પુનર્નિયમ 30:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તે એ કે આજે હું તને યહોવા તારા ઈશ્વર પર પ્રેમ રાખવાની, તેમના માર્ગોમાં ચાલવાની, ને તેમની આજ્ઞાઓ તથા તેમના વિધિઓ તથા તેમના કાનૂનો પાળવાની આજ્ઞા આપું છું કે તું જીવતો રહે ને તારી વૃદ્ધિ થાય. અને જે દેશનું વતન પામવા તું જાય છે, તેમાં યહોવા તારા ઈશ્વર તને આશીર્વાદ આપે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખવાની, તેમના માર્ગોમાં ચાલવાની અને તેમની સર્વ આજ્ઞાઓ તથા તેમના આદેશો અને ફરમાનોનું પાલન કરવાની જે આજ્ઞા હું આજે તમને આપું છું તેનું જો તમે પાલન કરશો તો તમારું કલ્યાણ થશે અને તમારી વંશવૃધિ થશે અને જે દેશનો કબજો લેવા તમે જાઓ છો તેમાં તમારા ઈશ્વર પ્રભુ તમને આશીર્વાદ આપશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 આજે હું તમને યહોવાહ તમારા ઈશ્વરની જે આજ્ઞાઓ ફરમાવું છું એટલે કે યહોવાહ તમારા ઈશ્વરને પ્રેમ કરવો, તેમના માર્ગોમાં ચાલવું, તેમની આજ્ઞાઓ, નિયમો અને કાનૂનો પાળવા, કે જેથી તમે જીવતા રહેશો. અને તમારી વૃદ્ધિ થશે, જે દેશનું વતન પામવા તમે જાઓ છો તેમાં યહોવાહ તમારા ઈશ્વર તમને આશીર્વાદ આપશે. Faic an caibideilપવિત્ર બાઈબલ16 આજે હું તમને તમાંરા દેવ યહોવાની જે આજ્ઞાઓ જણાવું છું તેનો અમલ કરશો, તમાંરા દેવ યહોવા પર પ્રેમ રાખશો અને તેમની આજ્ઞાઓ, નિયમો અને કાયદાઓનું પાલન કરીને તેને માંગેર્ ચાલશો, તો તમાંરા દેવ યહોવા તમાંરા પર આશીર્વાદ વરસાવશે, તમે જે દેશનો કબજો લેવા માંટે તેમાં પ્રવેશ કરી રહ્યા છો ત્યાં સદાને માંટે રહી શકશો, તથા વૃદ્ધિ અને સમૃદ્ધિ પામશો. Faic an caibideil |