Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 33:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 તારી ભૂંગળો પિત્તળ તથા લોઢાની થશે; અને જેવા તારા દિવસો તેવું તારું બળ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 તમારાં નગરો તાંબા અને લોખંડના સળિયાથી સુરક્ષિત રહો; અને જેવા તમારા દિવસો તેવી તમને શક્તિ મળશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 તારી ભૂંગળો લોખંડ તથા પિત્તળની થશે; જેવા તારા દિવસો તેવું તારું બળ થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 તેની ભૂંગળો લોખંડ અથવા પિત્તળની થશે, તે સદા માંટે બળવાન રહે.”

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 33:25
18 Iomraidhean Croise  

આશેરની રોટલી પુષ્ટિકારક થશે, ને તે રાજાને લાયકનાં મિષ્ટાન્‍ન ઉપજાવશે.


કેમ કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યાં કરે છે, જેથી જેઓનું અંત:કરણ તેમની તરફ સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ બતાવી આપે. આમા તેં મૂર્ખાઈ કરી છે; કેમ કે હવેથી તારે યુદ્ધો કરવાં પડશે.”


મેં વિનંતી કરી તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો, અને આત્મબળ આપીને મને બળવાન કર્યો.


કેમ કે તેમણે તારાં દ્વારોની ભૂંગળો મજબૂત કરી છે; તેમણે તારામાં [રહેનાર] તારાં છોકરાંને આશીર્વાદ આપ્યો છે.


નબળાને તે બળ આપે છે; અને કમજોરને તે પુષ્કળ જોર આપે છે.


પણ યહોવાની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરૂડની જેમ પાંખો પ્રસારશે; તેઓ દોડશે; ને થાકશે નહિ; તેઓ આગળ ચાલશે, ને નિર્ગત થશે નહિ.”


તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું; આમ તેમ જોઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે; વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.


પણ પિતાએ પોતાના નોકરોને કહ્યું કે, ‘સારામાં સારો જામો જલદી કાઢીને એને પહેરાવો; એને હાથે વીટીં પહેરાવો, પગમાં જોડા પહેરાવો.


માણસ સહન ન કરી શકે એવું કંઈ પરીક્ષણ તમને થયું નથી. વળી ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ. પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.


છેવટે, [હું કહું છું] , પ્રભુમાં તથા તેમના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ.


તથા શાંતિની સુવાર્તાની તૈયારીરૂપી જોડાં પહેરીને, ઊભા રહો.


કેમ કે તે તમારે માટે નકામી વાત નથી; કેમ કે તેમાં તમારું જીવન છે, ને જે દેશનો કબજો લેવા તમે યર્દન પાર જાઓ છો તેમાં રહીને તમે એ વાતથી તમારું આયુષ્ય વધારશો.”


અને જે તેમના વિધિઓ તથા તેમની આજ્ઞાઓ હું તને આજે ફરમાવું છું તે તારે પાળવાં કે, તારું તથા તારી પાછળ તારાં છોકરાંનું ભલું થાય, ને જે દેશ યહોવા તમારા ઈશ્વર તને સદાને માટે આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ધ થાય.


જ્યાં તું ધરાઈને અન્‍ન ખાશે, ને તને કશાની ખોટ પડે નહિ એવા દેશમાં; જેના પથ્થર લોઢાના છે, ને જેના ડુંગરોમાંથી તું પિત્તળ ખોદી કાઢી શકે એવા દેશમાં [લઈ જાય છે].


જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું.


અને આનંદસહિત પૂર્ણ ધૈર્ય તથા સહનશીલતાને માટે તેમના મહિમાના સામર્થ્ય પ્રમાણે શક્તિમાન થાઓ.


મૂસાએ મને મોકલ્યો હતો તે દિવસે જેવો હું, મજબૂત હતો તેવો જ હજી આજે પણ હું છું:યુદ્ધ કરવા માટે તથા બહાર જવા આવવા માટે ત્યારે મારામાં જેટલું બળ હતું તેટલું જ બળ હાલ પણ મારામાં છે.


Lean sinn:

Sanasan


Sanasan