Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 3:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને તે વખતે યર્દન પાર અમોરીઓના બન્‍ને રાજાઓના હાથમાંથી આર્નોનની ખીણથી તે હેર્મોન પર્વત સુધીનો દેશ આપણે જીતી લીધો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 “એ પ્રમાણે તે સમયે આપણે યર્દન નદીની પૂર્વ તરફ આવેલો આર્નોનની ખીણથી હેર્મોન પર્વત સુધીનો બધો પ્રદેશ અમોરીઓના એ બંને રાજાઓ પાસેથી જીતી લીધો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તે સમયે આપણે યર્દન પાર અમોરીઓના બન્ને રાજાઓના હાથમાંથી આર્નોનની ખીણથી હેર્મોન પર્વત સુધીનો દેશ કબજે કરી લીધો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 “એ વખતે આપણે યર્દન નદીની પૂર્વ બાજુએ અમોરીઓના એ બે રાજાઓનો સમગ્ર પ્રદેશ-આનોર્નની ખીણથી હેમોર્ન પર્વત સુધીનો કબજે કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 3:8
12 Iomraidhean Croise  

અમોરીઓના રાજા સિહોનના તથા બાશાનના રાજા ઓગના ગિલ્યાદ દેશમાં ઉરીનો દીકરો ગેબેર; આ દેશમાં તે એકલો અધિકારી હતો.


મનાશ્શાના અર્ધકુળના જે વંશજો દેશમાં રહ્યા તેઓ બાશાનથી વધીને બાલ-હેર્મોન, સનીર તથા હેર્મોન પર્વત સુધી પહોંચ્યા.


હે મારા ઈશ્વર, મારો આત્મા ઉદાસ થયો છે; માટે હું યર્દનના દેશથી, તથા હેર્મોન [પર્વતો] પરથી [તથા] મિઝાર ડુંગર પરથી તમારું સ્મરણ કરું છું.


તમારા ધોધના અવાજથી ઊંડાણને ઊંડાણ હાંક મારે છે; તમારાં સર્વ મોજાં તથા છોળો મારા પર ફરી વળ્યાં છે.


ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયેલાં છે; તાબોર અને હેર્મોન તમારે નામે હર્ષનાદ કરે છે.


અને તેઓએ તેના દેશને તથા બાશાનના રાજા ઓગના દેશને પોતાનું વતન કરી લીધું. તેઓ યર્દન પાર પૂર્વ દિશાએ વસનાર અમોરીઓના બે રાજાઓ હતા.


એટલે આર્નોનની ખીણની સરહદ પર આવેલા એરાએરથી તે સિયોન પર્વત [એટલે હેર્મોન સુધીનો દેશ] ,


હવે દેશના જે રાજાઓને મારીને ઇઝરાયલી લોકોએ તેઓનો દેશ, એટલે યર્દનની પેલે પાર, સૂર્યોદય તરફ, આર્નોની ખીણથી તે હેર્મોન પર્વત સુધીનો [દેશ] તથા પૂર્વ તરફનો આખો અરાબા, કબજે કરી લીધો, તે આ છે:


તેની સાથે રુબેનીઓને તથા ગાદીઓને પોતાનું વતન મળ્યું; અને તે મૂસાએ યર્દન પાર, પૂર્વમાં, તેઓને આપ્યું, એટલે યહોવાના સેવક મૂસાએ જેમ તેઓને આપ્યું હતું તેમ;


Lean sinn:

Sanasan


Sanasan