Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 32:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તેઓએ અન્ય [દેવો] થી તેમને રોષિત કર્યા, અમંગળ કર્મોથી તેઓએ યહોવાને રોષ ચઢાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 અન્ય દેવોની પૂજા કરીને તેમણે પ્રભુને આવેશી બનાવ્યા, ઘૃણાજનક કાર્યો કરીને તેમણે પ્રભુને રોષ ચડાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેઓએ બીજા અજાણ્યા દેવોની પૂજા કરીને યહોવાહને ઈર્ષ્યા ઉત્પન્ન કર્યો; ઘૃણાસ્પદ કર્મોથી ઈશ્વરને ગુસ્સે કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 અન્ય દેવોની કરી પૂજા, યહોવામાં ઇર્ષ્યા જગાડી; આચારો પાળી દેવનો રોષ વહોર્યો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 32:16
20 Iomraidhean Croise  

અને યહૂદિયાએ યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, તેમના પિતૃઓના સર્વ કૃત્યો કરતાં તેઓએ પોતે કરેલા પાપથી તેઓએ પ્રભુને વધારે ક્રોધ ચઢાવ્યો


પણ તારી અગાઉ જે થઈ ગયા તે સર્વ કરતાં તેં વધારે દુષ્ટતા કરી છે, ને જઈને તેં તારે માટે અન્ય દેવો તથા ઢાળેલી મૂર્તિઓ બનાવીને મને રોષ ચઢાવ્યો છે, ને તું મારાથી વિમુખ થયો છે.


અને યહોવાએ જે પ્રજાઓને તેમની આગળથી હાંકી કાઢી હતી, તેઓની જેમ ત્યાં તેઓ સર્વ ઉચ્ચસ્થાનોમાં ધૂપ બાળતા હતા, ને દુષ્ટ કૃત્યો કરીને યહોવાને રોષ ચઢાવતા હતા.


અને તેમના દીકરા તથા દીકરીઓને તેઓએ અગ્નિમાં થઈને ચલાવ્યાં હતાં, ને તેઓ શકુનવિદ્યા તથા જાદુક્રિયાનો ઉપયોગ કરતા હતા, ને યહોવાની ર્દષ્ટિમાં જે ભૂડું હતું તે કરવા માટે પોતાને વેચીને યહોવાને રોષ ચઢાવ્યો હતો.


વળી તેણે પોતાના દીકરાને અગ્નિમાં હોમ્યો, તે શકુનમુહૂર્ત પૂછતો, જાદુ કરતો, ને ભૂવાઓ તથા જાદુગરો સાથે વ્યવહાર રાખતો. તેણે યહોવાની ર્દષ્ટિમાં સર્વ ભૂંડું કરીને તેમને રોષ ચઢાવ્યો.


જે ઉચ્ચસ્થાનો ઇઝરાયલના રાજા સુલેમાને સિદોનીઓની ધિક્કારપાત્ર [દેવી] આશ્તોરેથને માટે, મોઆબીઓના ધિક્કારપાત્ર કમોશને માટે, ને આમ્મોનપુત્રોના ધિક્કારપાત્ર મિલ્કોમને માટે યરુશાલેમની સામે વિનાશના પર્વતની જમણી બાજુએ બાંધેલાં હતાં, તેઓને રાજાએ આશુદ્ધ કર્યા.


એ પ્રમાણે તેઓએ પોતાની કરણીઓથી યહોવાને ચીડવ્યા; અને તેઓમાં મરકી ફાટી નીકળી.


કેમ કે તેઓએ પોતાનાં ઉચ્ચસ્થાનો વડે તેમને રોષ ચઢાવ્યો, અને પોતાની કોરેલી મૂર્તિઓ વડે તેમને ગુસ્સો ઉત્પન્ન કર્યો.


મેં તો વિદિત કર્યું છે, બચાવ કર્યો છે, ને સંભળાવ્યું છે, ને તમારામાં કોઈ અન્ય [દેવ] નહોતો” માટે યહોવા કહે છે, “તમે મારા સાક્ષી છો, હું જ ઈશ્વર છું.


શું કોઈ પ્રજાએ પોતાના દેવોને બદલ્યા છે? જો કે તેઓ [ના દેવો] તો દેવો જ નથી! પણ જેનાથી હિત થતું નથી તેને માટે મારા લોકે પોતાનું ગૌરવ બદલ્યું છે.


તું તારા પગને ઉઘાડા તથા તારા ગળાને તૃષિત થવા ન દે;” પણ તેં કહ્યું, “મને આશા નથી, જરા પણ નથી; કેમ કે પારકાઓ પર મેં પ્રેમ કર્યો છે, ને તેઓની પાછળ હું જઈશ.”


મને રોષ ચઢાવવા માટે છોકરાં લાકડાં એકઠાં કરે છે, તેમના પિતાઓ અગ્નિ સળગાવે છે, ને આકાશની રાણીને માટે રોટલી બનાવવાને સ્ત્રીઓ કણક ગૂંદે છે, તથા અન્ય દેવોની આગળ પેયાર્પણો રેડે છે.”


મારા લોકોની દીકરીના રુદનનો પોકાર દૂર દેશથી આવે છે: ‘શું યહોવા સિયોનમાં નથી? શું તેનો રાજા તેમાં નથી? તેઓએ શા માટે પોતાની કોરેલી મૂર્તિઓથી, ને પારકી વ્યર્થ વસ્તુઓથી મને રોષ ચઢાવ્યો છે?


તેણે હાથના આકાર જેવું લંબાવીને મારા માથાના વાળની લટ પકડીને, અને ઈશ્વરના આત્માએ મને આકાશ તથા પૃથ્વીની વચ્ચે ઊંચકી લીધો, ને તે મને ઈશ્વરે આપેલા સંદર્શનોમાં યરુશાલેમમાં ઉત્તર બાજુના અંદરના ચોક ના દરવાજાના બારણા પાસે લાવ્યો કે, જ્યાં આગળ ઈશ્વરને કોપાયમાન કરે એવી મૂર્તિનું સ્થાન હતું.


(કેમ કે જે લોકો તમારી અગાઉ આ દેશના [વતની] હતા, તેઓએ એ સઘળાં અમંગળ કૃત્યો કર્યાં છે, ને દેશ અશુદ્ધ થયો છે.)


તો શું આપણે પ્રભુને ચીડવીએ છીએ? શું આપણે તેમના કરતાં જોરાવર છીએ?


જે ઈશ્વર નથી તે વડે તેઓએ મને રોષિત કર્યો છે, પોતાની વ્યર્થતાથી તેઓએ મને ચીડવ્યો છે; અને જેઓ પ્રજા નથી તેઓ વડે હું તેઓને રોષિત કરીશ; મૂર્ખ દેશજાતિ વડે હું તેઓને ક્રોધ ચઢાવીશ.


તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર. કેમ કે હું યહોવા તારો ઈશ્વર આવેશી ઈશ્વર છું:જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી, પિતાના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર;


તેઓનાં દેવદેવીઓની કોતરેલી મૂર્તિઓ તમારે આગથી બાળી નાખવી, તેઓના અંગ પરના રૂપા પર કે સોના પર તું લોભાતો નહિ, તેમજ તે તારે માટે લેતો નહિ, રખેને તું તેમાં ફસાઈ પડે; કેમ કે યહોવા તારા ઈશ્વરની નજરમાં એ અમંગળ છે.


Lean sinn:

Sanasan


Sanasan