Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 32:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તેઓએ ભૂતો [કે જેઓ] ઈશ્વર નહોતા તેઓને, જે દેવોને તેઓ ઓળખતા નહોતા તેઓને, ટૂંક મુદતથી પ્રસિદ્ધ થયેલા નવા [દેવો] કે જેઓથી તમારા પિતૃઓ બીતા નહોતા, તેઓને માટે તેઓએ યજ્ઞ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 તેમણે ઈશ્વરને નહિ, પણ અશુધ આત્માઓને, જેમને તેઓ ઓળખતા નહોતા એવા દેવોને અને જેમને તેમના પૂર્વજોએ પૂજ્યા નહોતા એવા નવા દેવોને બલિદાન ચડાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તેઓ દુષ્ટાત્માને કે જે ઈશ્વર ન હતા તેઓને, જે દેવોને તેઓ જાણતા ન હતા, ટૂંક સમયમાં જ પ્રગટ થયેલા દેવોને કે જે દેવોથી તમારા પિતાઓ બીતા ન હતા તેઓને બલિદાનો ચઢાવતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 જે દેવ ન હતાં એવા દૈત્યોને તેઓ બલિ ચઢાવવા લાગ્યાં. જેઓ આસપાસની અજ્ઞાત પ્રજાઓમાંથી આવ્યા હતાં અને જેમની ભૂતકાળમાં પિતૃઓએ પૂજા કરી નહોતી એવા દેવોની ભકિત કરીને સૌએ તેમને અર્પણો ચઢાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 32:17
16 Iomraidhean Croise  

જે માર્ગ મેં તેઓને ફરમાવ્યો હતો તેમાંથી તેઓ વહેલા ભટકી ગયા છે. તેઓએ પોતાને માટે ઢાળેલું વાછરડું બનાવ્યું છે, ને તેની પૂજા કરી છે, ને તેને અર્પણ ચઢાવ્યું છે, ને કહ્યું છે, ‘હે ઇઝરાયલ, તને મિસર દેશમાંથી કાઢી લાવનાર દેવ તે આ છે.’”


ગભરાશો નહિ, ને બીશો નહિ; શું મેં ક્યારનું સંભળાવીને તને જાહેર કર્યું નથી? તમે મારા સાક્ષી છો. શું મારા વિના બીજો કોઈ ઈશ્વર છે? કોઈ ખડક નથી; હું કોઈને જાણતો નતી.


તેઓ વ્યર્થતા છે, તેઓ ભ્રાન્તિરૂપ છે. તેઓના શાસનની વેળાએ તેઓ નાશ પામશે.


તેઓએ મારો ત્યાગ કર્યો છે, આ સ્થળને ભ્રષ્ટ કર્યું છે, તેઓએ તથા તેઓના પૂર્વજોએ તથા યહૂદિયાના રાજાઓએ જેઓને જાણ્યા નહોતા તે અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે, ને આ સ્થળને નિરપરાધીઓના રક્તથી ભર્યું છે.


કારણ કે તેઓએ પાપ કરીને મને રોષ ચઢાવ્યો છે, એટલે તેઓ કે તમે કે તમારા પૂર્વજો જે અન્ય દેવોને જાણતા નહોતા, તેઓની આગળ ધૂપ બાળવા અને તેઓની ઉપાસના કરવા તેઓ ગયા.


અને જે વનદેવતાઓની પાછળ તેઓ વંઠી ગયા હતા. તેઓ પ્રત્યે હવે પછી તેઓ અર્પણ ન ચઢાવે. વંશપરંપરા તેઓને માટે હમેશનો એ વિધિ થાય.


હે ઇઝરાયલના વંશજો, શું તમે રણમાં ચાળીસ વર્ષ સુધી મને બલિદાનો તથા અર્પણો ચઢાવ્યાં હતાં?


મૂર્તિઓનાં નૈવેદ ખાવા વિષે તો આપણે જાણીએ છીએ કે મૂર્તિ જગતમાં [કંઈ જ] નથી, અને એક વિના બીજો કોઈ ઈશ્વર નથી.


તો તારે હા પાડવી નહિ, ને તેનું સાંભળવું નહિ. અને તારી આંખ તેના પર દયા ન લાવે, ને તારે તેને જવા દેવો નહિ, ને તારે તેને સંતાડવો પણ નહિ.


અને યહોવા તને પૃથ્વીના છેડાથી તે પૃથ્વીના બીજા છેડા સુધી સર્વ લોકોમાં વિખેરી નાખશે. અને ત્યાં પથ્થર તથા લાકડાના અન્ય દેવો, કે જેઓને તું કે તારા પિતૃઓ જાણતા નથી. તેઓની સેવા તું કરશે.


જે ઈશ્વર નથી તે વડે તેઓએ મને રોષિત કર્યો છે, પોતાની વ્યર્થતાથી તેઓએ મને ચીડવ્યો છે; અને જેઓ પ્રજા નથી તેઓ વડે હું તેઓને રોષિત કરીશ; મૂર્ખ દેશજાતિ વડે હું તેઓને ક્રોધ ચઢાવીશ.


પણ [પવિત્ર] આત્મા સ્પષ્ટ કહે છે કે, પાછલા સમયમાં કેટલાક માણસો ભુલાવનાર આત્માઓ પર તથા અશુદ્ધ આત્માઓના ઉપદેશ પર ધ્યાન આપીને,


બાકીનાં જે માણસોને તે અનર્થથી મારી નાખવામાં આવ્યા નહિ, તેઓએ પોતાના હાથની કૃતિઓ સંબંધી પસ્તાવો કર્યો નહિ, એટલે તેઓએ દુષ્ટાત્માઓની તથા સોનારૂપાની, પિત્તળની, પથ્થરની તથા લાકડાની મૂર્તિઓ જેઓને જોવાની, સાંભળવાની તથા ચાલવાની પણ શક્તિ નથી, તેઓની પૂજા કરવાનો [પસ્તાવો કર્યો નહિ].


તેઓએ નવા દેવોને પસંદ કર્યા; તે વખતે ભાગળોમાં યુદ્ધ હતું; શું ઇઝરાયલના ચાળીસ હજાર મધ્યે કોઈની પાસે ઢાલ કે બરછી દેખાતી હતી?


Lean sinn:

Sanasan


Sanasan