Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 32:41 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 જો હું મારી ચળકતી તરવાર ઘસીશ, [અને] મારો હાથ ન્યાયદંડ ધારણ કરશે, તો મારા શત્રુઓ પર હું વેર વાળીશ, ને મારા દ્રેષીઓનો બદલો લઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

41 જ્યારે હું મારી ચમક્તી તલવાર ધારદાર કરીશ, અને મારા હાથમાં ન્યાયદંડ ધારણ કરીશ, ત્યારે મારા શત્રુઓ પર હું વેર વાળીશ, અને મારા દ્વેષીઓને હું સજા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 જો હું મારી ચળકતી તલવારની ધાર કાઢીશ, અને મારો હાથ ન્યાય કરશે તો મારા દુશ્મનો પર હું વેર વાળીશ, અને જે મને ધિક્કારે છે તેઓનો હું બદલો લઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

41 કે હું જ માંરી ચળકતી તરવારની ધાર કાઢીશ, અને ન્યાય કરીશ; દુશ્મનો પર હું વેર વાળીશ અને જે મને ધિક્કારે છે તેને હું સજા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 32:41
29 Iomraidhean Croise  

અને લખેલો ચુકાદો તેમના પર બજાવે; એ મન તેના સર્વ સંતોને છે યહોવાની સ્તુતિ કરો.


હે યહોવાના સર્વ ભક્તો, તેમના પર પ્રેમ રાખો. યહોવા વિશ્વાસુઓનું રક્ષણ કરે છે, અને અહંકારથી કામ કરનારને પુષ્કળ બદલો આપે છે.


જો માણસ [પાપથી] ન ફરે, તો તે તેની તરવાર ઘસશે; તેમણે પોતાનું ધનુષ્ય તાણીને તૈયાર કર્યું છે.


વળી તેમણે તેને માટે કાતિલ હથિયાર સજ્જ કર્યાં છે. તે પોતાનાં બાણને બળતાં તીર કરે છે.


તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું, જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી પિતાઓના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર,


તે માટે સૈન્યોના ઈશ્વર યહોવા, ઇઝરાયલના સમર્થ પ્રભુ, એવું કહે છે: “હાશ! મારા શત્રુઓ ઉપર વૈર વાળીને હું સંતોષ પામીશ.


તે દિવસે યહોવા પોતાની સખત, મહાન તથા સમર્થ તરવારથી, વેગવાન સર્પ લિવિયાથાનને, ને ગૂંછળીયા સર્પ લિવિયાથાનને જોઈ લેશે; અને જે અજગર સમુદ્રમાં રહે છે તેને તે મારી નાખશે.


જેવાં તેઓનાં કામ તેવાં જ ફળ તે તેઓને આપશે; અને પોતાના વૈરીઓને કોપ, પોતાના શત્રુઓને દંડ, ને સમુદ્રને કિનારે આવેલા દેશોને તે શિક્ષા કરશે.


કેમ કે યહોવા સર્વ માણસજાત સાથે અગ્નિથી તથા પોતાની તરવારથી વાદ કરનાર છે; અને યહોવાથી વીંધાયેલા ઘણા થશે.


નગર તરફ હંગામાનો અવાજ! મંદિર તરફથી કોલાહલ! જે પોતાના શત્રુઓને બદલો વાળી આપે છે તે યહોવાનો સ્વર!


તે માટે મિસર દેશમાં રહેનારા સર્વ યહૂદીઓ, યહોવાનું વચન સાંભળો:યહોવા કહે છે, જુઓ, મેં મારા મોટા નામના સમ ખાધા છે કે પ્રભુ યહોવાના જીવના સમ, એવું કહીને હવેથી કોઈ પણ યહૂદી માણસ આખા મિસર દેશમાં મારું નામ હોઠ ઉપર લે નહિ.


તેથી સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જુઓ, જેમ મેં આશૂરના રાજાને શાસન આપ્યું, તેમ બાબિલના રાજાને તથા તેના દેશને હું શાસન આપીશ.


