Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 32:42 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 કાપી નંખાયેલાના તથા કેદ પકડાયેલાના લોહીથી, [અને] શત્રુના અગ્રેસરોના માથાના લોહીથી, હું મારાં બાણોને લોહી પાઈને તૃપ્ત કરીશ, અને મારી તરવાર માંસ ખાશે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

42 સંહાર થયેલાઓના તથા બંદીવાન કરાયેલાના લોહીથી, શત્રુઓના સેનાનાયકોના શિરના રક્તથી, હું મારાં તીરોને લોહી પાઈને તૃપ્ત કરીશ અને મારી તલવાર તેમના માંસનો ભક્ષ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 જેઓને મારી નાખવામાં આવ્યા છે તે તથા કેદીઓના લોહીથી, શત્રુઓના આગેવાનોના માથાના લોહીથી, મારાં બાણોને લોહી પાઈને તૃપ્ત કરીશ, અને મારી તલવાર માંસ ખાશે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

42 માંરા બાણો માંરા દુશ્મનોનું લોહી પીશે, અને માંરી તરવાર જેઓને માંરી નાખવામાં આવ્યાં છે, તે તથા કેદીઓના માંસની મિજબાની કરશે. તે તેઓના આગેવાનોના માંથા કાપી નાખશે.’

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 32:42
16 Iomraidhean Croise  

માર્યા જનારાઓનું લોહી [વહેવડાવવાથી] , બળવાનોનો મેદ [વીંઘવાથી] યોનાથાનનું ધનુષ્ય પાછું પડતું નહિ. અને શાઉલની તરવાર ખાલી ખાલી ફરતી નહિ.


શા માટે તમે તમારું મુખ છુપાવો છો, અને મને તમારો શત્રુ ગણો છો?


તમારાં બાણ તીક્ષ્ણ છે; તે રાજાના શત્રુઓના હ્રદયને [વીંધે છે] , તેથી લોકો તમને શરણ થાય છે.


હે ઈશ્વર, તમારું રાજ્યાસન સનાતન છે; તમારો દંડ તે યથાર્થ રાજદંડ છે.


જેથી તું તારો પગ શત્રુઓના રક્તમાં બોળે, અને તારા કૂતરાઓની જીભને તેઓનું ભક્ષ મળે.”


કેમ કે મારી તરવાર આકાશમાં પીને ચકચૂર થઈ છે; જુઓ, તે અદોમને, ને મારાથી શાપિત થયેલા લોકોને શાસન કરવા માટે ઊતરશે.


વગડાની સર્વ બોડી ટેકરીઓ પર નાશ કરનારા ચઢી આવ્યા છે, કેમ કે યહોવાની તરવાર દેશને એક છેડાથી બીજા છેડા સુધી ખાઈ જાય છે. પ્રાણીમાત્રને શાંતિ નથી.


જ્યારે તું આ લોકોની આગળ આ બધાં વચનો પ્રગટ કરશે, ને તેઓ તને પૂછશે કે, ‘યહોવાએ આ બધી મોટી વિપત્તિ શા માટે અમારા ઉપર ફરમાવી છે? અને અમારો શો અન્યાય છે? અને યહોવા અમારા ઈશ્વરની વિરુદ્ધ અમે શું પાપ કર્યું છે?’


તારા સર્વ આશકો તને વીસરી ગયા છે, તેઓ તને શોધતા નથી; કેમ કે તારાં પાપો ઘણાં થવાને લીધે તારા અપરાધો વધી ગયા છે. માટે મેં શત્રુ કરે એવા ઘાથી, હા, નિર્દય માણસ કરે એવી શિક્ષાથી, તને ઘાયલ કરી છે.


સૈન્યોના ઈશ્વર યહોવાનો પોતાના શત્રુઓ પાસેથી બદલો લેવાનો આ દિવસ છે; તરવાર ખાઈને તૃપ્ત થશે, ને તેઓનું રક્ત પેટ ભરીને પીશે; કેમ કે સૈન્યોના ઈશ્વર યહોવાને ઉત્તર દેશમાં ફ્રાત નદીની પાસે બલિદાન આપવામાં આવે છે.


“મિસરમાં ખબર આપો, મિગ્દોલમાં સંભળાવો, નોફમાં તથા તાહપાન્હેસમાં સંભળાવો; અને કહો, ‘ઊભો રહે, ને સજ્જ થા; કેમ કે તારી આસપાસ તરવારે નાશ કર્યો છે.’


પ્રભુ શત્રુના જેવા થયા છે, તેમણે ઇઝરાયલને પાયમાલ કર્યો છે. તેના સર્વ રાજમહેલોને તેમણે પાયમાલ કર્યા છે તેમણ તેના કિલ્લાઓનો નાશ કર્યો છે. અને તેમણે યહૂદિયાની દીકરીના ખેદ તથા વિલાપ વધાર્યા છે.


હું તેઓનું ઘણું નુકસાન કરીશ; હું તેઓ પર મારાં તીર ખલાસ કરી દઈશ;


Lean sinn:

Sanasan


Sanasan