Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 33:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તેઓ લોકોને પર્વત પર બોલાવશે, ત્યાં તેઓ ન્યાયીપણાના યજ્ઞચઢાવશે: કેમ કે તેઓ સમુદ્રોમાંની પુષ્કળતાને, તથા રેતીમાંના ગુપ્ત ભંડારોને ચૂસશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 તેઓ લોકોને તેમના પર્વત પર આમંત્રણ આપશે, અને ત્યાં યથાયોગ્ય બલિ ચડાવશે. તેઓ દરિયાઈ વેપારથી અને રણપ્રદેશમાંથીયે તેલ ચૂસીને સંપત્તિવાન થશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તેઓ લોકોને પર્વત પર બોલાવશે. ત્યાં તેઓ ન્યાયીપણાના યજ્ઞો ચઢાવશે. કેમ કે તેઓ સમુદ્રમાંની પુષ્કળતાને, દરિયાકિનારાની ગુપ્ત રેતીને ચૂસશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 તેઓ બીજા લોકોને તેમની સાથે જોડાવા બોલાવશે, તેઓ બલિઓ બરાબર રીતે અર્પશે, તેઓ સમુદ્રની સમૃદ્ધિ માંણશે, અને રેતીમાં છુપાયેલ ભંડારોને ભોગવશે.”

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 33:19
18 Iomraidhean Croise  

ઝબુલોન સમુદ્રને કાંઠે રહેશે; તે વહાણોનું બંદર થશે; અને તેની સીમા સિદોન સુધી થશે.


વળી તેઓ સ્તુત્યાર્પણ ચઢાવે, અને તેમનાં કામ ગાયનથી વર્ણવે.


પરંતુ મારા પવિત્ર પર્વત સિયોન પર મેં મારા રાજાને પ્રતિષ્ઠિત કર્યો છે.


ન્યાયીપણાના યજ્ઞો ચઢાવો, અને યહોવા પર ભરોસો રાખો.


કોણ અમારી આબાદાની કરી બતાવશે? એવું પૂછનાર ઘણા છે. હે યહોવા, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો.


ત્યારે ન્યાયીપણાના યજ્ઞોથી, દહનીયાર્પણ તથા સકળ દહનીયાર્પણથી તમે આનંદ પામશો; ત્યારે તેઓ તમારી વેદી પર ગોધાઓનું અર્પણ કરશે.


હે યહોવા, જે જગા તમારા નિવાસને માટે તમે તૈયાર કરી છે, હે યહોવા, જે પવિત્રસ્થાન તમે તમારે હાથે સ્થાપ્યું છે તેમાં, એટલે તમારા વતનના પર્વતમાં, તમે તેઓને લાવીને તેમાં રોપશો.


ઘણા લોકો જઈને કહેશે, “ચાલો, આપણે યહોવાના પર્વત પાસે, યાકૂબના ઈશ્વરના મંદિર પાસે, ચઢી જઈએ; તે આપણને તેમના માર્ગ શીખવશે, ને આપણે તેમના રસ્તામાં ચાલીશું. કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી ને યહોવાનાં વચન યરુશાલેમમાંથી નીકળશે.


તું વિદેશીઓનું દૂધ ચૂસીશ, ને રાજાઓના થાને ધાવીશ; ત્યારે તું જાણીશ કે હું યહોવા તારો ત્રાતા છું, ને તારો ઉદ્ધાર કરનાર યાકૂબનો સમર્થ [ઈશ્વર] છું.


ત્યારે તું તે જોઈને પ્રકાશિત થઈશ, ને તારું હ્રદય ઊછળશે ને પ્રફુલ્લિત થશે; કેમ કે સમુદ્રનું દ્રવ્ય તારી પાસે વાળી લવાશે, ને પ્રજાઓનું દ્રવ્ય તારી પાસે લાવવામાં આવશે.


ઘણી પ્રજાઓ કહેશે, “ચાલો, આપણે યહોવાના પર્વત ઉપર તથા યાકૂબના ઈશ્વરને મંદિરે જઈએ. તે આપણને તેના માર્ગો વિષે શીખવશે, ને આપણે તેમના પંથમાં ચાલીશું; કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી તથા યહોવાનાં વચન યરુશાલેમમાંથી નીકળશે.


તેમણે ઇઝરાયલને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર બેસાડ્યો, અને ખેતરની ઊપજ તેણે ખાધી. અને યહોવાએ તેને ખડકમાંથી મધ, તથા ચકમકના ખડકમાંથી તેલ ચુસાવ્યું.


તેમની પાસે આવીને તમે પણ જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો, અને જે આત્મિક યજ્ઞ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરને પ્રસન્‍ન છે એ યજ્ઞ કરવાને માટે તમે પવિત્ર યાજકવર્ગ થયા છો.


Lean sinn:

Sanasan


Sanasan