પુનર્નિયમ 32:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
10 તે તેને ઉજ્જડ દેશમાં તથા વેરાન ને વિકટ રાનમાં મળ્યા. તે તેની આસપાસ [કોટરૂપ] રહ્યા, તેમણે તેને સંભાળી લીધો, પોતાની આંખની કીકીની જેમ યહોવાએ તેનું રક્ષણ કર્યું.
અને પોતા પર જે વીત્યું હતું, તે હામાને પોતાની પત્ની ઝેરેશને તથા પોતાના સર્વ મિત્રોને કહી સંભળાવ્યું, ત્યારે તેના મિત્રમંડળે તથા તેની પત્ની ઝેરેશે તેને કહ્યું, “મોર્દખાય કે, જેની આગળ તમારી પડતી થવા લાગી છે, તે જો યહૂદીઓના વંશનો હોય, તો તેની વિરુદ્ધ તમારું કંઈ ચાલવાનું નથી, પણ તેની આગળ નિશ્ચે તમારી પડતી થશે.”
પોતાના પ્રીતમ પર ટેકીને રાનમાંથી આ કોણ આવે છે? મેં તને સફરજનવૃક્ષ તળે જગાડી; ત્યાં તારી મા તને જન્મ આપતાં કષ્ટાતી હતી, ત્યાં તારી જનેતાને પ્રસવવેદના થતી હતી.
તેમનાં સર્વ દુ:ખોમાં તે દુ:ખી થયા, ને તેમની હજૂરના દૂતે તેઓનો ઉદ્ધાર કર્યો; તેમણે જ પોતાના પ્રેમથી તથા પોતાની દયાથી તેમનો ઉદ્ધાર કર્યો. પુરાતન કાળના સર્વ દિવસોમાં તેમણે તેઓને ઊંચકીને ફેરવ્યા.
કેમ કે યહોવા કહે છે કે, જેમ કમરબંધ માણસની કમરને વળગી રહે છે, તેમ ઇઝરાયલ તથા યહૂદાના આખા વંશને મેં મારી કમરે વળગાડયો છે; જેથી તેઓ મારા લોકો, મારું નામ, મારી પ્રશંસા તથા મારું ભૂષણ થાય; પણ તેઓએ માન્યું નહિ.
વળી ‘જે યહોવા અમને મિસરમાંથી કાઢી લાવ્યા, જેમણે અમને રાનમાં, ઉજ્જડ તથા ખાડાટેકરાવાળી ભૂમિમાં, જે ભૂમિમાં થઈને કોઈ મનુષ્ય જતું નહોતું, ને જ્યાં કોઈ મનુષ્ય વસતું નહોતું, તેમાં થઈને ચલાવ્યા, તે યહોવા ક્યાં છે?’ એમ પણ તેઓએ નથી કહ્યું.
આમાંનું કંઈ પણ કરવાની કોઈએ તારા પર કૃપાર્દષ્ટિ કેઈ નહોતી; પણ તું જન્મી તે દિવસે તને ખુલ્લા મેદાનમાં નાખી દીધી હતી, કેમ કે તારું સ્વરૂપ કંટાળો આવે એવું હતું.
કેમ કે સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, જે પ્રજાઓએ તમને પાયમાલ કર્યા તેઓની પાસેથી તેમણે મને ગૌરવ મેળવવા માટે મોકલ્યો છે. કેમ કે જે તમને અડકે છે તે તેમની આંખની કીકીને અડકે છે.
અને આપણે હોરેબથી ઊપડ્યા, ને જે બધું વિશાળ તથા ભયંકર અરણ્ય તમે જોયું તે, યહોવા આપણા ઈશ્વરે આપણને આપેલી આજ્ઞા પ્રમાણે અમોરીઓના પહાડી પ્રદેશને રસ્તે ચાલતાં, આપણે ઓળગ્યું. અને આપણે કાદેશ-બાર્નેઆમાં આવી પહોંચ્યા.
તેમ જ અરણ્યમાં પણ તમે જેમ જોયું કે તમે આ જગાએ આવ્યા ત્યાં સુધી જે આખે રસ્તે તમે ચાલ્યા તેમાં જેમ પિતા પોતાના પુત્રને કેડે તેડે તેમ યહોવા તારા ઈશ્વરે તને કેડે તેડી લીધો છે, તે પ્રમાણે.