Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 31:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 યહોવા તારા ઈશ્વર તે તારી આગળ પાર જશે. તે તારી આગળથી આ દેશજાતિઓનો નાશ કરશે, ને તું તેઓનું વતન પામશે. જેમ યહોવાએ કહ્યું છે તેમ યહોશુઆ તારી આગળ પેલી બાજુ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 પરંતુ તમારા ઈશ્વર પ્રભુ તમારી આગળ પેલે પાર જશે અને ત્યાં વસતી પ્રજાઓનો તમારી સમક્ષ નાશ કરશે, જેથી તમે તેમના દેશનો કબજો લઈ શકો અને પ્રભુએ કહ્યા પ્રમાણે યહોશુઆ તમને યર્દનને પેલે પાર લઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 યહોવાહ તારા ઈશ્વર તારી આગળ પાર જશે; તે તારી આગળથી પ્રજાઓનો નાશ કરશે અને તું તેઓનું વતન પામશે. યહોવાહની આજ્ઞા પ્રમાણે યહોશુઆ તમારી આગળ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પરંતુ તમાંરા દેવ યહોવા તમાંરી આગળ રહીને યર્દન નદી ઓળંગશે અને તમાંરી સામેની પ્રજાઓનો નાશ કરશે અને તમે તેમનો પ્રદેશ કબજે કરશો. અને યહોવાની આજ્ઞા પ્રમાંણે યહોશુઆ તમાંરી આગેવાની લેશે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 31:3
19 Iomraidhean Croise  

અને ઇઝરાયલે યૂસફને કહ્યું, “જુઓ, હું મરું છું; પણ ઈશ્વરે તમારી સાથે રહેશે, ને તમને તમારા પિતૃઓના દેશમાં પાછા લાવશે.


વળી પોતાના સમયમાં આપણા પૂર્વજો પણ યહોશુઆ સહિત તે [સાક્ષ્યમંડપ] ને [અન્ય] પ્રજાઓ (જેઓને ઈશ્વરે આપણા પૂર્વજોની આગળથી હાંકી કાઢી) તેઓનું વતન પ્રાપ્ત કરીને અંદર લાવ્યા તે [સાક્ષ્યમંડપ] દાઉદના વખત સુધી રહ્યો.


યહોવા તમારા ઈશ્વર જે તમારી આગળ ચાલે છે, તે તમારા માટે યુદ્ધ કરશે. મિસરમાં જે બધાં કૃત્યો તેમણે તમારી આંખો આગળ કર્યાં તે પ્રમાણે [તે કરશે].


પણ યહોશુઆને આજ્ઞા કર, ને તેને હિમ્મત તથા બળ આપ. કેમ કે તે આ લોકોને પેલી બાજુ દોરી જશે, ને જે દેશ તું જોવાનો છે તેનો વારસો તે તેઓને પ્રાપ્ત કરાવશે.’


અને યહોવાએ મૂસાને કહ્યું, “જો, તારા મરણના દિવસ પાસે આવ્યા છે. યહોશુઆને બોલાવ, ને મુલાકાતમંડપમાં તમે બન્‍ને હાજર થાઓ કે હું તેને સોંપણી કરું.” અને મૂસા તથા યહોશુઆ જઈને મુલાકાતમંડપમાં હાજર થયા.


અને નૂનના દીકરા યહોશુઆને સોંપણી કરીને તેણે કહ્યું, “બળવાન તથા હિમ્મતવાન થા, કેમ કે ઇઝરાયલી લોકોને જે દેશ આપવાની મેં તેમની આગળ પ્રતિજ્ઞા લીધી તેમાં તું તેઓને લાવશે. અને હું તારી સાથે રહીશ.”


અને અમોરીઓના રાજા સિહોન તથા ઓગ, તથા તેઓના દેશ કે જેમનો યહોવાએ નાશ કર્યો, તેઓને જેમ તેમણે કર્યું તેમ તે તેઓને કરશે.


અને નૂનનો દીકરો યહોશુઆ નથી ભરપૂર હતો, કેમ કે તેના પર મૂસાએ પોતાનો હાથ મૂક્યો હતો. અને ઇઝરાયલી લોકોએ તેનું કહેવું માન્યું, ને જેમ યહોવાએ મૂસાને આ આપી હતી તેમ તેઓએ કર્યું.


જે દેશનું વતન પામવા માટે તું જાય છે તેમાં જ્યારે યહોવા તારા ઈશ્વર તને લાવે, ને ઘણી દેશજાતિઓને તારી આગળથી હાંકી કાઢે, એટલે હિત્તીઓ તથા ગિર્ગાશીઓ તથા અમોરીઓ તથા કનાનીઓ તથા પરિઝીઓ તથા હિવ્વીઓ તથા યબૂસીઓ, એ તારા કરતાં મોટી તથા બળવાન સાત દેશજાતિઓને [હાંકી કાઢે].


માટે આજે જાણ કે ખાઈ નાખનાર અગ્નિની જેમ તારી આગળ પેલી બાજુ જનાર તે યહોવા તારા ઈશ્વર છે. તે તેઓનો નાશ કરશે, ને તે તેઓને તારી આગળ નીચા પાડશે, અને તેથી જેમ યહોવાએ તને કહ્યું છે તેમ તું મને હાંકી કાઢશે, ને જલદી તેઓનો નાશ કરશે.


કેમ કે જો યહોશુઆએ તેઓને [ખરો] વિશ્રામ આપ્યો હોત, તો ત્યાર પછી [ઈશ્વર] બીજા દિવસ સંબંધી ન કહેત.


“મારો સેવક મૂસા મરી ગયો છે; માટે હવે તું તથા આ સર્વ લોક ઊઠો, ને જે દેશ હું તેઓને, એટલે ઇઝરાયલ પ્રજાને, આપું છું તેમાં આ યર્દન ઊતરીને જાઓ.


જેમ યહોવાએ પોતાના સેવક મૂસાને આજ્ઞા આપી હતી, તેમ મૂસાએ યહોશુઆને આજ્ઞા આપી, અને તે પ્રમાણે યહોશુઆએ કર્યું. યહોવાએ મૂસાને જે આજ્ઞાઓ આપી હતી, તેમાંની એક પણ તેણે અમલમાં લાવ્યા વગર રહેવા દીધી નહિ.


અને યહોવાએ યહોશુઆને કહ્યું, “આજે હું તને ઇઝરાયલની નજરમાં મોટો મનાવવા લાગીશ, એ માટે કે તેઓ જાણે કે જેમ હું મૂસાની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ હું મૂસાની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ હું રહીશ.


તે દિવસે યહોવાએ યહોશુઆને સર્વ ઇઝરાયલની નજર આગળ મોટો મનાવ્યો. અને તેઓ જેમ મૂસાની તેમ તેના આયુષ્યના સર્વ દિવસભર તેની બીક રાખતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan