Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 31:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને તેણે તેઓને કહ્યું, “હું આજે એકસો વીસ વર્ષની ઉંમરનો થયો છું. હું હવે પછી બહાર કે અંદર આવજા કરી શક્તો નથી. અને યહોવાએ મને કહ્યું છે કે, તું યર્દનને પાર જવા પામશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 “આજે હું એક્સો વીસ વર્ષનો થયો છું, અને તમને યુધની અવરજવરમાં દોરી શકું તેમ નથી. કારણ, પ્રભુએ મને કહ્યું છે કે, ‘તું યર્દન નદીની પેલે પાર જઈશ નહિ.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેણે તેઓને કહ્યું, “હવે હું એકસો વીસ વર્ષનો થયો છું; હું બહાર જઈ શકતો નથી કે અંદર આવી શકતો નથી, યહોવાહે મને કહ્યું કે, ‘તું યર્દન નદી પાર જવા પામશે નહિ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “હું હવે 120 વર્ષનો થયો છું, તેથી તમને સૌને દોરવા માંટે હું શકિતમાંન નથી. યહોવાએ મને કહ્યું છે કે, ‘હું યર્દન નદી પાર કરી શકીશ નહિ.’

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 31:2
17 Iomraidhean Croise  

પણ સરુયાના દીકરા અબિશાયે તેની વહારે આવીને પેલા પલિસ્તીને મારીને ઠાર કર્યો પછી દાઉદના માણસોએ સમ ખાઈને તેને કહ્યું, “તારે હવે ફરીથી અમારી સાથે લડાઈમાં આવવું નહિ, રખેને તું ઇઝરાયલનો દીવો હોલવી નાખે.”


હવે હે યહોવા મારા ઈશ્વર, તમે આ તમારા દાસને મારા પિતા દાઉદને સ્થાને રાજા કર્યો છે; હું તો કેવળ નાનો બાળક છું; કેમ બહાર જવું કે અંદર આવવું તે હું જાણતો નથી


અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય, તોપણ તેઓનો ગર્વ શ્રમ તથા દુ:ખમાત્ર છે; કેમ કે તે વહેલી થઈ રહે છે, અને અમે ઊડી જઈએ છીએ.


અને તેઓએ ફારુનની સાથે વાત કરી ત્યારે મૂસા એંસી વર્ષનો, ને હારુન ત્યાસી વર્ષનો હતો.


અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું, “મારા પર વિશ્વાસ ન કરતાં ઇઝરાયલી લોકોની દષ્ટિમાં તમે મને પવિત્ર મનાવ્યો નહિ, માટે જે દેશ મેં આ મંડળીને આપ્યો છે, તેમાં તમે તેઓને પહોંચાડશો નહિ.”


જે તેઓની આગળ રહીને બહાર જાય ને તેઓની આગળ રહીને અંદર આવે, ને જે તેઓને બહર ચલાવે ને તેઓને અંદર લાવે, કે યહોવાના લોક પાળક વગરનાં ઘેટાંના જેવા થઈ ન જાય.”


હવે જુઓ, હું જાણું છું કે, તમે સર્વ જેઓમાં હું ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરતો ફર્યો છું, તેઓ [માંનો કોઈ પણ] મારું મોં ફરી જોશે નહિ.


પણ તે લગભગ ચાળીસ વરસનો થયો ત્યારે પોતાના ઇઝરાયલી ભાઈઓને મળવાનું તેને મન થયું.


વળી તમારે લીધે મારા પર પણ યહોવાએ કોપાયમાન થઈને કહ્યું કે, ‘તું પણ તેમાં પ્રવેશ કરશે નહિ.


અને મૂસાએ જઈને સર્વ ઇઝરાયલને આ વચનો કહ્યાં.


અને મૂસા મરણ પામ્યો ત્યારે તે એક સો ને વીસ વર્ષનો હતો. તેની આંખ ઝાંખી પડી નહોતી, ને તેના અંગનું કૌવત ઘટ્યું નહોતું.


Lean sinn:

Sanasan


Sanasan