Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 32:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 ગાયનું માખણ ને ઘેટીનું દૂધ, અને હલવાનની ચરબી અને બાશાનની ઓલાદના ઘેટા, તથા બકરા તથા ઘઉંના તાંદળાનું સત્વ; અને દ્રાક્ષાના લાલચોળ રસનો દ્રાક્ષારસ તેં પીધો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 વળી, ગાયોનું માખણ, ઘેટાંબકરાંનું દૂધ, ઘેટાંબકરાંની ચરબી, બાશાન પ્રદેશના આખલા અને બકરાં અને ઉત્તમ પ્રકારના ઘઉં અને શ્રેષ્ઠ દ્રાક્ષાસવથી તેમનું પોષણ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેમણે તેઓને ગાયોનું માખણ ખવડાવ્યું તથા ઘેટીઓનું દૂધ પીવડાવ્યું, હલવાનની ચરબી, બાશાનના ઘેટાં તથા બકરાં, સારામાં સારા ઘઉં તથા દ્રાક્ષોમાંથી બનાવેલો સારો દ્રાક્ષારસ તમે પીધો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 યહોવાએ તેમને ગાયોનું અને બકરીઓનું દૂધ, શ્રેષ્ઠ ઘેટાં અને સારામાં સારા ઘઉ આપ્યાં. તેઓએ દ્રાક્ષોમાંથી શ્રેષ્ઠ પીણું દ્રાક્ષારસ પીધો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 32:14
22 Iomraidhean Croise  

અને તેણે માખણ તથા દૂધ તથા જે વાછરડું તૈયાર કર્યું હતું તે લઈને તેઓની આગળ પીરસ્યાં; અને પોતે તેઓની પાસે ઝાડ નીચે ઊભો રહ્યો, ને તેઓએ ખાંધું.


તેણે પોતાનો વછેરો દ્રાક્ષાવેલે બાંધીને, પોતાની ગધેડીનું બચ્ચું ઉત્તમ દ્રાક્ષાવેલે બાંધીને, પોતનાં વસ્‍ત્ર દ્રાક્ષારસમાં ધોયાં છે; અને પોતાનો પોષાક દ્રાક્ષોના [રસરૂપી] રક્તમાં ધોયો છે.


મધ, માખણ, ઘેટાં તથા ગાયનું પનીર દાઉદને તથા તેની સાથેના લોકને ખાવા માટે લાવ્યા; કેમ કે તેઓએ કહ્યું, “આ લોકો રાનમાં ભૂખ્યા, થાકેલા તથા તરસ્યા છે.”


તેઓએ કિલ્લાવાળાં શહેરો તથા રસાળ ભૂમી લઈ લીધાં. સર્વ ઉત્તમ વસ્તુઓથી ભરપૂર ધરો, ખોદેલા કૂવા, દ્રાક્ષાવાડીઓ, જૈતવાડીઓ, તથા પુષ્કળ ફળઝાડો તેઓના કબજામાં આવ્યાં. આ સર્વ સમૃદ્ધિથી તેઓ તૃપ્ત થયા, ને તમારી મોટી કૃપાથી આનંદ પામ્યા.


તોપણ તેઓએ તમારી આજ્ઞા પાળી નહિ, તમારી વિરુદ્ધ તેઓએ બંડ કર્યુ. તમારા નિયમશાસ્ત્રને તેઓએ પોતાની પીઠ પાછળ ફેંક્યું, ને જે તમારા પ્રબોધકો તેઓને ફરીથી તમારી તરફ પાછા વાળવાને તેઓને ચેતવણી આપતા હતા તેઓને તેમણે મારી નાખ્યા, ને તેઓએ ઘણા ક્રોધજનક કામો કર્યા.


નદીઓ અને માખણ તથા મધની વહેતી ધારાઓ તે જોવા પામશે નહિ.


ત્યારે તો મારાં પગલાં માખણથી ધોવાતાં હતાં, અને ખડકો મારે માટે તેલની નદીઓ વહેવડાવતા હતા!


તારી સરહદમાં શાંતિ ફેલાવીને સરસ ઘઉંથી તે તને તૃપ્ત કરે છે.


ઘણા ગોધાઓએ મને ઘેરી લીધો છે; બાશાનના બળવંત ગોધાઓ મારી આસપાસ ફરી વળ્યા છે.


વળી હું ઉત્તમ ઘઉં તેઓને ખવાડું; અને ખડકમાંના મધથી હું તને તૃપ્ત કરું.


તે ભૂંડું નકારવાને તથા ભલું પસંદ કરવાને સમજણો થશે, ત્યારે તે દહીં તથા મધ ખાશે.


અને તેઓના દૂધની પુષ્કળ આવકને લીધે તે દહીં ખાશે. દેશમાં જેઓ બાકી રહ્યા હશે તેઓ સર્વ દહીં તથા મધ ખાશે.


તમે શૂરવીરોનું માંસ ખાશો, ને પૃથ્વીના સરદારોનું રક્ત પીશો. મેંઢાંઓનું. હલવાનોનું, બકરાઓનું, તથા ગોધાઓનું પણ, એ સર્વ તો બાશાનનાં પુષ્ટ જાનવરો છે.


મેં તેઓને માનવી બંધનોથી, પ્રમની દોરીઓથી ખેંચ્યા; હું તેમના પ્રત્યે તેમની ગરદન પરથી ઝૂંસરી ઉઠાવી લેનારના જેવો હતો, ને મેં તેઓની આગળ ખાવાનું મૂક્યું.


હે સમરુનના પર્વત પરની, ગરીબો પર જુલમ કરનારી, દરિદ્રીઓને કચરી નાખનારી તથા “લાવો, આપણે પીએ, ” એમ પોતાના ધણીઓને કહેનારી બાશાનની ગાયો, તમે આ વચન સાંભળો.


[હે પ્રભુ] તમારા લોકો જેઓ તમારા વારસાનું ટોળું છે, ને જેઓ એકાંતમાં રહે છે તેઓને તમારી લાકડી તમારી પાસે રાખીને કાર્મેલના વનમાં ચારો. પુરાતન કાળથી જેમ તેઓને બાશાનમાં તથા ગિલ્યાદમાં ચરવા દો.


અને સર્વ ઉમદા તેલ, ને સર્વ ઉમદા દ્રાક્ષારસ, તથા અનાજ, જેઓનાં પ્રથમ ફળ તેઓ યહોવાને ચઢાવે છે એ મેં તને આપ્યાં છે.


કેમ કે સર્વ વસ્તુઓની પુષ્કળતાને કારણે તેં આનંદથી તથા હ્રદયના ઉલ્લાસથી યહોવા તારા ઈશ્વરની સેવા કરી નહિ.


અને દ્રાક્ષાકુંડમાં જે હતું તે શહેર બહાર ખૂંદવામાં આવ્યું, અને દ્રાક્ષાકુંડમાંથી બસો માઈલ સુધી ઘોડાઓની લગામોને પહોંચે, એટલું લોહી વહી નીકળ્યું.


તેણે પાણી માગ્યું ત્યારે તેણે તેને દૂધ આપ્યું; મહા મૂલ્યવાન થાળીમાં તેને માટે તે દહીં લાવી


Lean sinn:

Sanasan


Sanasan