પુનર્નિયમ 32:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 જે ઈશ્વર નથી તે વડે તેઓએ મને રોષિત કર્યો છે, પોતાની વ્યર્થતાથી તેઓએ મને ચીડવ્યો છે; અને જેઓ પ્રજા નથી તેઓ વડે હું તેઓને રોષિત કરીશ; મૂર્ખ દેશજાતિ વડે હું તેઓને ક્રોધ ચઢાવીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 જે ઈશ્વર જ નથી તેમની પૂજા કરીને તેમણે મને ક્રોધિત કર્યો છે. પોતાની વ્યર્થ મૂર્તિઓથી તેમણે મને આવેશી બનાવ્યો; તેથી જેઓ પ્રજા નથી તેમના વડે હું તેમને ચીડવીશ અને મૂર્ખ પ્રજા વડે હું તેમને ક્રોધિત કરીશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 જે દેવ નથી તે વડે તેઓએ મારામાં ઈર્ષ્યા ઉત્પન્ન કરી છે. નકામા દેવોથી મને ગુસ્સે કર્યો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ21 કહેવાતા દેવોની પૂજા કરીને એ લોકોએ માંરામાં ઇર્ષ્યા જગાડી છે. અને મૂર્તિઓની કરી પૂજા, વહોર્યો છે એમણે માંરો રોષ; હવે તો હું પણ કહેવાતી પ્રજા વડે એમનામાં ઇર્ષ્યા જગાડીશ; અપીર્મુજ પ્રેમ વિદેશી પ્રજાઓને, હું એમનો જગાડીશ રોષ. Faic an caibideil |