Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 33:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 બિન્યામીન વિષે તેણે કહ્યું: “યહોવાનો વહાલો તેની પાસે સહીસલામત રહેશે; આખો દિવસ તે તેનું આચ્છાદન કરે છે, અને તે તેના ખભાઓની વચ્ચે રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 તેણે બિન્યામીનના કુળ વિષે કહ્યું: “એ તો પ્રભુનો લાડકવાયો છે, પ્રભુ તેને સલામત રાખે છે; તે તેનું રાતદિવસ રક્ષણ કરે છે અને એ તેમની ગોદમાં રહે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પછી બિન્યામીન વિષે મૂસાએ કહ્યું, “તે યહોવાહનો પ્રિય છે તેની પાસે સુરક્ષિત રહેશે; યહોવાહ સદાય તેનું રક્ષણ કરે છે. અને એ તેમની ખાંધોની વચ્ચે રહે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 પછી બિન્યામીન વિષે મૂસાએ કહ્યું, “તે યહોવાનો પ્રિય છે, દેવના રક્ષણમાં તે સુરક્ષિત છે. પરાત્પર દેવ સદાય તેનું રક્ષણ કરે છે. અને એ તેના ખોળામાં વસે છે.”

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 33:12
24 Iomraidhean Croise  

પછી દાઉદે પોતાની પત્ની બાથશેબાને દિલાસો આપ્યો, ને તેની પાસે જઈને તેની સાથે સૂતો. અને તેને પુત્રનો પ્રસવ થયો ને તેનું નામ તેણે સુલેમાન પાડ્યું. અને તેના પર યહોવાનો પ્રેમ હતો.


અને તેણે નાથાન પ્રબોધકની મારફતે સંદેશો મોકલ્યો, ને તેણે યહોવાની ખાતર તેનું નામ યદિદયા પાડ્યું.


સુલેમાનનો દીકરો રહાબામ યરુશાલેમ આવ્યો ત્યારે તેણે પોતાના તરફ રાજ્ય પાછું લાવવા માટે ઇઝરાયલના કુળોની વિરુદ્ધ યુદ્ધ કરવા સારુ યહૂદાના આખા કુળના તથા બિન્યામીનના કુળના એક લાખ એંશી હજાર ચૂંટી કાઢેલા લડવૈયા એકત્ર કર્યા.


જ્યારે રહાબાન યરુશાલેમ પાછો આવ્યો ત્યારે પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે ઇઝરાયલની સામે યુદ્ધ કરવાને તેણે યહૂદાના તથા બિન્યામીનના કુળના એક લાખ એંશી હજાર ચૂંટી કાઢેલા યોદ્ધાઓને એકત્ર કર્યાં.


તેથી તે આસાને મળવા ગયો, ને તેન કહ્યું, “આસા, અને સર્વ યહૂદા તથા બુન્યામીન, મારું સાંભળો; જ્યાં સુધી તમે યહોવાના પક્ષમાં રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે; જો તમે તેને શોધશો, તો તે તમને મળશે; પણ જો તમે તેમને તજી દેશો તો તે તમને તજી દેશે.


“આ મારું સદાકાળનું વિશ્રામસ્થાન છે; હું અહીં જ રહીશ; કેમ કે મેં તેને ઇચ્છયું છે.


તમારા પ્રિય લોક છૂટી જાય, માટે તમારા જમણા હાથથી તેઓનું તારણ કરીને મને ઉત્તર આપો.


તે પોતાનાં પીછાંથી તને ઢાંકશે, અને તેમની પાંખો નીચે તને આશ્રય મળશે; તેમની સત્યતા ઢાલ તથા બખ્તર છે.


ઇઝરાયલી લોકોને માટે સ્મરણાર્થે પાષાણો થવા માટે તું એફોદની સ્કંધપટીઓ ઉપર તે બન્‍ને પાષાણો જડ; અને હારુન તેના બન્‍ને ખભા પર તેઓનાં નામ યહોવાની આગળ સ્મરણાર્થે રાખે.


તે માટે યહોવા સાનહેરિબ વિષે જે વચન બોલ્યા છે તે આ છે; ‘સિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ ગણ્યો છે, અને હસી કાઢયો ચે; યરુશાલેમની દીકરીએ તારી તરફ ડોકું ધુણાવ્યું છે.


વળી હું મારી પોતાની ખાતર તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીને તેને બચાવીશ.’”


મેં મારા વચનો તારા મુખમાં મૂક્યાં છે, ને મારા હાથની છાયાથી તને ઢાંકયો છે કે, જેથી હું આકાશોને સ્થાપું, ને પૃથ્વીનો પાયો નાખું, ને સિયોનને કહું કે, ‘તું મારી પ્રજા છે.’”


“મેં મારું ઘર છોડયું છે, મેં મારો વારસો મૂકી દીધો છે; મેં મારી પ્રાણપ્રિયાને વૈરીઓના હાથમાં સોંપી દીધી છે.


બિન્યામીનના કુળમાંથી કિસ્લોનનો દિકરો અલીદાદ.


ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, ને તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો નીચે એકત્ર કરે છે, તેમ તારાં છોકરાંને એકત્ર કરવાનું મેં કેટલી વાર ‍ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ!


પણ જ્યારે તમે યર્દનની પાર જઈને જે દેશનો વારસો યહોવા તમારા ઈશ્વર તમને આપવાના છે તેમાં વસો, ને તે તમારા સર્વ શત્રુઓથી તમને ચારે તરફ એવી નિરાંત આપે કે તમે સહીસલામત રહો;


જેમ ગરૂડ પોતાના માળાને હલાવે છે, અને પોતાનાં બચ્ચાં ઉપર પાંખો ફફડાવે છે, તેમ યહોવાએ પોતાની પાંખો ફેલાવીને, તેઓને પોતાની પાંખો ઉપર ઊંચકી લીધા;


હે યહોવા તેની સંપત્તિને આશીર્વાદ આપો, અને તેના હાથનું કામ સ્વીકારો; જેઓ તેની વિરુદ્ધ ઊઠે છે, ને જેઓ તેનો દ્વેષ કરે છે, તેઓની કમર વીંધી નાખો કે તેઓ ફરી ઊઠવા ન પામે.”


અને તારા પિતૃઓ ઉપર તેમનો પ્રેમ હતો તે માટે તેમણે તેમની પાછળ તેમના વંશજોને પસંદ કર્યા, ને પોતે હાજર થઈને પોતાના મોટા સામર્થ્ય વડે તને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા.


પણ બિન્યામીનપુત્રોએ યરુશાલેમવાસી યબૂસીઓને કાઢી મૂક્યા નહિ. પણ યબૂસીઓ તો બિન્યામીન પુત્રોની સાથે આજ સુધી યરુશાલેમમાં રહ્યા છે.


એમ શમુએલ ઇઝરાયલનાં સર્વ કુળોને નજીક લાવ્યો, ત્યારે બિન્યામીનનું કુળ માન્ય થયું.


Lean sinn:

Sanasan


Sanasan