Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 3:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 ‘હે યહોવા તમે તમારા સેવકને તમારું માહાત્મ્ય તથા તમારો બળવાન હાથ દેખાડવા માંડ્યાં છો. કેમ કે આકાશમાં અથવા પૃથ્વીમાં એવો ક્યો ઈશ્વર છે કે જે તમારા જેવાં કામો તથા તમારા જેવાં મહાન કૃત્યો કરી શકે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 “હે પ્રભુ યહોવાહ, તમે તમારા દાસોને તમારી મહાનતા તથા તમારો બળવાન હાથ બતાવ્યો છે; કેમ કે આકાશમાં કે પૃથ્વી પર એવા કયા દેવ છે કે જે તમારા જેવાં કામો તથા તમારા જેવા ચમત્કારો કરી શકે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 ‘હે યહોવા દેવ, તમે અમાંરી મધ્યે તમાંરી મહાનતા તથા સાર્મથ્ય પ્રગટ કરો છો તેનું પરિણામ જોવાની માંરી ઇચ્છા છે; આકાશમાં કે પૃથ્વી પર એવો કોઈ દેવ નથી જે તમે અમાંરા માંટે કરેલાં કાર્યોની સરસાઇ કરી શકે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 3:24
25 Iomraidhean Croise  

માટે, હે યહોવા ઈશ્વર, તમે મોટા છો; કેમ કે જે બધું અમે અમારે કાને સાંભળ્યું છે, તે પ્રમાણે તમારા જેવો કોઈ નથી, ને તમારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.


(કેમ કે તેઓ તમારા મોટા નામ વિષે, તમારા પરાક્રમી હાથ વિષે, તથા તમરા લંબાવેલા બાહુ વિષે સાંભળશે) અને તે આવીને આ મંદિર તરફ [મુખ ફેરવીને] પ્રાર્થના કરે;


અને તેણે કહ્યું, “હે યહોવા, ઇઝરાયલના ઇશ્વર, આકાશમાં તથા પૃથ્વી પર તમારા જેવો કોઈ ઈશ્વર નથી.તમારા જે સેવકો પોતાના ખરા અંત:કરણથી તમારી આગળ ચાલે છે તેઓની સાથે તમે કરાર પાળો છો, તથા તેઓ પર તમે કૃપા રાખો છો.


હે અમારા ઈશ્વર, મહાન, પરાક્રમી તથા ભયાવહ ઈશ્વર, કરાર પાળનાર તથા દયા રાખનાર આશૂરના રાજાઓના વખતથી તે આજ દિન સુધી જે જે કષ્ટ અમારા પર, અમારા રાજાઓ પર, અમારા સરદારો પર, અમારા યાજકો પર, અમારા પ્રબોધકો પર, અમારા પિતૃઓ પર તથા અમારા સર્વ લોકો પર પડ્યાં છે, તે સર્વને તમે તમારી નજરમાં જૂજ ગણશો નહિ.


યહોવાનાં મહાન કૃત્યો કોણ વર્ણવી શકે? તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે?


યહોવા મોટા અને બહુ જ સ્તુતિપાત્ર છે; તેમનું માહાત્મ્ય અગમ્ય છે.


લોકો તમારાં ભયંકર કૃત્યોનું સામર્થ્ય પ્રગટ કરશે; હું તમારું માહાત્મ્ય વર્ણવીશ.


તેમનાં પરાક્રમી કૃત્યોને લીધે તેમની સ્તુતિ કરો; તેમના ઉત્તમ માહાત્મ્ય પ્રમાણે તેમની સ્તુતિ કરો.


મારાં સર્વ હાડકાં કહેશે, “હે યહોવા, તમારા સરખો કોણ છે?” તે દીનને તેના કરતાં વધારે બળવાનથી બચાવે છે, અને દીન તથા કંગાલને લૂંટનારાથી છોડાવે છે.


હે ઈશ્વર, તમારું ન્યાયીપણું અતિશય ઉચ્ચ છે; હે ઈશ્વર, તમે મોટાં કામો કર્યાં છે, તમારા સરખો બીજો કોણ છે?


હે પ્રભુ, દેવોમાં તમારા જેવો કોઈ નથી; અને તમારા કૃત્યો જેવાં કોઈનાં નથી.


આકાશમાં એવો કોણ છે કે જેની સરખામણી યહોવાની સાથે થાય? ઈશ્વરદૂતોમાં યહોવાના જેવો કોણ છે?


હે સૈન્યોના ઈશ્વર યહોવા, હે યાહ, તમારા જેવો પરાક્રમી કોણ છે? તમારી આસપાસ તમારું વિશ્વાસુપણું છે.


હે યહોવા, દેવો મધ્યે તમારા જેવો કોણ છે? તમારા જેવો પવિત્રતામાં મહિમાવાન, સ્તોત્રોમાં ભયયોગ્ય તથા આશ્ચર્યકર્તા [બીજો] કોણ છે?


અને ફારુને કહ્યું, “કાલે કરજે.” અને મૂસાએ કહ્યું, “તમારા કહેવા પ્રમાણે થાઓ. એ માટે કે તમે જાણો કે અમારા ઈશ્વર યહોવાના જેવો કોઈ નથી.


કેમ કે આ વખતે મારા બધા અનર્થો હું તારા હ્રદય ઉપર તથા તારા સેવકો ઉપર તથા તારી પ્રજા ઉપર મોકલીશ; એ માટે કે તું જાણે કે આખી પૃથ્વીમાં મારા જેવો કોઈ નથી.


તો તમે ઈશ્વરને કોની સાથે સરખાવશો? કેવી પ્રતિમા સાથે તેમનો મુકાબલો કરશો?


વળી પવિત્ર [ઈશ્વર] પૂછે છે, “તમે મને કોની સાથે સરખાવશો કે, હું તેના જેવો ગણાઉં?”


હે યહોવા, તમારા જેવો કોઈ નથી; તમે મોટા છો, ને સામર્થ્યમાં તમારું નામ મોટું છે.


માટે હું એવો હુકમ ફરમાવું છું કે જે કોઈ માણસ, પ્રજા કે [ગમે તે] ભાષા [બોલનાર લોકો] શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોના ઈશ્વરની વિરુદ્ધ કંઈપણ અયોગ્ય બોલશે, તે સર્વના કાપીને ટુકડેટુકડા કરવામાં આવશે, ને તેમના ઘરોનો ઉકરડો કરી નાખવામાં આવશે, કેમ કે આવી રીતે [પોતાના સેવકોને] છોડાવી શકે એવો બીજો કોઈ ઈશ્વર નથી.”


યાકૂબ પર નિશ્ચે કંઈ મંત્ર નહિ ચાલે, અને ઇઝરાયલ પર કંઈ શકુન નહિ ચાલે. હવે યાકૂબ તથા ઇઝરાયલ વિષે કહેવાશે, કે ઈશ્વરે કેવું કર્યું છે!


અને આજે સમજો, કેમ કે યહોવા તમારા ઈશ્વરની શિક્ષા, તેમનું મહત્વ, તેમનો પરાક્રમી હાથ, તથા તેમનો લંબાવેલો બાહુ,


અને તે સમયે મેં યહોવાને એવી આજીજી કરી કે,


કેમ કે હું યહોવાનું નામ પ્રગટ કરીશ. આપણા ઈશ્વરના મહાત્મ્યને લીધે તેમને સ્તુત્ય માનો.


Lean sinn:

Sanasan


Sanasan