાં અકસ્માત આવશે; એટલે કરારનો દૂત જેનામાં તમે આનંદ માનો છો, જુઓ, તે આવે છે, ” એમ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


અને તે માણસોનાં નામ નીચે મુજબ છે: યહૂદાના કુળમાંથી યફૂનેન્‍નો દિકરો કાલેબ.


પરંતુ આ મારા વૈરી જેઓ ચાહતા નહોતા કે હું તેઓ પર રાજ કરું, તેઓને અહીં લાવો, અને મારી આગળ મારી નાખો.”


કેમ કે તે પોતાના સર્વ શત્રુઓને પગ નીચે નહિ દાબે, ત્યાં સુધી તેમણે રાજ કરવું જોઈએ.


કેમ કે સર્વ જાણે છે કે, યહૂદા [ના કુળ] માં આપણા પ્રભુનો જન્મ થયો. તે કુળમાંના યાજકપદ સંબંધી મૂસાએ કંઈ કહ્યું નથી.


યહૂદાપુત્રોના કુળનું વતન તેઓનાં કુટુંબો પ્રમાણે છે.


Lean sinn:

Sanasan


Sanasan