આપણા ઈશ્વર યહોવાએ લીધેલું વૈર, તેના મંદિર વિષે લીધેલું વૈર, સિયોનમાં જાહેર કરનારા બાબિલ દેશમાંથી છૂટેલાનો સ્વર સંભળાય છે.


બાબિલની સામે તીરંદાજોને, જેટલા ધનુષ્ય ખેંચી શકે તે તમામને બોલાવો. તેની આસપાસ ઘેરો નાખો. તેમાંનો કોઈ પણ બચી જાય નહિ; તેની કરણી પ્રમાણે તેને પ્રતિફળ આપો. જે સર્વ તેણે [બીજાઓને] કર્યું છે, તે પ્રમાણે તેને કરો; કેમ કે યહોવાની આગળ, ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ની આગળ, તે ઉદ્ધત થયો છે.


તુ તરવારને માટે આમ્મોનીઓના રાબ્બાહમાં તથા યહૂદિયામાં, એટલે કોટવાળા યરુશાલેમમાં, આવવાનો માર્ગ મુકરર કર.


હું મારા ઇઝરાયલ લોકોની મારફતે મારું વૈર અદોમ પર વાળીશ; અને મારા કોપ તથા મારા ક્રોધ પ્રમાણે તેઓ અદોમ પ્રત્યે વર્તશે; અને તેઓને મારા વૈરનો અનુભવ થશે, એમ પ્રભુ યહોવા કહે છે.”


હા, હું એવું કરીશ કે ઘણી પ્રજાઓ તને જોઈને વિસ્મય પામશે, ને હું મારી તરવાર તેમની આગળ આમતેમ ફેરવીશ ત્યારે તેમના રાજાઓ તારે માટે બહુ ભયભીત થશે, અને તારી પાયમાલીને દિવસે તેઓ સર્વ પોતપોતાના જીવને માટે પળે પળે કાંપશે.


યહોવા આવેશી ઈશ્વર છે ને તે બદલો લેનાર છે. યહોવા બદલો લે છે, તે કોપાયમાન થયા છે. યહોવા પોતાના વૈરીઓને બદલો આપે છે, ને તે પોતાના શત્રુઓને માટે [કોપ] સંઘરી રાખે છે.


તમે કૂશીઓ પણ પ્રભુની તરવારથી કતલ થશો.


અને કોશ ચાલી નીકળતો, ત્યારે એમ થતું કે મૂસા કહેતો, “હે યહોવા ઊઠો, ને તમારા શત્રુઓને વિખેરી નાખો. અને તમારા દ્વેષકો તમારી આગળથી નાસી જાય.”


યશાયા પ્રબોધક [ના પુસ્તક] માં લખેલું છે તેમ થયો કે, “ જો હું તારી આગળ મારા દૂતને મોકલું છું; તે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે.


નિંદાખોર, ઈશ્વરદ્વેષી, ઉદ્ધત, અભિમાની, બડાશ મારનારા પ્રપંચી, માતાપિતાની અવગણના કરનારા,


કારણ કે દૈહિક મન તે ઈશ્વર પર વૈર છે. કેમ કે તે ઈશ્વરના નિયમને આધીન નથી, અને થઈ શકતું પણ નથી.


તેઓનો પગ લપસી જશે તે કાળે, વેર વાળવું તથા બદલો લેવો એ મારું કામ છે; કેમ કે તેઓની વિપત્તિનો દિવસ પાસે છે, અને તેઓ પર જે આવી પડવાનું છે તે જલદી આવશે.’


તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર. કેમ કે હું યહોવા તારો ઈશ્વર આવેશી ઈશ્વર છું:જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી, પિતાના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર;


અને તેમના પર વેર રાખનારનો સામી છાતીએ બદલો લઈને તેનો નાશ કરે છે. તેમના પર વેર રાખનાર પ્રત્યે તે ઢીલ નહિ કરે, તે સામી છાતીએ બદલો વાળશે.


વિશ્વાસઘાતી, ઉદ્ધત, મદાંધ, ઈશ્વર પર નહિ પણ વિલાસ પર‍ પ્રેમ રાખનારા;


Lean sinn:

Sanasan


Sanasan