Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 33:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 હા, તે પોતાના લોક પર પ્રેમ રાખે છે; તેમના સર્વ પવિત્રો તમારા હાથમાં છે; અને તેઓ તમારાં ચરણ આગળ બેઠા; [પ્રત્યેક] તમારાં વચનો સ્વીકારશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 પ્રભુ પોતાના લોક પર પ્રેમ રાખે છે અને જેઓ તેમને સમર્પિત છે તેમને સાચવે છે, તેઓ તેમને ચરણે બેસે છે, અને તેમનો સંદેશ સ્વીકારે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 હા, યહોવાહ પોતાના લોકોને પ્રેમ કરે છે; તેમના સર્વ પવિત્ર લોકો તેમના હાથમાં છે, તેઓ તેમના ચરણ આગળ બેઠા; અને દરેક તમારાં વચનો ગ્રહણ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 હા, યહોવા પોતાનાના લોકોને ચાહે છે, તેના બધા પવિત્ર લોકો તેના હાથમાં છે. તેઓ તેના પગ આગળ બેસે છે, અને તેનો ઉપદેશ ગ્રહણ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 33:3
31 Iomraidhean Croise  

મારા સર્વ પ્રસંગો તમારા હાથમાં છે. મારા શત્રુઓના હાથમાંથી તથા મને સતાવનારાઓથી મને છોડાવો.


તેમણે આપણે માટે આપણો વારસો, એટલે પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા, પસંદ કરી. (સેલાહ)


“જેઓએ યજ્ઞથી મારી સાથે કરાર કર્યો છે એવા મારા ભક્તોને મારી પાસે ભેગા કરો.”


મારા દીકરા, જો તું મારાં વચનોનો અંગીકાર કરશે, અને મારી આજ્ઞાઓને તારી પાસે સંઘરી રાખીને,


આ બધા વિષે માહિતી મેળવવાનો મેં મારા મનમાં નિર્ણય કર્યો, ને મેં જોયું કે નેકીવાનો તથા જ્ઞાનિઓ તથા તેઓનાં કામો ઈશ્વરના હાથમાં છે. [મેં જોયું કે] તે પ્રેમ હશે કે દ્વેષ હશે, તે કોઈ માણસ જાણતો નથી; બધું તેમના ભવિષ્યમાં છે.


“તું જઈને યરુશાલેમના કાનોમાં પોકારીને કહે, યહોવા કહે છે, ‘રાનમાં, પડતર પ્રદેશમાં, તું મારી પાછળ ચાલતી હતી, તે સમયે યુવાવસ્થામાં જે તારો સ્નેહ, તથા વિવાહસંબંધ થતી વખતનો તારો પ્રેમ, તે હું તારા લાભમાં સંભારું છું.


યહોવાએ દૂર દેશમાં મને દર્શન દઈને કહ્યું, “હા, મેં તારા પર અખંડ પ્રેમ રાખ્યો છે; તે માટે મેં [તારા પર] કૃપા રાખીને તને [મારી તરફ] ખેંચી છે.


વળી હું તેઓની સાથે સદાનો કરાર કરીશ કે, હું તેઓનું હિત કરતાં તેઓની પાસેથી પાછો ફરીશ નહિ. અને તેઓ મારાથી દૂર ન જાય માટે હું મારો ડર તેઓના હ્રદયમાં મૂકીશ.


ઇઝરાયલ બાળકિ હતો ત્યારે હું તેના પર પ્રેમ રાખતો હતો, ને મારા પુત્રને મેં મિસરમાંથી બોલાવ્યો.


યહોવા કહે છે, “મેં તમારા પર પ્રેમ રાખ્યો છે. તેમ છતાં તમે પૂછો છો કે, ‘કઈ બાબતે તમે અમારા પર પ્રેમ રાખ્યો છે?’” યહોવા કહે છે, “શું એસાવ યાકૂબનો ભાઈ નહોતો? છતાં યાકૂબ પર મેં પ્રેમ રાખ્યો;


“શાસ્‍ત્રીઓ અને ફરોશીઓ મૂસાના આસન પર બેસે છે.


મરિયમ નામે તેની એક બહેન હતી, તે ઈસુના‍ ચરણ આગળ બેસીને તેમની વાત સાંભળતી હતી.


ત્રણ દિવસ‌ પછી તેઓએ તેને મંદિરમાં ધર્મગુરુઓની વચમાં બેઠેલો, તેઓનું સાંભળતો તથા તેઓને સવાલો પૂછતો જોયો.


જે થયું તે જોવા માટે લોકો નીકળ્યા, અને ઈસુની પાસે આવ્યા. ત્યારે જે માણસમાંથી દુષ્ટાત્મા નીકળ્યા હતા તેને તેઓએ [વસ્‍ત્ર] પહેરેલો તથા શુદ્ધિમાં આવેલો ઈસુના પગ આગળ બેઠેલો જોયો. અને તેઓ બીધા.


“હું કિલીકિયાના તાર્સસમાં જન્મેલો યહૂદી છું. પણ આ શહેરમાં ગમાલીએલના ચરણમાં ઊછરેલો, અને આપણા પૂર્વજોના નિયમ પ્રમાણે પૂરેપૂરી રીતે શીખેલો, અને આજે તમે સર્વ જેવા ઈશ્વરના સંબંધમાં ચુસ્ત છો તેવો જ હું પણ હતો.


કેમ કે તું યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા છે, ને પૃથ્વીની સપાટી પરની સર્વ દેશજાતિઓમાંથી તને યહોવાએ પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યો છે.


અને તારા પિતૃઓ ઉપર તેમનો પ્રેમ હતો તે માટે તેમણે તેમની પાછળ તેમના વંશજોને પસંદ કર્યા, ને પોતે હાજર થઈને પોતાના મોટા સામર્થ્ય વડે તને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા.


હવે જે આજ્ઞા, વિધિઓ તથા કાનૂનો યહોવા તમારા ઈશ્વરે તમને શીખવવાને મને ફરમાવ્યું છે, એ માટે કે જે દેશનું વતન પામવા માટે તમે [યર્દન] ઊતરીને પ્રવેશ કરો છો, તેમાં તમે તે પાળો, તે આ છે:


અને તમે ઘણી વિપત્તિઓ સહન કરીને પવિત્ર આત્માના આનંદસહિત [પ્રભુની] વાત સ્વીકારીને અમને તથા પ્રભુને અનુસરનારા થયા.


અને જે તારણ છેલ્લા સમયમાં પ્રગટ થવાની તૈયારીમાં છે તે તમને મળશે ત્યાં સુધી ઈશ્વરના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળી રાખવામાં આવે છે.


આપણે પ્રેમ રાખીએ છીએ, કેમ કે પ્રથમ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો.


તે પોતાના ભક્તના ચરણોની સંભાળ રાખશે, પણ દુષ્ટો અંધકારમાં ચૂપ કરી નંખાશે; કેમ કે બળથી કોઈ પણ જય પામશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan