Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 32:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 [તેઓ] ભૂખથી સુકાઈ [જશે] , ને ઉગ્ર તાપથી તથા દારૂણ વિનાશથી ખવાઈ જશે: હું તેઓ પર પશુઓના દાંત, અને ધૂળમાં પેટે ચાલનાર જાનવરોનું ઝેર રેડીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 તેઓ ભૂખમરાથી અને કારમા દુકાળથી વિનાશ પામશે; તેઓ ભયાનક રોગોથી મૃત્યુ પામશે. તેમને ફાડી ખાવાને હું જંગલી પશુઓ મોકલીશ, અને કરડવાને ઝેરી સાપો મોકલીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તેઓ ભૂખથી સુકાઈ જશે અને ઉગ્ર તાપથી અને દારુણ વિનાશથી ખવાઈ જશે; હું તેના પર પશુઓના દાંત અને ધૂળમાં પેટે ચાલનાર જનાવરોનું ઝેર રેડીશ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 કરી દુકાળ, રોગચાળો અને મરકી; જશે તેમનો કોળિયો. અને છૂટા મૂકીશ હું તેમના પર, ઝેરી નાગો અને જનાવરો જંગલી.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 32:24
24 Iomraidhean Croise  

અને યહોવા ઈશ્વરે સર્પને કહ્યું, “તેં એ કર્યું છે, તે માટે તું સર્વ ગ્રામ્યપશુઓ તથા વનપશુઓ કરતાં શાપિત હો. તું પેટે ચાલશે, ને પોતના સર્વ દિવસ સુધી ધૂળ ખાશે.


અને તેણે એક આરામસ્થાન જોયું તો તે સારું હતું, ને ભૂમિ [જોઈ] તો તે ખુશકારક હતી. અને તેણે ભાર લેવાને ખાંધ ધરી, ને તે વેઠ કરનારો દાસ થયો.


તે સર્પોનું ઝેર ચૂસશે; નાગનો દંશ તેનો સંહાર કરશે.


પરાક્રમીનાં તીક્ષ્ણ તીરો તથા કોલસાના અંગારા [તને મળશે].


અંધારામાં ચાલનાર મરકીથી કે, બપોરે મહામારીથી તું બીહીશ નહિ.


વરુ તથા ઘેટાનું બચ્ચું સાથે ચરશે, ને સિંહ બળદની જેમ ઘાસ ખાશે; અને ધૂળ સાપનું ભોજન થશે. મારા આખા પવિત્ર પર્વતમાં તેઓ ઉપદ્રવ કરશે નહિ ને વિનાશ કરશે નહિ, ” એવું યહોવા કહે છે.


જો હું ખેતરમાં બહાર જાઉં, તો ત્યાં તરવારથી માર્યા ગયેલા! અને જો હું નગરમાં પેસું તો ત્યાં દુકાળથી પીડાતા! પ્રબોધક તથા યાજક બન્ને અજાણ્યા દેશમાં ભટકે છે, અને શું કરવું તે તેમને સૂઝતું નથી.”


યહોવા કહે છે, “હું તેમના પર ચાર પ્રકારની [વિપત્તિ] ઠરાવીશ: એટલે મારી નાખવા માટે તરવાર, ઘસડી લઈ જવા માટે કૂતરાઓ, ખાઈ જવા તથા નાશ કરવા માટે આકાશનાં પક્ષીઓ તથા પૃથ્વી પરનાં શ્વાપદો.


તેઓ ત્રાસજનક રોગોથી મરશે. તેઓને માટે રડાપીટ થશે નહિ, ને તેઓને દાટવામાં આવશે નહિ! તેઓ પૃથ્વીના પૃષ્ઠ પર ખાતર જેવાં થશે. તેઓ દુકાળ તથા તરવારથી નાશ પામશે. અને તેઓનાં મુડદાં આકાશનાં પક્ષીઓ તથા ભૂમિનાં શ્વાપદો ખાઈ જશે.


“જુઓ, હું સર્પોને, એટલે મંત્રવશ થતા નથી એવા નાગને, તમારામાં મોકલીશ; અને તેઓ તમને કરડશે, ” એમ યહોવા કહે છે.


દુકાળના તાપથી અમારી ચામડી ભઠ્ઠીના જેવી કાળી થઈ છે.


જો હું હિંસક પશુઓને તે દેશમાં સર્વત્ર મોકલું, ને તેઓ તેને બગાડીને એવો ઉજ્જડ કરી નાખે કે એ પશુઓને લીધે કોઈ માણસ તેમાં થઈને જઈ શકે નહિ,


કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, યરુશાલેમમાંથી માણસ તથા પશુઓનો સંહાર કરવાને હું તેના પર મારી ચાર સખત શિક્ષાઓ, એટલે તરવાર, દુકાળ, હિંસક પશુઓ તથા મરકી મોકલીશ, ત્યારે કેટલો બધો [ભારે સંહાર થશે?]


હું તમારા પર દુકાળ તથા હિંસક શ્વાપદો મોકલીશ, ને તેઓ તને પરિવારહીન કરી નાખશે; અને તારા ઉપર મરકી તથા ખૂનરેજી ફરી વળશે. ને હું તારા પર તરવાર લાવીશ; હું યહોવા એ બોલ્યો છું.”


અને હું તમારી મધ્યે જંગલી પશુઓને મોકલીશ કે, જે તમારી પાસેથી તમારાં છોકરાંને છીનવી લેશે, ને તમારાં ઢોરઢાંકને મારી નાખશે, અને તમારા રાજમાર્ગો ઉજ્જડ થશે.


જો તેઓ કાર્મેલના શિખર પર સંતાઈ જાય, તોપણ હું તેઓને ત્યાંથી શોધી કાઢીશ. અને મારી નજર આગળથી તેઓ સમુદ્રને તળિયે સંતાઈ જાય, તોપણ ત્યાં હું સર્પને આજ્ઞા કરીશ, એટલે તે તેઓને કરડશે.


તેઓ સાપની જેમ ધૂળ ચાટશે; તેઓ પૃથ્વી પરનાં પેટે ચાલનારાં પ્રાણીઓની જેમ પોતાની ગુપ્ત જગાઓમાંથી ધૂજતાં ધ્રૂજતાં બહાર આવશે. તેઓ આપણા ઈશ્વર યહોવાની પાસે બીતી આવશે, ને તમારાથી ડરશે.


તેમની આગળ મરકી ચાલે છે, ને તેમના પગ આગળથી અગ્નિબાણો છૂટે છે.


ક્ષય રોગથી તથા તાવથી તથા સોજાથી તથા ઉષ્ણ તાપથી તથા તરવારથી તથા લૂથી તથા ફૂગથી યહોવા તને મારશે. અને તારો નાશ થતાં સુધી તેઓ તારી પાછળ લાગશે.


માટે ભૂખમાં તથા તરસમાં તથા નગ્નતામાં તથા સંપૂર્ણ દરિદ્રતામાં તું તારા શત્રુ કે, જેઓને યહોવા તારી વિરુદ્ધ મોકલશે, તેઓની સેવા કરશે. અને તારો નાશ કરતાં સુધી તે તારા ખભા પર લોઢાની ઝૂંસરી મૂકશે.


અને જે ઘેરાથી તથા સંકળામણથી તારા શત્રુઓ તને સંકડાવશે, તેને લીધે તું પોતાના જ પેટનું ફળ, એટલે તારા દીકરા તથા દીકરીઓ જેઓને યહોવા તારા ઈશ્વરે તને આપ્યાં છે, તેઓનું માંસ ખાશે.


Lean sinn:

Sanasan


Sanasan