Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 33:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 હે યહોવા તેની સંપત્તિને આશીર્વાદ આપો, અને તેના હાથનું કામ સ્વીકારો; જેઓ તેની વિરુદ્ધ ઊઠે છે, ને જેઓ તેનો દ્વેષ કરે છે, તેઓની કમર વીંધી નાખો કે તેઓ ફરી ઊઠવા ન પામે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 હે પ્રભુ, તેમની સંપત્તિને આશિષ આપો અને તેમના સેવાકાર્યનો સ્વીકાર કરો. તમે તેમના શત્રુઓની કમર તોડી નાખો, કે તેઓ ફરી ઊઠવા ન પામે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 હે યહોવાહ તેઓની સંપત્તિને આશીર્વાદ આપજો, અને તેઓના હાથનાં કામો સ્વીકારો; જેઓ તેઓની વિરુદ્ધ ઊઠે છે અને જેઓ તેમની અદેખાઈ રાખે છે, તેમની કમર તોડી નાખજો, જેથી તેઓ ફરી વાર બેઠા જ ન થઈ શકે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 “હે યહોવા, તારા આશીર્વાદથી એમની સંપત્તિની વૃદ્વિ કરજે, તેઓની પર પ્રસન્ન રહેજે, તેમના દુશ્મનોની કમર તોડી નાખજે, જેથી તેઓ ફરી વાર બેઠા જ ન થઈ શકે.”

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 33:11
18 Iomraidhean Croise  

એ બધું, હે રાજા, આ અરાવ્નાહ રાજાને આપે છે.” અને અરાવ્નાહે રાજાને કહ્યું, “તમારા ઈશ્વર યહોવા તમને માન્ય કરો.”


તે તારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો, અને તારું દહનીયાર્પણ માન્ય કરો. (સેલાહ)


તેઓ તો મુકરદમામાં માણસને ગુનેગાર ઠરાવનાર, ને દરવાજે ઠપકો આપનારને માટે પાશ પાથરનાર, ને ખોટા બહાનાથી નિર્દોષને દોષિત ઠરાવનાર છે.


હે મારી મા, મને અફસોસ, કેમ કે તેં મને આખા જગતની સાથે ઝઘડો કરનાર તથા વિવાદ કરનાર પુરુષ થવાને જન્મ આપ્યો છે! મેં વ્યાજે ધીર્યું નથી, ને તેઓએ મને વ્યાજે આપ્યું નથી. તોપણ તેઓ સર્વ મને શાપ દે છે.


જેઓ મારી પાછળ લાગે છે તેઓ લજ્જિત થાઓ, પણ હું લજ્જિત ન થાઉં; તેઓ ગભરાઓ, પણ હું ન ગભરાઉં; તેઓના ઉપર વિપત્તિનો દિવસ લાવો, ને તેઓને બમણા નાશથી નષ્ટ કરો.


તેઓ એ દિવસો પૂરા કરી રહે, ત્યારે આઠમે દિવસે ને ત્યારથી માંડીને આગળ જતાં યાજકો વેદી પર તમારાં દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવે. એટલે હું તમારો અંગીકાર કરીશ, એવું યહોવાનું વચન છે.”


દરવાજામાં ઠપકો દેનારને રેડી તેઓ ધિક્કારે છે, ને પ્રામાણિકપણે બોલનારનો તેઓ તિરસ્કાર કરે છે.


જે કોઈ તમારું સાંભળે છે તે મારું સાંભળે છે. અને જે કોઈ તમારો નકાર કરે છે તે મારો નકાર કરે છે; અને જે કોઈ મારો નકાર કરે છે તે મારા મોકલનારનો નકાર કરે છે.”


તેઓ યાકૂબને તમારા હુકમો, તથા ઇઃઝરાયલને તમારો નિયમ શીખવશે; તેઓ તમારી આગળ ધૂપ બાળશે, અને તમારી વેદી પર દહનીયાર્પણ ચઢાવશે.


બિન્યામીન વિષે તેણે કહ્યું: “યહોવાનો વહાલો તેની પાસે સહીસલામત રહેશે; આખો દિવસ તે તેનું આચ્છાદન કરે છે, અને તે તેના ખભાઓની વચ્ચે રહે છે.


એ માટે જે અનાદર કરે છે તે તો માણસનો નહિ, પણ તમને પોતાનો પવિત્ર આત્મા આપનાર ઈશ્વરનો અનાદર કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan