Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 32:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 એકલા યહોવાએ તેને ચલાવ્યો, ને તેની સાથે કોઈ પારકો દેવ નહોતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 માત્ર પ્રભુએ જ તેમને દોર્યા, અને તેમની સાથે કોઈ પારકો દેવ નહોતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 એકલા યહોવાહે જ તેમને ચલાવ્યાં; કોઈ પરદેશી દેવ તેઓની સાથે નહોતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 એકલા યહોવાએ જ તેમને દોર્યા હતા. કોઈ વિદેશી દેવોનો તેને સાથ ન્હોતો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 32:12
19 Iomraidhean Croise  

વળી જે માર્ગે તેઓએ જવું જોઈએ, તેમાં તેઓને પ્રકાશ આપવાને માટે દિવસે મેધસ્તંભથી અને રાત્રે અગ્નિસ્તંભથી તમે તેઓને દોર્યા.


માત્ર તેઓને જ દેશ આપવામાં આવ્યો હતો, અને તેઓમાં કોઈ વિદેશી જવા પામતો નહિ;)


જેમણે પોતાના લોકોને અરણ્યમાં થઈને દોરી લીધા [તેમની સ્તુતિ કરો] , કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.


હે યહોવા, તમારો માર્ગ મને શીખવો; અને મારા શત્રુઓને લીધે મને સરળ માર્ગમાં દોરી જાઓ.


વળી દિવસે મેઘથી, અને આખી રાત અગ્નિના પ્રકાશથી તે તેઓને દોરતા હતા.


હે ઇઝરાયલના પાળક, યૂસફને ટોળાની જેમ, દોરનાર, કાન ધરો; કરૂબીમ પર બિરાજનાર, પ્રકાશ કરો.


તારામાં કોઈ અન્ય દેવ ન હોવો જોઈએ; તું કોઈ પારકા દેવની પૂજા કરીશ નહિ.


તમારા ઘડપણ સુધી હું તે જ છું, પળિયાં આવતાં સુધી હું [તમને] ઉપાડી લઈશ; મેં ઉત્પન્ન કર્યું છે ને હું [તમને] ઊંચકી રાખીશ; હા, હું [તમને] ઉપાડી લઈશ, ને [તમને] બચાવીશ.


ખીણમાં ઊતરી જનારાં ઢોરની જેમ તેઓ યહોવાના આત્માથી વિશ્રામ પામ્યા; તે પ્રમાણે તમે પોતાને માટે મહિમાવંત નામ કરવાને માટે, તમારા લોકોને દોર્યા.


મેં તેઓને માનવી બંધનોથી, પ્રમની દોરીઓથી ખેંચ્યા; હું તેમના પ્રત્યે તેમની ગરદન પરથી ઝૂંસરી ઉઠાવી લેનારના જેવો હતો, ને મેં તેઓની આગળ ખાવાનું મૂક્યું.


તેમ જ અરણ્યમાં પણ તમે જેમ જોયું કે તમે આ જગાએ આવ્યા ત્યાં સુધી જે આખે રસ્તે તમે ચાલ્યા તેમાં જેમ પિતા પોતાના પુત્રને કેડે તેડે તેમ યહોવા તારા ઈશ્વરે તને કેડે તેડી લીધો છે, તે પ્રમાણે.


હવે જુઓ, એ તો હું, હા, હું જ તે છું, અને મારા વગર કોઈ ઈશ્વર નથી. હું મારું છું, ને હું જીવાડું છું; મેં ઘાયલ કર્યાં છે, ને હું સાજાં કરું છું; અને મારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ નથી.


એ બધું તને દર્શાવવાનું કારણ એટલું જ કે તું જાણે કે યહોવા તે જ ઈશ્વર છે; અને તે વિના બીજો કોઇ નથી.


માટે આજ તું જાણ તથા તારા અંત:કરણમાં ઠસાવ કે, આકાશમાં તથા નીચે પૃથ્વીમાં યહોવા તે જ ઈશ્વર છે. તેમના સિવાય બીજો કોઈ નથી.


કેમ કે જે અમને ને અમારા પિતૃઓને મિસર દેશમાંથી, એટલે ગુલામીના ઘરમાંથી, કાઢી લાવ્યા, ને જેમણે અમારા જોતાં તે મોટા ચમત્કાર કર્યા, ને અમે જે રસ્તે ચાલ્યા તે આખા રસ્તામાં, ને જે સર્વ લોકો મધ્યે થઈને અમે ચાલ્યા તેઓ મધ્યે અમારું રક્ષણ કર્યું, તે જ યહોવા અમારા ઈશ્વર છે;


Lean sinn:

Sanasan


Sanasan